________________
૫૧૪
ભગવઈ - ૩૪/૧/ર/૧૦૩૫ (શતકઃ ૩૪ શતક-શતક-૧-૨ઉદ્દેશક ૨ઃ-). [૧૦૩૫] હે ભગવન્! અનન્તરોપપન એકેંટિયો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ! પાંચ પ્રકારના. પૃથિવીકાયિક વગેરે. તેના બે ભેદ જેમ એકેદ્રિય શતકોમાં કહ્યા છે તેમ યાવતુ-બાદર વનસ્પતિકાયિક સુધી કહેવા. અનન્તરોપપન બાદર પૃથિવી કાયિ- સ્વસ્થાનની અપેક્ષાએ આઠે પૃથિવીઓમાં, તે આ પ્રમાણે-રત્નપ્રભામાં-ઇત્યાદિ જેમ સ્થાનપદમાં કહ્યું છે તેમ ધાવતુ-દ્વીપોમાં અને સમુદ્રોમાં અનન્તરોપાન પૃથિવી કાયોકોનાં સ્થાનો કહ્યાં છે. ઉપપાતની અપેક્ષાએ સર્વ લોકમાં અને સમુદ્યાતને આશ્રયી સર્વ લોકમાં છે. સ્વસ્થાનને અપેક્ષી તેઓ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. અનંતરોપાન સૂક્ષ્મ પૃથિવીકાયિકો બધા એક પ્રકારના વિશેષતા યા ભિન્નતા રહિત છે. તથા તેઓ સર્વલોકમાં વ્યાપ્ત છે. એ રીતે એ ક્રમવડે બધા એ કેંદ્રિયો સંબંધે કહેવું. તે બધાનાં સ્વસ્થાને સ્થાનપદમાં કહ્યા પ્રમાણે જાણવાં. જેમ પયપ્તિ બાદર એકેન્દ્રિયના ઉપપાત, સમૃઘાત અને સ્વસ્થાનો કહ્યા છે તેમ અપર્યાપ્ત બાદર એકેંદ્રિયોનાં જાણવાં. જેમ સૂક્ષ્મ પૃથિવી- કાયિકોનાં ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાનો કહ્યા છે તેમ બધા સૂક્ષ્મએકેન્દ્રિયોના યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવા.હે ભગવનું ! અનન્તરોપપન્ન સૂક્ષ્મ પૃથિવી- કાયિકોને આઠ કર્મપ્રવૃતિઓ કહી છે-ઇત્યાદિ જેમ એકેંદ્રિય શતકોમાં અનન્તરોપપન ઉદ્દેશકને વિષે કહ્યા પ્રમાણે કર્મપ્રકતિ- ઓ કહેવી. થાવત્ તેજ રીતે બાંધે છે, તે જ રીતે વેદે છે, યાવતુ-અનન્તરોપપન્ન બાદર વનસ્પતિ કાયિક સુધી સમજવું. હે ભગવન ! અનન્તરોપપન્ન એકેટિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ જેમ ઓધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ અહીં જાણવું.
હે ભગવન્! અનંતરોપપન એકેંદ્રિયોને કેટલા સમુદ્યાતો કહ્યા છે? બે. વેદના સમુદ્રઘાત અને કષાયસમુદ્યાત. તુલ્ય સ્થિતિવાળા- અનંતરોપાન એકેદ્રિયો કેટલાક તુલ્યસ્થિતિવાળા એકેદ્રિયો તુલ્ય વિશેષાધિક કર્મ બાંધે છે, કેટલાક જુદું જુદું વિશેષા ધિક કર્મ બાંધે છે. હે ગૌતમ ! અનંતરોપપન એકેંદ્રિયો બે પ્રકારના કહ્યા છે. તેમાં જે સમાન આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા છે તેઓ તુલ્ય સ્થિતિવાળા હોઈ તુલ્ય વિશેષાધિક કર્મ બાંધે છે અને જેઓ તુલ્ય સ્થિતિવાળા અને વિષમીપપન્ન-જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા છે તેઓ તુલ્યસ્થિતિવાળા અને જુદું જુદું વિશેષાધિક કર્મ બાંધે છે.
(શતકઃ ૩૪ શતક-શતક- ઉદેશક૭થી ૧૧-) [૧૦૩૬) હે ભગવન્! પરંપરોપપન એકેંદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના પૃથિવીકાયિક વગેરે તેના ચાર ભેદ યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવા. હે ભગવન્! જે પરંપરોપપન્ન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાંતમાં મરણ સમુદ્યાત કરી આ રત્નપ્રભા પૃથિવીના યાવતુ-પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્કેટલા સમયની વિગ્રહગતિથી ઉપજે ? એ રીતે એ અભિલાપથી જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો તેમ યાવતુ લોકચરમાંત સુધી જાણવું. હે ભગવન્! પરંપરોપપન્ન બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો ક્યાં કહ્યાં છે? હે ગૌતમ ! સ્વસ્થાનને અપેક્ષી આઠે પૃથિવીમાં છે. એ રીતે જેમ પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવત્ તુલ્યસ્થિતિવાળા સુધી જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org