________________
૫૦૦
ભગવાઈ - ૩૦-૧૯૯૮ દેવનું આયુષ બાંધે છે. કેવલ- જ્ઞાનીને લેક્ષારહિત જીવોની પેઠે જાણવું. અજ્ઞાની, યાવતુવિર્ભાગજ્ઞાનીને કૃષ્ણ- પાક્ષિ- કોની જેમ સમજવું. ચારે સંજ્ઞામાં ઉપયોગવાળા જીવોને વેશ્યાવાળા જીવોની જેમ સમજવું. નોસંજ્ઞામાં ઉપયોગવાળા જીવોને મન:પર્યવ જ્ઞાનીની જેમ જાણવું. વેદવાળા અને યાવતુ-નપુંસકદેવવાળાને વેશ્યાવાળાની જેમ અને વેદ વિનાના જીવોને વેશ્યારહિત જીવની પેઠે સમજવું. કષાયવાળા અને ભાવતુ-લોભક ” પાયવાળા જીવોને, વેશ્યાવાળા જીવની જેમ જાણવું. કષાયરહિત જીવોને, લેફ્સારહિત જીવોની જેમ જાણવું. યોગવાળા અને યાવતુ-કાયયોગવાળા જીવો વેશ્યાવાળા જીવોની જેમ જાણવા. યોગરહિત જીવોને લેયારહિત જીવોની પેઠે સમજવું. સાકારો:યોગવાળા અને અનાકારોપયોગવાળાને વેશ્યાવાળા જીવોની જેમ જાણવું.
[૯૯૯] હે ભગવન્! ક્રિયાવાદી નૈરયિકો શું નૈરયિકનું આયુષ બાંધે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તેઓ ફક્ત મનુષ્યનું આયુષ બાંધે છે.અક્રિયાવાદી નૈરયિકો તિર્યંચ અને મનુષ્યનું આયુષ બાંધે છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી સંબંધે પણ જાણવું.લેશ્યાવાળા ક્રિયાવાદી નૈરયિકો બધા એક મનુષ્યનું જ આયુષ બાંધે છે, અને જેઓ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી છે તેઓ બધાં સ્થાનોમાં પણ તિર્યંચ અને મનુષ્યનું આયુષ બાંધે છે. પણ વિશેષ એ કે, સમ્યુગ્મિથ્યાદ્રષ્ટિ ઉપરનાં અજ્ઞાન વાદી અને વિનયવાદી-એ બે સમવસરણમાં જેમ જીવપદમાં કહ્યું છે તેમ કોઈ પણ આયુષનો બન્ધ કરતો નથી. જેમ નૈરયિકોને કહ્યું તેમ યાવતુ-સ્વનિતકુમારોને પણ સમ જવું. હે ભગવન્અક્રિયાવાદી પ્રથિવીકાયિકો તિર્યંચ અને મનુષ્યનું આયુષ બાંધે છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી સંબંધે પણ સમજવું. હે ભગવન્! વેશ્યાવાળા પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. એ પ્રમાણે જે જે પદ પૃથિવીકાયિક સંબંધે હોય તે તે પદ સંબંધી વચ્ચેના (અક્રિયાવાદી અને અજ્ઞાનવાદીના) બે સમવસરણોમાં પૂર્વે કહ્યા પ્રમાણે બે પ્રકારનું મનુષ્પાયુષ અને તિર્યંચાયુષ બાંધે છે. પરંતુ તેજો- લેગ્યામાં કોઈ પણ આયુષનો બન્ય કરતો નથી. એ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક સંબંધે પણ સમજવું. અગ્નિકાય અને વાયુકાય બધાં સ્થાનોમાં વચલાં બે સમવસરણોને આશ્રયી માત્ર તિર્યંચનું આયુષ બાંધે છે. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોને પૃથિવીકાયિકોની પેઠે જાણવું, પણ સમ્યકત્વ અને જ્ઞાનમાં તેઓ એક પણ આયુષનો બન્ધ કરતા નથી.
હે ભગવન્! ક્રિયાવાદી પંચેદ્રિય તિર્યંચયોનિક જીવો શું નૈરયિકનું આયુષ બાંધેઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! મન:પર્યવજ્ઞાનીને પેઠે જાણવું. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેદ્રિય તિર્યંચયોનિક જીવો ચારે પ્રકારના આયુષનો બન્ધ કરે છે. લેશ્યાવાળા જીવો ઔધિક પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પેઠે કહેવા. કૃષ્ણ- લેશ્યાવાળા ક્રિયાવાદી પંચેદ્રિય તિર્યંચયોનિક જીવો કોઈ આયુષ બાંધતા નથી. અક્રિ- પાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી ચારે પ્રકારના આયુષને બાંધે છે. જેમ કૃષ્ણ - વેશ્યા વાળાને કહ્યું તેમ નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળાને સમજવું. વેશ્યા- વાળાની જેમ તેજલેશ્યાવાળા જાણવા. પરન્તુ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વિનયવાદી દેવનું, તિર્યંચનું અને મનુષ્યનું આયુષ બાંધે છે. એ રીતે પદ્મવેશ્યાવાળા તથા શુક્લ લેશ્યાવાળાને પણ કહેવું. કૃષ્ણપાક્ષિક ત્રણ ક્રિયાવાદી સિવાય બાકીનાં) સમવસરણો વડે ચારે પ્રકારનું આયુષ બાંધે છે. શુક્લપાક્ષિકને વેશ્યાવાળાની પેઠે જાણવું. સમ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org