________________
શતક-૨૯, ઉદેસો-૧ થી ૧૧
૪૯૭ (શતકઃ ૨૯).
- ઉસક-૧થી ૧૧ઃ૯િ૯૫) હે ભગવન્! શું ઘણા જીવો પાપ કર્મને ભોગવવાની શરુઆત એક કાળે કરે છે અને તેનો અંત પણ એક કાળે કરે છે? ભોગવવાની શરુઆત એક કાળે કરે છે અને તેનો અંત ભિન્ન કાળે કરે છે? ભોગવવાની શરુઆત ભિન્ન કાળે કરે છે અને અંત એક કાળે કરે છે કે તેને ભોગવવાની શરૂઆત ભિન્ન કાળે કરે છે અને તેનો અંત પણ ભિન્ન કાળે કરે છે? હે ગૌતમ! તેમજ છે. હે ગૌતમ! જીવો ચાર પ્રકારના કહ્યા છે. કેટલાક જીવો સમાન કાળે આયુષના ઉદયવાળા અને સમકાળે ભવાન્તરમાં ઉત્પન્ન થયેલા, કેટલાક જીવો સમાન કાળે આયુષના ઉદયવાળા અને જુદા જુદા સમયે પરભવમાં ઉત્પન્ન થએલા, કેટલાક જુદા જુદા કાળે આયુષના ઉદયવાળા અને સાથે ઉત્પન્ન થયેલા તથા કેટલાક જુદા કાળે આયુષના ઉદયવાળા અને જુદા જુદા સમયે પરભવમાં ઉત્પન્ન થયેલા હોય છે. તેમાં જે જીવો સમાનકાળે આયુષના ઉદયવાળા અને પરભવમાં સાથે ઉત્પન્ન થયેલા હોય છે તેઓ એકજ કાળે પાપ કર્મને ભોગવવાની શરુઆત કરે છે અને તેનો અંત પણ એક કાળે કરે છે. જે જીવો સમાન કાળે આયુષના ઉદયવાળા અને જુદા જુદા સમયે પરભવમાં ઉત્પન્ન થયેલા હોય છે તેઓ પાપ કર્મને ભોગવવાની શરૂઆત એક કાળે કરે છે અને તેનો અંત પણ જુદા જુદા સમયે કરે છે. જે જીવો જુદા જુદા કાળે આયુષના. ઉદયવાળા અને સાથે પરભવમાં ઉત્પન્ન થયેલા હોય છે તેઓ પાપ કર્મને ભોગવવાની શરુઆત જુદા જુદા કાળે કરે છે અને તેનો અંત એક કાળે કરે છે અને જે જીવો જુદા જુદા કાળે આયુષના ઉદયવાળા અને જુદા જુદા સમયે પરભવમાં ઉત્પન્ન થયેલા છે તેઓ પાપ કર્મને ભોગવવાની શરુઆત જુદા જુદા કાળે કરે છે અને તેનો અંત પણ જુદા જુદા કાળે કરે છે.
' હે ભગવન્! શું લેશ્યાવાળા જીવો પાપ કર્મને ભોગવવાની શરુઆત એક કાળે કરે છે-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે પૂછવું. હે ગૌતમ ! ઉત્તર પૂર્વ પ્રમાણે સમજવો. બધાં સ્થાનોમાં પણ યાવતુ-અનાકાર ઉપયોગવાળા સુધી સમજવું. એ બધાં પદો પણ એ જ વક્તવ્યતાથી કહેવાં. હે ભગવન્! શું નૈરયિકો પાપ કર્મને ભોગવવાની શરૂઆત એક કાળે કરે ઈત્યાદિ પૃચ્છા.જેમ જીવો સંબંધે આગળ જણાવ્યું તેમ નૈરયિકો સંબંધે પણ જાણવું. એમ યાવતુ-અનાકાર ઉપયોગવાળા નૈરયિકો સંબંધે સમજવું. એજ પ્રકારે યાવતુવૈમાનિકો સુધી જેને જે હોય તે તેને આજ ક્રમથી કહેવું. જેમ પાપ કર્મ સંબંધે દંડક કહ્યો તેમ ક્રમવડે જીવથી વૈમાનિકો સુધી આઠે કમપ્રકતિઓ સંબંધે આઠ દંડક કહેવા.
[૯૯૬ અનંતરોપપન નૈરયિકોમાં કેટલાક એક કાળે પાપ કર્મને ભોગવવાની શરુઆત કરે છે અને તેનો અંત પણ એક કાળે જ કરે છે અને કેટલાક એક કાળે પાપ કર્મને ભોગવવાની શરુઆત કરે છે ને તેનો અંત જુદા જુદા સમયે કરે છે. હે ગૌતમ ! અનંતરોપપન્ન નૈરયિકો બે પ્રકારના કહ્યા છે. કેટલાક સમકાળે આયુષના ઉદયવાળા અને સમકાળે પરભવ- માં ઉત્પન્ન થયેલા, અને કેટલાક સમકાળે આયુષના ઉદયવાળા અને જુદા કાળે પાપ- કર્મને ભોગવવાની શરૂઆત કરે છે અને તેનો અંત પણ એક કાળે કરે છે. તથા જેઓ સમકાળે આયુષના ઉદયવાળા અને જુદા જુદા સમયે પરભવમાં [32] Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org