________________
૫૨૮
ભગવાઇ-શેષથન ઉપદેશ કરાય છે. પરન્તુ પહેલી દિવસે ચોથા શતકના આઠ ઉદ્દેશકો અને બીજા દિવસે બે ઉદ્દેશકો ઉપદેશાય છે. નવમાં શતકથી આરંભી જેટલું જાણી શકાય તેટલું તેટલું એક એક દિવસે ઉપદેશાય છે, ઉત્કૃષ્ટપણે શતકનો પણ એક દિવસે ઉપદેશ કરાય છે. મધ્યમપણે બે દિવસે શતકનો અને જઘન્યપણે ત્રણ દિવસે શતકનો ઉપદેશ કરાય છે. એમ વીશમાં શતક સુધી જાણવુ. પરન્ત પંદરમાં ગોશાલક શતકના એક દિવસે ઉપદેશ કરાય છે. જે બાકી રહે તો તેનો એક આયંબિલ કરીને ઉપદેશ કરાય છે, છતાં બાકી રહે તો બે આયંબિલ કરીને ઉપદેશ કરાય છે. એકવીશમાં, બાવીશમાં અને તેવીશમાં શતકનો એક એક દિવસે ઉપદેશ કરાય છે. ચોવીશમું શતક એક એક દિવસે છ છ ઉદ્દેશકો વડે એમ બે દિવસે ઉપદેશાય છે. પચીશમું શતક છ છ ઉદ્દેશકો વડે બે દિવસે ઉપદેશાય છે. બન્ધિશતકાદિ આઠ શતકો એક દિવસે, શ્રેણિશતાદિ બાર શતકો એક દિવસે, એકેન્દ્રિયના બાર મહાયુગ્મશતકો એક દિવસે, એમ બેઈન્દ્રિય. તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયના બાર બાર શતકો તથા સંજ્ઞી પંચેન્દ્રિયના એકવિશ મહાયુગ્મશતકો અને રાશિયુગ્મશતકો એક એક દિવસે ઉપદેશાય છે.
ભગવઈ-ગુર્જરછાયાપૂર્ણ પાંચમુ અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org