________________
૪૯૪
ભગવાઈ - ૨દા-ર/૯૮૧ પૂર્વવતું પૃચ્છા. હે ગૌતમ કોઇએ બાંધ્યું હતું-ઇત્યાદિ પહેલો અને બીજો ભાગો કહેવો. હે ભગવન્! લેશ્યાવાળા અનન્તરોપપન નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! અહીં પહેલો અને બીજો ભાંગો કહેવો. એમ વેશ્યાદિ બધા પદોમાં પહેલો અને બીજો ભાગો કહેવો. પણ સમ્યમ્મિથ્યાત્વ મનોયોગ અને વચનયોગ સંબધે ન પૂછવું. એ પ્રમાણે યાવતુ-સ્વનિતકમારો સુધી જાણવું. બેઇજિય, તે ઇન્દ્રિય, અને ચઉરિન્દ્રિયને વચનયોગ ન કહેવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને સમ્યુગ્મિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિભંગ જ્ઞાન, મનોયોગ અને વચનયોગ-એ પાંચ પદો ન કહેવાં. મનુષ્યોને અલેશ્યપણું, સમ્ય શ્મિથ્યાત્વ, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, નોસંજ્ઞોપયોગ,અવેદક, અકષા યિત્વ, મનોયોગ, વચનયોગ અને અગિત્ય-એ અગિયાર પદો ન કહેવા. જેમ નૈરયિ કોને કહ્યું છે તેમ વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકને પણ પૂર્વોક્ત ત્રણ પદ ન કહેવા. બાકીનાં બધા સ્થાને પહેલો અને બીજો ભાંગો જાણવો. એકેન્દ્રિયને સર્વત્ર પહેલો અને બીજો ભાંગો કહેવો. જેમ પાપકર્મ સંબધે કહ્યું તેમ જ્ઞાનાવરણીય કર્મ સંબંધે પણ દંડક કહેવો. એ રીતે આયુષ સિવાય યાવતુ-અંતરાય કર્મ પણ દેડક કહેવો.અનંતરોપાન નૈરયિકે પૂર્વે આયુષ કર્મ બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે.લેશ્યાવાળા અનન્ત. રોપપન્ન નૈરયિકે આયુષ કર્મ સંબંધે ત્રીજો ભાંગો જાણવો. એ પ્રમાણે યાવતુ અનાકાર ઉપયોગ સુધી બધે ત્રીજો ભાંગો જાણવો. એમ મનુષ્ય સિવાય યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. મનુષ્યોને બધે ત્રીજા અને ચોથો ભાગો જાણવો. પરન્તુ વિશેષ એ કે, કૃષ્ણપાક્ષિકને ત્રીજો ભાંગો કહેવો. બધામાં પૂર્વ પ્રમાણે ભિન્નતા જાણવી.
(શતક ૨૬ ઉદ્દેશકઃ ૩થી ૧૦:-) [૯૮૨) હે ભગવન્! શું પરંપરોપપન નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઈત્યાદિ પૃચ્છા. કોઈકે બાંધ્યું હતું-ઇત્યાદિ પહેલો અને બીજો ભાંગો સમજવો. જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો છે તેમ પરંપરોપપન્ન નૈરયિકાદિસંબંધે પાપકમદિ નવ દંડક સહિત આ ઉદ્દેશક કહેવો. આઠ કર્મ પ્રવૃતિઓમાં જેને જે કર્મની વક્તવ્યતા કહી છે તેને તે કર્મની વક્તવ્યતા કહેવી. એ પ્રમાણે યાવતુ-અનાકાર ઉપયોગવાળા વૈમાનિકો સુધી જાણવું.
[૯૮૩] હે ભગવન્! શું અનંતરાવગાઢ નૈરયિકે પાપ કર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ અનંતરોપપનની સાથે પાપકમદિ નવદંડકસંગૃહીત ઉદ્દેશક કહ્યો તેમ અનંતરાવગાઢ નૈરયિકાદિ સંબંધે પણ વૈમાનિક સુધી ઉદ્દેશક કહેવો.
[૯૮૪] હે ભગવન્! શું પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા.જેમ પરંપરોપપત્નક સંબધે ઉદ્દેશક કહ્યો તેમ પરંપરાવગાઢ સંબંધે પણ કહેવો.
[૯૮૫ હે ભગવન્! શું અનન્તરાહારક (આહારના પ્રથમસમયે વર્તમાન) નૈર યિકે પાપકર્મ બાંધ્યું હતું-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ અનન્તરો પપન સંબધે ઉદ્દેશક કહ્યો તેમ અનન્તરાબક સંબંધે પણ સંપૂર્ણ ઉદ્દેશક કહેવો. “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે.
[૯૮૬]શું પરંપરહારક નૈરયિકે પાપકર્મ બાંધ્યું-ઇત્યાદિ પૃચ્છા. પરંપરોપાનક સંબંધે ઉદેશક કહ્યો છે તે જ રીતે પરંપરાહારક સંબંધે પણ કહેવો.
[૯૮૭] હે ભગવન્! શું અનંતરપર્યાપ્ત નૈરયિકે પાપ કર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org