Book Title: Agam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 499
________________ ૪૯૬ ભગવાઈ - ૨૭--૯૯૧ કર્યું હતું, કરતો નથી અને કરશે નહિ. હે ભગવન્! વેશ્યાવાળા જીવો પાપ કર્મ કર્યું હતુંઇત્યાદિ પૂર્વોક્ત પાઠ વડે બંધિશતકમાં બે વક્તવ્યતા કહી છે તે બધી વક્તવ્યતા અહીં કહેવી. તેમજ નવ દંડક સહિત અગિયાર ઉદ્દેશકો પણ અહીં કહેવા. | શતક ૨૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ - શતકઃ ૨૮: - ઉદ્દેશક૧ થી ૧૧ઃ[૯૯૨] હે ભગવન્! જીવોએ કઈ ગતિમાં પાપ કર્મનું સમર્જન-ગ્રહણ કર્યું હતું અને કઈ ગતિમાં પાપ કર્મનું આચરણ કર્યું હતું? હે ગૌતમ! બધા જીવો તિર્યંચયોનિમાં હતા, અથવા બધા જીવો તિર્યંચયોનિમાં અને નૈરયિકોમાં હતા, અથવા બધા જીવો તિર્યંચયોનિમાં અને મનુષ્યોમાં હતા અથવા બધા જીવો તિર્યંચયોનિમાં અને દેવોમાં હતા, અથવા બધા જીવો તિર્યંચયોનિમાં, નૈરયિકોમાં અને મનુષ્યોમાં હતા, અથવા બધા જીવો તિર્યંચયોનિમાં, નરયિકોમાં અને દેવોમાં હતા, અથવા બધા જીવો તિર્યંચયોનિમાં, મનુષ્યોમાં અને દેવોમાં હતા, અથવા બધા તિર્યંચયોનિમાં, નૈરયિકોમાં, મનુષ્યોમાં અને દેવોમાં હતા. અને તે ગતિમાં તેઓએ પાપકર્મનું સમર્જન ને સમાચરણ કર્યું હતું.] લેધ્યાવાળા જીવોનામાં પાપ કર્મનું સમર્થન અને સમાચરણ સંબંધે પૂર્વની પેઠે જાણવું. કૃષ્ણલેશ્યાવાળા યાવતુ-અલેશ્યા-કૃષ્ણપાક્ષિક, શુદ્ધપાક્ષિક, યાવત્ -અનાકાર ઉપયોગવાળા સંબંધે પણ એજ પ્રમાણે સમજવું.હે ભગવન્! નૈરયિકોએ કંઈ ગતિમાં પાપકર્મ ઉપાર્જન કર્યું હતું અને કઈ ગતિમાં પાપ કર્મનું આચરણ કર્યું હતું? હે ગૌતમ ! બધાય જીવો તિર્યંચ- યોનિકોમાં હતા-ઇત્યાદિ પૂર્વની પેઠે આઠે ભાંગા કહેવા, એ પ્રમાણે યાવતુ-અનાકારોપયોગવાળા સંબંધે સમજવું. અને યાવતુ-વૈમાનિકો સુધી એજ રીતે જાણવું. એમ જ્ઞાનાવરણીય, યાવતુ-અંતરાય કર્મવડે પણ દંડક કહેવો. એમ જીવથી માંડીને વૈમાનિક પર્યન્ત નવ દંડક થાય છે. | [૯૯૩] હે ભગવન્! અનંતપરોપપન નૈરયિકોએ કઈ ગતિમાં પાપ કર્મનું સમર્થન કર્યું અને કઈ ગતિમાં પાપ કર્મનું સમાચરણ કર્યું હે ગૌતમ ! તે બધા ય તિર્યંગ્યાનિકોમાં હતા. એમ અહીં પણ આઠ ભાંગા જાણવા. અનંત-રોપાનક નૈરયિકોને અપેક્ષી જેને જે વેશ્યાદિક અનાકાર ઉપયોગ સુધી હોય તે બધું વિકલ્પથી થાવતુ-વૈમાનિકો સુધી કહેવું. પણ વિશેષ એ કે, જે અનંતરોપપન્ન જીવોમાં જે જે બાબત (મિશ્રદ્રષ્ટિ, મનોયોગ, વચનયોગાદિ) પરિહાર કરવા યોગ્ય હોય તે તે બાબત બંધિ શતકમાં કહ્યા પ્રમાણે પરિહરવી. એ રીતે જ્ઞાનાવરણીય અને યાવતુ-અંતરાય કર્મ વડે પણ નવ દંડકસહિત આ ઉદ્દેશક કહેવો. [૯] એમ એજ ક્રમથી જેમ બંધિશતકમાં ઉદ્દેશકોની પરિપાટી કહી છે તેમ અહીં પણ આઠે ભાંગામાં જાણવી. પરન્તુ વિશેષ એ કે, જેને જે હોય તેને તે છેલ્લા ઉદ્દેશક સુધી કહેવું. એમ બધા મળીને અગિયાર ઉદ્દેશકો થાય છે. શતકઃ ૨૮-ઉદેસા-૧થી ૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532