________________
૪૯૮
ભગવઈ - ૨૯-/૧ થી ૧૧૯૯૬ ઉત્પન્ન થયેલા છે તેઓ પાપ કર્મને ભોગવવાની શરૂઆત તો એક કાળે કરે છે અને તેનો અંત જુદા જુદા કાળે કરે છે. હે ભગવન્! લેશ્યાવાળા અનંતરોપપન નૈરયિકો પાપકર્મને ભોગવવાની શરુઆત એક કાળે કરે છે-ઈત્યાતિ પૃચ્છા. હે ગૌતમ ! પૂર્વની પેઠે જાણવું. એ રીતે યાવતુ અનાકાર ઉપયોગવાળા સુધી સમજવું. એમ અસુરકુમારી અને યાવતુ-વૈમાનિકો સંબંધે પણ જાણવું. પણ વિશેષ એ કે, જેને જે હોય તેને તે કહેવું. એ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મ સંબંધે પણ દંડક કહેવો, અને એમ યાવતુ-અંતરાય કમી સુધી જાણવું.
[૯૯૭] એમ એ પાઠવડે જેમ બંધિશતકમાં ઉદ્દેશકની પરિપાટિ કહી છે તે બધી ઉદ્દેશકની પરિપાટી અહીં પણ યાવતુ અચરમ ઉદ્દેશક સુધી કહેવી. અનન્તરસંબંધી ચારે ઉદ્દેશકોની એક વક્તવ્યતા કહેવી. બાકીના ઉદ્દેશકોની એક વક્તવ્યતા સમજવી. શતક ૨૯-ઉદેસા-૧-૧૧નીમુન દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(શતક-૩૦)
- ઉદ્સો -૧ [૯૯૮] હે ભગવન્! કેટલા સમવસરણો-મતો-કહ્યા છે? હે ગૌતમ ! ચાર. ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. હે ભગવન્! શું જીવો ક્રિયા વાદી છે, અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી છે અને વિનયવાદી પણ છે. હે ભગવન્! શું લેશ્યાવાળા જીવો ક્રિયાવાદી છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! તેમજ છે. એ પ્રમાણે યાવતુશુક્લલેશ્યાવાળા જીવો સંબંધે સમજવું. લેગ્સારહિત યાવતુ ક્રિયાવાદી છે, પણ અક્રિયાવાદી વિનયવાદીનથી. કૃષ્ણપાક્ષિક જીવો ક્રિયાવાદી નથી, પણ અક્રિયાવાદી યાવતુ વિનયવાદી છે. શુક્લપાક્ષિકો વેશ્યાવાળા જીવોની પેઠે જાણવા અને સમ્યવૃષ્ટિ જીવોલેશ્યરહિત જીવોની પેઠે જાણવા. મિથ્યાદ્રષ્ટિને કષ્ણપાક્ષિક જીવોની પેઠે જાણવું.
હે ભગવન્! શું સમ્મશ્મિથ્યાવૃષ્ટિ જીવો ક્રિયાવાદી છે-ઇત્યાદિ પૃચ્છા.હે ગૌતમ ! તેઓ ક્રિયાવાદી નથી, અક્રિયાવાદી નથી, પણ અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. લેશ્યારહિત જીવોની પેઠે જ્ઞાની અને યાવતુ-કેવલજ્ઞાની જીવો જાણવા, તથા અજ્ઞાની અને યાવતુ-વિર્ભાગજ્ઞાનીજીવો કૃષ્ણપાક્ષિક જીવોની પેઠે જાણવા.આહારસંજ્ઞામાં યાવતુપરિગ્રહસંજ્ઞામાં ઉપયોગવાળા જીવો વેશ્યાવાળા જીવોની જેમ જાણવા. નોસંજ્ઞામાં ઉપયોગવાળા જીવો વેશ્યારહિત જીવોની પેઠે જાણવા. વેદવાળા અને યાવતુ-નપુંસક વેદવાળા વેશ્યાવાળા જીવોની પેઠે સમજવા. વેદરહિત જીવો વેશ્યા રહિત જીવોની જેમ જાણવા. સકષાયી અને યાવતુ-લોભકષાયી લેગ્યાસહિત જીવોની જેમ સમજવા. અકષાયી જીવો વેશ્યારહિત જીવોની પેઠે જાણવા. યાવતુ-કાયયોગી વેશ્યાવાળા જીવોની જેમ જાણવા. અયોગી જીવો વેશ્યારહિત જીવોની પેઠે સમજવા. સાકાર અને અનાકાર ઉપયોગવાળા જીવો સળેશ્ય જીવોની જેમ જાણવા. નૈરયિકો ક્રિયાવાદી છે, અને યાવતુ-વિનયવાદી પણ છે. હે ભગવનું ! શું લેશ્યાવાળા નૈરયિકો ક્રિયાવાદી છેઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! પૂર્વ પ્રમાણે જાણવું. એ રીતે યાવત-કાપોતલેશ્યાવાળા નૈરયિકો સુધી જાણવું. કૃષ્ણપાક્ષિક નૈરયિકો ક્રિયાવાદી નથી. એ ક્રમ પ્રમાણે જીવો વિષે જે વક્તવ્યતા કહી છે તેજ વક્તવ્યતા નૈરયિકો સંબંધે પણ સમજવી. તથા એ રીતે યાવતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org