________________
૫૨૦
ભગવાઈ-૩૬/૧/૧ થી ૧૧/૧૦૫૮ અહીં ત્રણ વેશ્યાઓ હોય છે અને દેવોથી આવી ઉપજતા નથી. તેઓ સમ્મદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ હોય છે, તેઓ જ્ઞાની અથવા અજ્ઞાની હોય છે. મનોયોગી નથી હોતા, પણ વચનયોગી અને કાયયોગી હોય છે. કુતયુગ્મકતયુગ્મરાશિપ્રમાણ બેઈન્દ્રિયો કાલથી જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળ સુધી હોય છે. તેઓની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાર વરસની હોય છે. તેઓનો આહાર અવશ્ય છ દિશાનો હોય છે. તેઓને ત્રણ સમુદ્યાતો હોય છે. અને બાકી બધું તેમજ જાણવું. એ રીતે સોળે યુગ્મોમાં સમજવું.
[૧૦૫૯) પ્રથમસમયોત્પન કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ બેઈન્દ્રિયો જેમ એકેંદ્રિયમહાયુગ્મોના પ્રથમ સમય સબધી ઉદ્દેશક કહ્યો છે તેમ અહીં જાણવું. જે દસ બાબતની વિશેષતા છે તે અહીં પણ જાણવી. અને અગિયારમી આ વિશેષતા છે તેઓ માત્ર કાયયોગી હોય છે. બાકી બધું બેઇન્દ્રિયના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ સમજવું. જેમ એકેદ્રિયમ- હાયુગ્મોમાં અગિયાર ઉદેશકો કહ્યા તેમ અહીં પણ કહેવા. પણ વિશેષ એ કે, ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઉદ્દેશકમાં સમ્યકત્વ અને જ્ઞાન હોતા નથી. એકેંદ્રિયોની પેઠે પહેલો, ત્રીજો અને પાંચમો ઉદ્દેશક સરખા પાઠવાળા છે અને બાકીના આઠ ઉદ્દેશકો સરખા પાઠવાળા છે. શતકઃ ૩૬ શતકશતક-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
(શતકઃ ૩૬-શતક-શતક ૨ થી ૧૨) [૧૦૬૦] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મકૃતયુગ્મપ્રમાણ બેઈન્દ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! એમજ જાણવું. કૃષ્ણલેશ્યાવાળા સંબંધે અગિયાર ઉદ્દેશકસહિત શતક કહેવું. પણ વિશેષ એ કે, કૃષ્ણલેશ્યાવળા એકેદ્રિયોની પેઠે લેશ્યાઓસ્થિતિકાળ અને આયુષસ્થિતિ જાણવી. એ પ્રમાણે નીલલેશ્યાવાળાઓ તથા કાપોતલેશ્યાવાળા સંબંધે પણ શતક કહેવું. ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મરાશિરૂપ બેઇન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? એમ ભવસિદ્ધિક સંબંધે ચાર શતકો પૂર્વના પાઠવડે જાણવા. વિશેષ એ કે સર્વ પ્રાણો અહીં પૂર્વે અનન્તવાર ઉત્પન્ન થયા છે? તેના ઉત્તરમાં નિષેધ કરવો. બાકી બધું તેમજ જાણવું. ચાર ઔધિક શતકો પણ તેમજ જાણવાં. જેમ ભવસિદ્ધિક સંબંધે ચાર શતકો કહ્યાં તેમ અભવસિદ્ધિક સંબંધ પણ ચાર શતકો કહેવાં. વિશેષ એ કે, તેઓમાં સમ્યકત્વ અને જ્ઞાન નથી.એ રીતે એ બાર બેઇન્દ્રિયમહાયુગ્મશતકો છે. | શતક ૩૬નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(શતક-૩૭) [૧૦૬૧] હે ભગવન્! કૃત ગુમકતયગુમપ્રમાણ તે ઇન્દ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? એમ બેઈન્દ્રિયશતકોની પેઠે તેઈદ્રિયસંબંધે પણ બાર શતકો કરવાં. પરન્તુ અવગાહના-શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ રાત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org