________________
શતક-૨૬, ઉદેસો-૧
૪૯૩ ગૌતમ ! કોઈ જીવે બાંધ્યું હતું- ઇત્યાદિ ચારે ભાંગા જાણવા. વેશ્યાવાળા જીવો અને થાવતુ-શુલ્કલેશ્યાવાળા જીવોને ચાર ભાંગા જાણવા, અને વેશ્યારહિત જીવને છેલ્લો ભાંગો જાણવો. કૃષ્ણપાક્ષિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! કોઈ જીવે આયુષ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે. અથવા કોઈ જીવે આયુષ બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે. શુક્લપાક્ષિક, સમ્યગૃષ્ટિ અને મિથ્યાવૃષ્ટિ જીવોને ચારે ભાંગા જાણવા. સમ્યમૈિથ્યાદ્રષ્ટિ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! કોઈક મિથ્યાદ્રષ્ટિ જીવે આયુષ બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે, કોઈક જીવે બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે નહીં. જ્ઞાની, યાવતુઅવધિજ્ઞાનીને ચારે ભાંગા કહેવા. કોઇક મનપર્યવજ્ઞાનીએ આયુષ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે. કોઇએ બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે નહીં. કેવલજ્ઞાનીને છેલ્લો ભાંગો જાણવો. એજ પ્રકારે એ ક્રમવડે નોસંજ્ઞામાં ઉપયુક્ત જીવ સંબંધે બીજા ભાંગા સિવાય બાકીના ત્રણે ભાંગા મન:પર્યવજ્ઞાનીની પેઠે જાણવા. વેદરહિત અને અકષાયી જીવને સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિની પેઠે ત્રીજા અને ચોથો ભાંગો કહેવો, અયોગીને વિષે છેલ્લો ભાંગો કહેવો અને બાકીનાં પદોને વિષે ચારે ભાંગા યાવતુ-અનાકાર ઉપયોગવાળા જીવ સુધી જાણવા. - હે ભગવન્! શું નૈરયિક જીવે આયુષ કર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! કોઇક નૈરયિક જીવે બાંધ્યું હતું-ઇત્યાદિ ચાર ભાંગા કહેવા. એ પ્રમાણે બધે સ્થાને પણ નૈરયિકો સંબંધે ચાર ભાંગા જાણવા. પરન્તુ વિશેષ એ કે, કૃષ્ણલેશ્યાવાળા અને કૃષ્ણપાક્ષિકને પહેલો અને ત્રીજો ભાંગો જાણવો, સમ્યશ્મિથ્યાદ્રિષ્ટિમાં ત્રીજી અને ચોથો ભાંગો કહેવો.અસુરકુમારોમાં એજ રીતે જાણવું, પણ વિશેષ એ કે કૃષ્ણલેશ્યાવાળા, જીવોને ચાર ભાંગા કહેવા. બાકી બધું નૈરયિકોની પેઠે સમજવું. એ રીતે યાવતુ-સ્વનિતા કુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકોને બધે ઠેકાણે ચારે ભાંગા કહેવા. પણ વિશેષ એ કે કૃષ્ણ પાક્ષિકમાંપહેલો અને ત્રીજો ભાંગો કહેવો.તેજોલેશ્યાવાળા સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! તેણે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાધશે. બાકી બધે સ્થળે ચાર ભાંગા કહેવા. એ પ્રમાણે અપ્લાયિક અને વનસ્પતિકાયિકને પણ બધું જાણવું. તેજસ્કાયિક અને વાયુકાયિકને વિષે બધે પહેલો અને ત્રીજો ભાંગો કહેવો. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયને બધે પહેલો અને ત્રીજો ભાંગો જાણવો.પણ વિશેષ એ કે, સમ્યકત્વ, જ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન સંબંધે ત્રીજો ભાગો કહેવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને કષ્ણપાક્ષિક સંબંધે પહેલો અને ત્રીજો ભાંગો કહેવો. સમ્મિથ્યાત્વમાં ત્રીજા અને ચોથો ભાંગો કહેવો. સમ્યકત્વ, જ્ઞાન, આભિનિબોધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન-એ પાંચે પદોમાં બીજા ભાંગા સિવાય બાકીના ત્રણે ભાંગા કહેવા, અને બાકીનાં પદોમાં ચારે ભાંગા કહેવા.જેમજીવોસંબધે કહ્યું છે તેમ મનુષ્યોને પણ કહેવું. પણ વિશેષ એ કે, સમ્ય કત્વ,ઔધિકજ્ઞાન,મતિજ્ઞાન,શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન-એબધાપદોમાં બીજા ભાંગા સિવાય બાકીના ત્રણે ભાંગા કહેવા અને બાકી બધું પૂર્વોક્ત જાણવું. જેમ અસુરકુમારો સંબંધે કહ્યું છે. તેમ વાનવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક સંબંધે પણ કહેવું. જેમ જ્ઞાનાવરણીય કર્મ સંબંધે કહ્યું છે તેમ નામ, ગોત્ર અને અંતરાય સંબંધે પણ કહેવું.
(શતકારક ઉદ્દેશકર ) [૯૮૧) હે ભગવન્! શું અનન્તરોપપન્ન નૈરયિકે પાપ કર્મ બાધ્યું હતું-ઇત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org