________________
શતક-૨૫, ઉદેસો-૬
૪૭૯ નિથ પાંચ કે બે કર્મપ્રવૃતિઓને ઉદીરે. પાંચને ઉદીરતો આયુષ, વેદનીય અને મોહનીય સિવાયની પાંચ કર્મપ્રકૃતિઓને ઉદીરે, અને એને ઉદીરતો નામ અને ગોત્ર એ બે કમપ્રકૃતિઓ ઉદીરે.સ્નાતક બે કર્મને ઉદીરે અથવા ન ઉદીરે. બે ને ઉદારતો નામ અને ગોત્ર કર્મને ઉદીરે છે.
" [૯૨૪] હે ભગવન્! પુલાક પુલાકપણાનો ત્યાગ કરતો શેનો ત્યાગ કરે અને શું પ્રાપ્ત કરે ? હે ગૌતમ ! મુલાકપણાનો ત્યાગ કરે અને કષાયકુશીલપણું પામે કે અસંયતપણું પામે. બકુશ બકુશપણાને છોડતો બકુશપણું છોડે અને પ્રતિસેવાકુશીલપણું, કષાયકુશીલપણું, અસંયમ કે સંયમસંયમને પામે. પ્રતિસેવનાકુશીલ પ્રતિસેવનાકુશી લપણું છોડે અને બકુશપણું, કષાયકુશીલપણું, અસંયમ કે સંયમસંયમ પામે. કષાય કુશીલ કષાયકુશીલપણું છોડતો કષાયકુશીલપણું છોડે અને પુલાકપણું, બકુશપણું, પ્રતિસેવનાકુશીલપણું, નિગ્રંથપણું, અસંયમ કે સંયમસંયમને પામે. નિગ્રંથ નિર્ગથપણું છોડતો નિગ્રંથપણું છોડે અને કષાયકુશીલપણું, સ્નાતકપણું કે અસંયમ પામે.સ્નાતક સ્નાતકપણું છોડતો સ્નાતકપણું છોડે અને સિદ્ધગતિને પામે.
[૯૨૫] હે ભગવન્! પુલાક સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત છે? હે ગૌતમ! સંજ્ઞોપયુક્ત નથી, પણ નોસંજ્ઞોપયુક્ત છે. બકુશ સંજ્ઞોપયુક્ત છે અને નોસંજ્ઞોપયુક્ત પણ છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાય- કુશીલ પણ જાણવા. સ્નાતક અને નિગ્રંથ પુલાકની પેઠે જાણવા.
[૯૨૬] હે ભગવન્! શું પુલાક આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ ! આહારક હોય, પણ અનાહારક ન હોય. એ પ્રમાણે યાવતુ-નિગ્રંથ સુધી જાણવું. સ્નાતક આહારક પણ હોય અને અનાહારક પણ હોય.
૯િ૨૭] હે ભગવન્! મુલાકને કેટલાં ભવગ્રહણ થાય ? હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ ભવગ્રહણ થાય. બકુશને જઘન્ય એક ઉત્કૃષ્ટ આઠ એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સંબધે પણ જાણવું. તથા પુલાકની પેઠે નિગ્રંથને પણ જાણવો.
[૯૨૭] હે ભગવન્! સ્નાતકને કેટલાં ભવગ્રહણ થાય? હે ગૌતમ એક ભવગ્રહણ થાય. હે ભગવન્! મુલાકને એક ભવમાં કેટલા આકર્ષ (ચારિત્રપ્રાપ્તિ) કહેલા છે ? હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ આકર્ષ થાય. બકુશને એક ભવમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ આકર્ષ થાય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સંબધે પણ જાણવું.નિગ્રન્થને જધન્ય એક અને ઉત્કૃષ્ટ બે આકર્ષ થાય. સ્નાતકને એક ભવમાં એક આકર્ષ થાય.
[૯૨૮] હે ભગવન્! મુલાકને અનેક ભવમાં કેટલા આકર્ષ થાય? હે ગૌતમ ! તેને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત આકર્ષ થાય.બકુશને અનેક ભવમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ બે હજારથી નવ હજાર સુધી આકર્ષ હોય. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સંબંધે પણ જાણવું. નિગ્રંથને અનેક ભવમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ પાંચ આકર્ષ થાય. સ્નાતકને અનેક ભવમાં એક પણ આકર્ષ ન થાય.
[૯૨૯] હે ભગવન્! પુલાક કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે ? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે. બકુશ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org