________________
૫૧૬
ભગવાઈ - ૩૪/ર થી ૧૨/૧૦૪૩ (શતકઃ ૩૫) -શતક-શતકઃ૧ -
- ઉદેસો-૧ - [૧૦૪૪] હે ભગવન્! કેટલાં મહાયુગ્મો-મહારાશિઓ કહ્યાં છે ? હે ગૌતમ ! સોળ. કૃતયુગ્મકૃતયુગ્મ, કૃતયુગ્મત્રોજ, કૃતયુગ્મ- દ્વાપરયુગ્મ, કૃતયુગ્મકલ્યોજ, સ્રોજકૃતયુગ્મ, સોજોજ, વ્યાજદ્વાપરયુગ્મ, વ્યોજક- લ્યોજ, દ્વાપરયુગ્મકૃતયુગ્મ, દ્વાપરયુગ્મટ્યોજ, દ્વાપરયુગ્મદ્વાપરયુગ્મ, દ્વાપરયુગ્મ- કલ્યોજ, કલ્યોજકૃતયુગ્મ, કલ્યો જવ્યોજ, કલ્યોજદ્વાપરયુગ્મ, કલ્યોજકલ્યો. હે ગૌતમ ! જે રાશિને ચાર સંખ્યાના અપ હારથી અપહારતાં ચાર બાકી રહે, અને તે રાશિના અપહારસયો પણ કતયુગ્મ હોય તો તે (રાશિ) કતયુગ્મક્તયુગ્મ કહેવાય જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહારસમય પણ કૃતયુગ્મ હોય તો તે રાશિ કૃતયુગ્મટ્યોજ કહેવાય. જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહરતાં બે બાકી રહે અને તે રાશિના અપહારસમયો કૃતયુગ્મ હોય તો તે કૃતયુગ્મદ્વાપરયુગ્મ કહેવાય. જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એક બાકી રહે અને તે રાશિના અપહાર સમયો કૃતયુગ્મ હોય તો તે કૃતયુગ્મકલ્યોજ કહેવાય. યાવતું એ પ્રમાણે બાકીના બધાં ભેદ જાણવા માટે તે હેતુથી યાવતુ-કલ્યોજકલ્યોજ સુધી સોળ મહાયુગ્મો કહ્યાં છે.
[૧૦૫] હે ભગવન્! કૃતયુગ્મકતયુગ્મ રાશિરૂપ એકૅકિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેમ ઉત્પલોદ્દેશકમાં ઉપપાત કહ્યો છે તે પ્રમાણે અહીં ઉપપાત કહેવો. તે જીવો એક સમયે સોળ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત
જીવો ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તે જીવો સમયે સમયે અનન્તા અપહરાય અને અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સુધી અપહરીએ તો પણ તેઓ ખાલી થાય નહીં. તેઓની ઉંચાઈ ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. તેઓ જ્ઞાનાવરણીય કર્મના બંધક છે, પણ અબંધક નથી. એ રીતે આયુષ સિવાય બધાં કર્મો વિષે જાણવું, તેઓ આયુષના બંધક પણ છે અને અબંધક પણ છે. તે જીવો જ્ઞાના- વરણયીના વેદક છે, પણ અવેદક નથી. એ પ્રમાણે બધા કર્મ સંબંધે સમજવું. હે ગૌતમ ! તેઓ સાતાના વેદક છે અને અસાતાના વેદક પણ છે. જેમાં ઉત્પલ ઉદેશકમાં કર્મ સંબંધે જે પરિપાટી કહી છે તે અહીં જાણવી. તેઓ બધાય કર્મોના ઉદયી છે પણ અનુદયી નથી. છ કર્મોના ઉદીરક છે, પણ અનુદીરક નથી. વેદનીય અને આયુષ કર્મના ઉદીરક પણ છે અને અનુદીરક પણ છે.
હે ભગવન્! શું તે જીવો કૃષ્ણલેશ્યાવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ કષ્ણલેયાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા તથા તેજોવેશ્યાવાળા છે. તેઓ મિથ્યાદ્રષ્ટિઓ છે. અવશ્ય બે અજ્ઞાનવાળા છે.-મતિઅજ્ઞાનવાળા અને શ્રુત-અજ્ઞાન વાળા. માત્ર કાયયોગ- વાળા છે. સાકાર ઉપયોગવાળા છે અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ભગવન્! તે એકેન્દ્રિય જીવોનાં શરીરો કેટલા વર્ષવાળાં હોય છે-ઇત્યાદિ ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે સર્વ અર્થના પ્રશ્નો કરવા. હે ગૌતમ ! ઈત્યાદિ. ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવા તેઓ ઉચ્છવાસવાળા, નિઃશ્વાસવાળા અને ઉછુવાસનિઃશ્વાસ વિનાના પણ છે. આહારક અને અનાહારક છે. અવિરતિવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org