________________
૫૨૪
ભગવાઈ-૪૦૨ થી ૨૧-૧૦૬૭ આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ એઓનું ઔધિક શતક કહ્યું છે તેમ કૃષ્ણલેશ્યા શતક પણ કહેવું. વિશેષ એ કે- તે જીવો કૃષ્ણલેશ્યાવાળા છે તેઓનો સ્થિતિકાળ અને સ્થિતિ સંબંધે જેમ કૃષ્ણલેશ્યાશતકમાં કહ્યું છે તેમ કહેવું, અને બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે જેમ કૃષ્ણલેશ્યા સંબંધે શતક કહ્યું છે તેમ છએ વેશ્યા સંબંધે છ શતકો કહેવાં. વિશેષ એ કે, ઔધિક શતકમાં જણાવ્યા પ્રમાણે સ્થિતિકાળ અને સ્થિતિ જાણવી. તેમાં વિશેષ એ કે, શુક્લલશ્યાનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ, અન્તર્મુહૂર્ત અધિક એકત્રીશ. સાગરોપમ હોય છે અને સ્થિતિ પૂર્વોક્ત જ જાણવી. પણ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ન કહેવું. બધે સમ્યજ્ઞાન નથી, વિરતિ, વિરતાવિરતિ અને અનુત્તર વિમાનથી આવીને ઉપજવું તે પણ નથી. બધા જીવો પૂર્વે અહીં ઉત્પન્ન થયા છે એ અર્થ સમર્થ નથી' શતક:૪૦ની મુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
શતકઃ૪૧
- ઉદ્દેશકઃ ૧:[૧૦૬૮]હે ભગવન્! કેટલાં રાશિયુગ્મો કહ્યાં છે ? હે ગૌતમચાર કૃતયુગ્મ અને યાવતુ-કલ્યો. હે ગૌતમ ! જે રાશિમાંથી ચાર ચાર સંખ્યાનો અપહાર કરતાં છેવટે ચાર બાકી રહે તે રાશિયુગ્મ કૃતયુગ્મ કહેવાય છે, અને યાવતુ-જે રાશિમાંથી ચાર ચાર સંખ્યાનો અપહાર કરતાં છેવટે એક બાકી રહે તે રાશિયુગ્મ કલ્યોજ કહેવાય છે. કતયુગ્મરાશિપ્રમાણ નૈરયિકો માટે જેમ વ્યુત્ક્રાંતિપદમાં ઉપપાત કહ્યો છે તેમ અહીં પણ કહેવો. તે જીવો એક સમયે ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેઓ સાંતર ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. સાંતર ઉત્પન્ન થતા તેઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય સમયનું અંતર કરીને ઉત્પન્ન થાય છે, અને નિરંતર ઉત્પન્ન થતા જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સમય સુધી નિરંતર-ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તે જીવો જે સમયે કૃતયુગ્મરાશિપ હોય તે સમયે ચ્યો જ્યરાશિપ હોય અને જે સમયે ચોજ્યરાશિપ હોય તે સમયે કૃતયુગ્મ રાશિપ હોય? હે ગૌતમ! તે અર્થ સમર્થ-નથી.
જે સમયે કતયુમરુપ હોય તે સમયે દ્વાપરયુગ્મરુપ હોય અને જે દ્વાપરયુગ્મ હોય તે સમયે કૃતયુગ્મરુપે હોય? એ અર્થ સમર્થ નથી. જે સમયે કૃતયુગ્મરાશિપ હોય તે સમયે કલ્યોજરાશિપ હોય અને જે સમયે કલ્યો જપ હોય તે સમયે કૃતયુગ્મરાશિપ હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે જીવો કેવી રીતે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ કોઈ એક યુવક હોય અને તે જેમ કૂદતો કૂદતો પોતાને સ્થાનકે જાય છેઈત્યાદિ જેમ ઉપપાતશતકમાં કહ્યું છે તેમ બધું અહીં સમજવું. તેઓ આત્માના અસંયમથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેઓ આત્મસંય-મનો આશ્રય કરતા નથી પણ આત્માના અસંયમનો આશ્રય કરે છે.
જો તેઓ આત્માના અસંયમનો આશ્રય કરે છે તો શું લેશ્યાવાળા છે કે વેશ્યા રહિત છે? હે ગૌતમ! તેઓ વેશ્યાવાળા છે, પણ લેશ્યરહિત નથી. તેઓ વેશ્યાવાળા છે અને ક્રિયાવાળા છે, જે તેઓ ક્રિયાવાળા છે તો શું તેઓ તેજ ભવમાં સિદ્ધ થાય છે, યાવતુકર્મનો અંત કરે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવનીતયુગ્મરાશિ પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org