________________
૪૯૦
ભગવાઈ - રપ૩-૭૯૬૯ વૈયાવૃત્યના દસ પ્રકાર છે. આચાર્યનું વૈયાકૃત્ય, ઉપાધ્યાયનું, સ્થવિરનું, તપ સ્વીનું, રોગીનું, શૈક્ષનું, કુલ, ગણ, સંઘનું અને સાધર્મિકનું વૈયાવૃત્ય.
સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે.વાચના, પૃચ્છના, પુનરાવર્તન, ચિંતન અને ધર્મકથા. ધ્યાનના ચાર પ્રકાર છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આર્તધ્યા નના ચાર પ્રકાર છે.અનિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થતાં તેના વિયોગનું ચિન્તન કરવું, ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થતાં તેના અવિયોગનું ચિંતન કરવું, રોગાદિ કષ્ટ પ્રાપ્ત થતાં તેના વિયોગનું ચિંતન કરવું અને પ્રીતિ ઉત્પન્ન કરનાર કામભોગાદિકની પ્રાપ્તિમાં તેના અવિયોગનું ચિંતન કરવું. આર્તધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે. આજંદન દીનતા, આંસુ ઓ પાડવા અને વારંવાર લેશયુક્ત બોલવું. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. હિંસાનુંબન્ધી, મૃષાનુબન્ધી, તેયાનુબન્ધી અને સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે. ઓસનદોષ, બહુલદોષ,અજ્ઞાનદોષ, અને આમરણાન્તદોષ ધર્મધ્યા. નના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે-આજ્ઞાવિચય, અપાય વિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચ ધર્મધ્યાનનાં ચાર લક્ષણો કહ્યાં છે. આજ્ઞા રૂચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ અને અવગાઢરુચિ ધર્મધ્યાનના ચાર આલંબનો કહ્યાં છે.વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તન અને ધર્મકથાકરવી. ધર્મધ્યાનની ચાર ભાવનાઓ કહી છે. એકત્વભાવના, અનિત્યભાવના, અશરણભાવના અને સંસારભાવના. શુક્લ ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મ ક્રિય અનિ- વૃત્તિ અને સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતિ. શુક્લધ્યાનનાં ચાર લક્ષણો કહ્યાં છે. ક્ષમા, નિઃસ્પૃહતા, આર્જવ અને માર્દવ શુક્લધ્યાનનાં ચાર આલંબન કહ્યાં છે. અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ શુક્લધ્યાનની ચા૨ ભાવનાઓ છે, સંસારના અનંતવૃત્તિપણા સંબધે વિચાર, પ્રત્યેક ક્ષણે વસ્તુઓમાં થતા વિપરિણામ સંબંધે વિચાર, સંસારના અશુભપણા સંબંધે ચિંતન અને હિંસાદિ જન્ય અનાથનો વિચાર.
વ્યુત્સર્ગના બે પ્રકાર છે. દ્રવ્યબુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. દ્રવ્યવ્યત્સર્ગના ચાર પ્રકાર -ગણવ્યુત્સર્ગ, શરીરવ્યુત્સર્ગ, ઉપધિવ્યુત્સર્ગ અને આહાર-પાણીનો વ્યુત્સર્ગ. ભાવવ્યુત્સર્ગના ત્રણ પ્રકાર છે. કષાયવ્યસ્તસર્ગ, સંસારયુત્સર્ગ અને કર્મવ્યુત્સર્ગ. કષાયવ્યત્સર્ગના ચાર પ્રકાર છે. -ક્રોધભુત્સર્ગ, યાવતું લોભવ્યત્સર્ગ. સંસાર-વ્યુત્ય ર્ગના ચાર પ્રકાર -નૈરયિકસંસારયુત્સર્ગ. યાવતુ-દેવસંસારત્રુત્સર્ગ. કર્મવ્યુત્સર્ગના આઠ પ્રકાર જ્ઞાનાવરણીયકર્મવ્યુત્સર્ગ યાવતુઅંતરાયકર્મવ્યુત્સર્ગ.
(શતક ૨૫-ઉદ્દેશક:-) [૯૭૦ ભગવન્! નૈરયિકો કેવી રીતે ઉત્પન્ન થાય છે? જેમ કોઈ એક કૂદનારો કૂદતો કૂદતો અધ્યવસાય વડે તે સ્થળને તજીને ભવિષ્યમાં આગ-ળના બીજા સ્થાનને મેળવીને વિહરે છે એજ રીતે એ જીવો પણ કૂદનારાની પેઠે કૂદતા અધ્યવસાય-પરિણામ જન્ય ક્રિયાના સાધનથી તે ભવને છોડી દઈને ભવિષ્યમાં મેળવવા યોગ્ય આગળના ભવને મેળવીને વિહરે છે. તે નારકોની ગતિ કેવી શીધ્ર હોય છે જેમ કોઈ પુરુષ તરણ અને બલવાનું હોય-ઇત્યાદિ ચૌદમા શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. યાવતું તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, તેમ તે જીવોની તેવી શીઘ્રગતિ છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org