________________
૪૮૮
ભગવાઈ- ૨૫૩-૭૯૬૨ યોગ્ય, આલોચના અને પ્રતિક્રમણ બન્નેને યોગ્ય, વિવેક, કાયોત્સર્ગને યોગ્ય, તપને યોગ્ય, દીક્ષાપયયિના છેદને યોગ્ય, મૂળને યોગ્ય-ફરીથી મહાવ્રત લેવા યોગ્ય, અનવ સ્થાપ્યાહ, પારાંચિક.
[૯૩-૯૬૯) તપના બે પ્રકાર છે-બાહ્ય અને અભ્યન્તર. બાહ્ય તપના છ પ્રકાર છે- અનશન, ઊનોદરી,ભિક્ષાચય, રસનો ત્યાગ કરવો, કાયક્લેશ-પ્રતિસલીનતા અન શનના બે પ્રકાર ઈ–રિક-માવત્રુથિક ઇત્વરિક અનશન અનેક પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ચતુર્થ ભક્ત, ષષ્ઠ ભક્ત, અષ્ટમ ભક્ત,દશમ ભક્ત,દ્વાદશ ભક્ત, ચતુર્દશ ભક્ત, અર્ધમાસિક ભક્ત, માસિક ભક્ત, દ્વિમાસિકભક્ત, ત્રિમાસિકભક્ત, યાવતુષમા સિક ભક્ત યાવત્કથિત અનશનના બે પ્રકાર છે.-પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે-નિહારિમ અને અનિહરિમ. તેમાં અનિહરિમ અનશન અવશ્ય સેવાદિ પ્રતિકર્મરહિત છે. ભક્તપ્રત્યાખ્યાનના બે પ્રકાર છે-નિહારિમ અને અનિહરિમ. તે બને અવશ્ય સેવાદિ પ્રતિકર્મવાળાં છે.
ઊનોદરિકાના બે પ્રકાર છે, દ્રવ્યઊનોદરિકા અને ભાવનોદરિકા. દ્રવ્યઊનોદરિકાના બે પ્રકાર છે, ઉપકરણદ્રવ્ય-ઊનોદરિકા અને ભક્તપાનદ્રવ્ય- ઊનોદરિકા. ઉપકરણદ્રવ્યઊનોદરિકાના ત્રણ પ્રકારએક વસ્ત્ર, એક પાત્ર, સંતોએ ત્યાગ કરેલા વસ્ત્ર પાત્ર સિવાયના ઉપકરણોનો ઉપભોગ કરવો. કુકડીના ઈડા પ્રમાણ આઠ કોળિયા આહાર લે તે અલ્પાહારી કહેવાય અને જે બાર કોળિયા આહાર લે-ઇત્યાદિ બધું સાતમાં શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વાવતુ-તે પ્રકામ રસનો ભોજી ન કહેવાય ત્યાં સુધી કહેવું. ભાવઊનોદરિકા અનેક પ્રકારની ક્રોધ ઓછો કરવો, યાવતુ-લોભ ઓછો કરવો; અલ્પ બોલવું, ધીમે બોલવું, ગુસ્સામાં નિરર્થક બહુ પ્રલાપ ન કરવો, દયસ્થ કોપ ઓછો કરવો.
ભિક્ષાચય અનેક પ્રકારની છે. દ્રવ્યાભિગ્રહચરભિક્ષામાં અમુક ચીજોને જ ગ્રહણ કરવાના નિયમપૂર્વક ભિક્ષા કરે, અમુક ક્ષેત્રના અભિગ્રહ પૂર્વક ભિક્ષા કરેઈત્યાદિ જેમ ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું.
રસપરિત્યાગના અનેક પ્રકાર છે. વૃતાદિ વિકૃતિ વિગઈ) નો ત્યાગ કરવો, સ્નિગ્ધ રસવાળું ભોજન ન કરવું-ઈત્યાદિ જેમ ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું.
કાયક્લેશ અનેક પ્રકારનો છે. કાયોત્સગદિ આસને રહેવું, ઉત્કટાસને રહેવુંઇત્યાદિ ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું.
પ્રતિસંલીનતા ચાર પ્રકારની ઇન્દ્રિયપ્રતિસલીનતા, કષાયપ્રતિસંલીનતા, યોગ સંલીનતા, અને વિવિક્તશયનાસનસેવન, ઈદ્રિયપ્રતિ-સંલીનતાના પાંચ પ્રકાર છેશ્રોત્રેન્દ્રિયના વિષય પ્રચારને રોકવો કે શ્રોત્રેન્દ્રિદ્વારા પ્રાપ્ત થયેલ વિષયમાં રાગદ્વેષનો નિરોધ કરવો, યાવતુ સ્પર્શનેન્દ્રિયના વિષય પ્રચારનો નિરોધ કરવો અને સ્પર્શનેન્દ્રિય દ્વારા અનુભવેલ પદાર્થોને વિષે રાગદ્વેષનો નિગ્રહ કરવો. કષાયપ્રતિસંલીનતાના ચાર પ્રકાર છે- ક્રોધના ઉદયનો નિરોધ કરવો, અથવા ઉદય પ્રાપ્ત ક્રોધને નિષ્ફળ કરવો. એ પ્રમાણે યાવતુ-લોભના ઉદયનો નિરોધ કરવો કે ઉદય પ્રાપ્તલોભને નિષ્ફળ કરવો. યોગસંલીનતાના ત્રણ પ્રકાર છે- અકુશલ મનનો વિરોધ કરવો કુશલ મનની પ્રવૃત્તિ કરવી અને મનને એકાગ્રસ્થિર કરવું. અકુશલ વચનનો નિરોધ કરવો, કુશલ વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org