________________
શતક-૩, શતક શતક-૧
વનસ્પતિકાયિકો સુધી સમજવું.
[૧૦૨૦] હે ભગવન્ ! પરંપરોપપન્ન એકેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? હૈ ગૌતમ ! પાંચ પ્રકારના. પૃથિવીકાયિક-એ પ્રમાણે ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે પ્રત્યેકના ચાર ચાર ભેદ જાણવા. હે ભગવન્ ! પરંપરોપપન્ન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી કાયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય ? ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે નિરવશેષ કહેવું. યાવતુ-ચૌદ કર્મપ્રકૃતિઓને વેદે છે.
[૧૦૨૧] અનન્તરોપપન્નની પેઠે અનન્તરાવગાઢ સંબંધે સમજવું. પરંપરોપન્નની પેઠે પરંપરાવાઢ સંબંધે સમજવું. અનન્તરોપપન્નની પેઠે અનન્તરાહારક સંબંધે સમજવું. પરંપરોપપન્નની પેઠે પરંપરાહારક સંબંધે સમજવું. અનંતરોપપન્નની પેઠે અનન્તર પર્યાપ્ત વિષે પણ જાણવું. પરંપરોપપત્ની પેઠે પરંપર પર્યાપ્ત સંબંધે સમજવું. પરંપરોપપન્નની પેઠે ચરમ સંબંધે પણ સમજવું. એ રીતે અચરમો સંબંધે પણ સમજવું. એ પ્રમાણે એ અગિયાર ઉદ્દેશકો કહ્યા.
૫૦૭
શતક:૩૩--શતક-શતક ૨થી ૧૨
[૧૦૨૨] હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે પાંચ પ્રકારના પૃથિવીકાયિક અને યાવત્-વનસ્પતિકાયિક. કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકાયિકો બે પ્રકારના છે, સૂક્ષ્મ પૃથિવીકાયિક ને બાદર પૃથિવીકાયિક. કૃષ્ણલેશ્યાવાળા સૂક્ષ્મ પૃથિવી- કાયિકો સંબંધે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ એ અભિલાપ વડે ચાર ભેદો યાવત્-વનસ્પતિકાયિકો સુધી જાણવા. કૃષ્ણ- લેશ્માવાળા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કર્મપ્રકૃતિઓ જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યુ છે તેમ કહેવી. તે કર્મપ્રકૃ તિઓ તેવી રીતે બાંધે છે અને તેવી રીતે તેનું વેદન પણ કરે છે. હે ગૌતમ ! અનન્ત રોપપન્તક કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે. એ રીતે એ અભિલાપ વડે પૂર્વની પ્રમાણે તેના બે ભેદ યાવત્-વનસ્પતિકાય સુધી જાણવા.
હે ભગવન્ ! અનન્તરોપપન્ન કૃષ્ણલેશ્યાવાળા સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? એ પ્રમાણે પૂર્વે કહેલા અભિલાપ વડે ઔધિક અનન્તરોપપન્નના ઉદ્દેશકમાં કહ્યાં પ્રમાણે યાવત્-વેદે છે' ત્યાંસુધી જાણતું. પરંપરોપપન્ન એકેન્દ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે, પૃથિવીકાયિકો વગેરે. એમ એ અભિલાપવડે તેજ પ્રકારે ચાર ભેદ યાવત્-વનસ્પતિકાય સુધી કહેવા. હે ભગવન્ ! પરંપરોપપન્ન કૃષ્ણ લેશ્યાવાળા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? એ પ્રમાણે એ અભિલાપવડે ઔધિક ઉદ્દેશકમાં કહેલ પરંપરોપપન્ન સંબંધી બધી હકીકત અહીં જાણવી. તેજ પ્રમાણે યાવત્-વેદે છે એ પ્રકારે એ અભિલાપવડે જેમ ઔધિક એકેન્દ્રિય શતકમાં અગિયાર ઉદ્દેશકો કહ્યા છે તેમ કૃષ્ણલેશ્યા શતકમાં પણ કહેવા, યાવત્ અચરમ અને ચરમ કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિયો સુધી કહેવું.
[૧૦૨૩-૧૦૨૫] જેમ કૃષ્ણલેશ્યાવાળા સંબંધે કહ્યું તેમ નીલેશ્યાવાળા સંબન્ધે પણ શતક કહેવું.એ રીતે કાપોતલેશ્યાવાળા સંબંધે પણ શતક કહેવું. પણ વિશેષ એ કે, ‘કાપોતલેશ્યાવાળા' એવો પાઠ કહેવો. હે ગૌતમ ! ભવસિદ્ધિક એકેન્દ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે. પૃથિવીકાયિક અને યાવત્- વનસ્પતિકાયિક. એઓના ચારે ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org