________________
શતક-૨૫, ઉદ્દેસો-૬
૪૮૧
પ્રતિપદ્યમાન કષાયકુશીલો કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે અને ત્રણ હોય, અને ઉત્કૃષ્ટ બે હજારથી નવ હજાર સુધી હોય. પૂર્વપ્રતિપન્ન કષાય કુશીલોને આશ્રયી જઘન્ય અને બે ક્રોડથી નવ ક્રોડ સુધી હોય.એક સમયે નિગ્રંથો પ્રતિપદ્યમાન નિગ્રન્થો કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક બે અને ત્રણ હોય અને ઉત્કૃષ્ટ એકસોને આઠ ક્ષપકશ્રેણિવાળા અને ચોપન ઉપશમ શ્રેણિવાળા મળીને એકસોને બાસઠ હોય. પૂર્વપ્રતિપન્ન નિગ્રંથો કદાચ હોય હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક બે કે ત્રણ નિગ્રંથ ઉત્કૃષ્ટ બસોથી નવસો સુધી હોય. એક સમયે સ્નાતકો પ્રતિપદ્યમાન કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે અને ત્રણ હોય અને ઉત્કૃષ્ટ આઠસો હોય. પૂર્વપ્રતિપન્ન સ્નાતકો જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ક્રોડથી નવ ક્રોડ સુધી હોય. પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક, એ બધામાં નિગ્રંથો સૌથી થોડા છે, તે કરતાં અનુક્રમે પુલાકો સ્નાતકો બકુશો પ્રતિસેવનાકુશીલોઅને કષાયકુશીલો સંખ્યાતગુણ છે.
-:શતક-૨૫ ઉદ્દેશકઃ૭ઃ
[૯૩૬] હે ભગવન્ ! કેટલા સંયતો કહ્યા છે? હે ગૌતમ ! પાંચ સામાયિકસંયત, છેદોપસ્થાપનીયસંત, પરિહારવિશુદ્ધિસકસંયત, સૂક્ષ્મસંપરાયસંયત અને યથાખ્યાત સંયત.સામાયિકસંયત બે પ્રકારે કહ્યા છે, ઇત્વરિક (અલ્પકાલીક) અને યાવત્કથિક (જીવનપર્યંત).છદોપસ્થાપનીયસંયતના બે પ્રકારે કહ્યા છે, સાતિચાર અને નિરતિ ચાર.પરિહારવિશુદ્ધિક સંયતનબે પ્રકારે નિર્વિશમાનક (તપ કરનાર) અને નિર્વિષ્ટ કાયિક (વૈયાવૃત્ત્વ કરનાર).સૂક્ષ્મસંપરાય સંયત બે પ્રકારે સંક્લિશ્યમાનકઅને વિશુધ્ય માનક (ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ પર ચઢતો).
[૯૩૭-૯૪૧]હે ભગવન્ ! યથાખ્યાત સંયતના કેટલા પ્રકાર કહ્યા છે ? હે ગૌતમ ! · બે છદ્મસ્થ અને કેવળી. સામાયિકસ્વીકાર્યા પછી ચાર મહાવ્રતરૂપ પ્રધાન ધર્મને મન, વચન અને કાયથી ત્રિવિધે જે પાળે તે ‘સામાયિકસઁયત' કહેવાય. પૂર્વના પર્યાયનો છેદ કરી જે પોતાના આત્માને પાંચ મહાવ્રતરૂપ ધર્મમાં સ્થાપે તે ‘છેદોપસ્થાપનીયસંયત’ કહેવાય છે. જે પાંચ મહાવ્રતરૂપ અને ઉત્તમોત્તમ ધર્મને ત્રિવિધે પાળતો અમુક પ્રકારનું તપ કરે તે પરિહારવિશુદ્ધિકસંયત' કહેવાય છે. જે લોભના અણુઓને વેદતો ચાહિત્ર મોહને ઉપશમાવે કે ક્ષય કરે તે ‘સૂક્ષ્મસંપરાય’કહેવાય છે અને તે યથાખ્યાતસંયતથી કંઇક ન્યૂન હોય છે. મોહનીય કર્મ ઉપશાન્ત કે ક્ષીણ થયા પછી જે છદ્મસ્થ હોય કે જિન હોય તે યથાખ્યાતસંયત’ કહેવાય.
[૯૪૨] હે ભગવન્ ! સામાયિક સંયત વેદવાળો હોય કે વેદવરહિત હોય ? બંને. જો વેદવાળો સામાયિકસંયત હોય તો તેને બધી હકીકત કષાયકુશીલની પેઠે જાણવી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય- સંયત પણ સમજવો. પરિહારવિશુદ્ધિક સંયત સંબંધી હકી કત પુલાકની પેઠે જાણવી. સૂક્ષ્મસંપરાય સંયત અને યથાખ્યાત સંયત નિથની પેઠે (અવેદક) જાણવા. હે ભગવન્ ! શું સામાયિક સંયત રાગવાળો હોય કે વીતરાગ હોય ? હે ગૌતમ ! તે રાગવાળો હોય, પણ વીતરાગ ન હોય. એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સંયત સંબંધે પણ જાણવું. યથાખ્યાત સંયતને નિગ્રંથની પેઠે જાણવું. સામાયિક સંયત
31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org