________________
શતક-૨૫, ઉદ્દેસો-૬
૪૭૭
હીન છે, તુલ્ય છે કે અધિક છે ? હે ગૌતમ !અધિક છે, અને તે અનંતગુણ અધિક છે. બકુશ પુલાકના પસ્થાન અધિક છે, અને તે અનંતગુણ અધિક છે. બકુશ બકુશના સજા તીય ચારિત્રપર્યાયને આશ્રયી કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય, અને કદાચ અધિક હોય. જો હીન હોય તો તે છસ્થાનક પતિત હોય. બકુશ પ્રતિસેવાકુશીલના વિજાતીય ચારિત્રપર્યવોથી શું હીન છે ? હા ગૌતમ ! છસ્થાનકપતિત હોય. એ પ્રમાણે કષાયકુશી લની અપેક્ષાએ પણ જાણવું. બકુશ નિગ્રંથના વિજાતીય ચારિત્રપર્યાયની અપેક્ષાએ હીન છે, અને તે અનંતગુણ હીન છે. એ પ્રમાણે સ્નાતકની અપેક્ષાએ પણ સમજવું. તથા પ્રતિસેવનાકુશીલને એજ પ્રમાણે બકુશની વક્તવ્યતા કહેવી. કષાયકુશીલને એજ પ્રમાણે જાણવું. પરન્તુ પુલાકની અપેક્ષાએ કષાયકુશીલ છસ્થાનપતિત હોય છે.
નિગ્રંથ પુલાકના પરસ્થાનસંનિકર્ષ હે ગૌતમ ! તે હીન નથી, તુલ્ય નથી પણ અધિક છે, અને તે અનંતગુણ અધિક છે. એ પ્રમાણે યાવત્-કષાયકુશીલના સંબંધની અપેક્ષાએ પણ જાણવું.નિગ્રંથ નિગ્રંથના સજાતીય ચારિત્રપર્યવોથી તુલ્ય છે. એ પ્રમાણે સ્નાતકની અપેક્ષાએ પણ સમજવું.સ્નાતક પુલાકના વિજાતીય ચારિત્રપર્યવોથી જેમ નિગ્રંથ સંબન્ધ વક્તવ્યતા કહી તેમ સ્નાતક સંબન્ધે પણ કહેવી. હે ગૌતમ ! પુલાક અને કષાયકુશીલના જઘન્ય ચારિત્રપર્યવો પરસ્પર તુલ્ય છે અને તેથી થોડા છે. તેથી પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણ છે. તેથી બકુશ અને પ્રતિસેવનાકુશીલના જઘન્ય ચારિત્રપર્યવો અનંતગુણ અને પરસ્પર તુલ્ય છે. તેથી બકુશના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણ છે. તેથી પ્રતિસેવનાકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણ છે. તેથી કષાયકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણ છે. તેથી નિગ્રંથ અને સ્નાતક બન્નેના અજઘન્ય તથા અનુત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણ અને પરસ્પર તુલ્ય છે.
[૯૧૬] હે ભગવન્ ! પુલાક સયોગી હોય કે અયોગી હોય ? હે ગૌતમ ! સયોગી હોય, હે ગૌતમ ! તે મનયોગી હોય, વચનયોગી હોય અને કાયયોગી પણ હોય. એ પ્રમાણે યાવત્નિગ્રંથ સુધી જાણવું. સ્નાતક તે સયોગી પણ હોય અને અયોગી પણ હોય.જો તે સયોગી હોય તોબધું પુલાકની પેઠે જાણવું.
[૯૧૭] હે ભગવન્ ! શું પુલાક સાકાર ઉપયોગવાળો છે કે અનાકાર ? હે ગૌતમ ! તે બંને છે. એ પ્રમાણે યાવત્-સ્નાતક સુધી જાણવું.
[૯૧૯] હે ભગવન્ ! પુલાક સકષાયી હોય કે કષાય રહિત હોય ? હે ગૌતમ ! તે સકષાયી હોય, તેને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય હોય. એ પ્રમાણે બકુશ તથા પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ તે કષાયવાળો હોય, તેને ચાર, ત્રણ, બે અને એક કષાય હોય. જો તેને ચાર કષાયો હોય તો સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય હોય. જો તેને ત્રણ કષાયો હોય તો સંજ્વલન માન, માયા અને લોભ એ ત્રણ કષાય હોય. યાવક કષાય હોય તો એક સંજ્વલન લોભ હોય. નિગ્રંથ તે કષાયવાળો ન હોય, તે ઉપશાંતકષાય હોય અને ક્ષીણકષાય પણ હોય. એ પ્રમાણે સ્નાતક સંબન્ધે પણ સમજવું. પરન્તુ સ્નાતક ક્ષીણકષાય જ હોય.
[૯૧૯] હે ભગવન્ ! શું પુલાક લેશ્યાવાળો હોય કે લેશ્યારહિત હોય ? હે ગૌતમ ! લેશ્યાવાળો હોય, તેને ત્રણ વિશુદ્ધ લેશ્યા હોય. તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. એ પ્રમાણે બકુશ તથા પ્રતિસેવનાકુશીલસંબન્ધે પણ સમજવું. કષાયકુશીલ લેશ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org