________________
ભગવઇ - ૨૫૫-૨૭/૯૪૭
યથાખ્યાતસંયત સંબંધે પણ જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ નીચેના ત્રણે ચારિત્રની અપેક્ષાએ છ સ્થાનપતિત છે અને ઉપરના બે ચારિત્રથી તેજ પ્રમાણે અનન્ત ગુણ હીન છે. જેમ છેદોપસ્થાપનીયસંયત વિષે કહ્યું તેમ પરિહારવિશુદ્ધિક સંબંધે પણ જાણવું.
૪૪
હે ભગવન્ ! સૂક્ષ્મસંપરાયસંયત સામાયિકસંયતના વિજાતીય પર્યાયોની અપેક્ષાએ શું હીન છે- ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તે હીન નથી, સરખો નથી, પણ અધિક છે અને તે અનંત ગુણ અધિક છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિકની સાથે જાણવું. પોતાના સજાતીય પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અનંતગુણ હીન હોય, જો અધિક હોય તો અનંતગુણ અધિક હોય. સૂક્ષ્મસંપરાયસંયત યથાખ્યાતસંયતના વિજાતીય ચારિત્રપ યિયોની અપેક્ષાએ હીન છે, અધિક છે. અને તે અનંતગુણ હીન છે. યથાખ્યાત સંયત નીચેના ચારેની અપેક્ષાએહીનનથી,તુલ્ય નથી,પણ અધિક છે અને તે અનંતગુણ અધિક છે. પોતાના સ્થાનમાં હીન અને અધિક નથી પણ સરખા છે. હે ગૌતમ ! સામાયિક સંયત અને છેદોપસ્થાપ- નીય સંયત-એ બન્નેના જઘન્ય ચારિત્રપર્યવો પરસ્પર સરખા અને સૌથી થોડા છે, તેથી પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય ચારિત્ર પર્યવો અનંત ગુણા છે, અને તેથી તેનાજ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંત ગુણા છે, તેથી સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણા અને પરસ્પર સરખા છે, તેથી સૂક્ષ્મસંપરાય સંયતના જઘન્ય ચારિત્રપર્યવો અનંતગુણા છે અને તેથી તેનાજ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણા છે, અને તેથી યથાખ્યાત સંયતના અજઘન્ય અને અનુત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણા છે. સામાયિક સંયતસયોગી હોય-ઇત્યાદિ બધું પુલાકની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્-સૂક્ષ્મસં૫રાય સંયત સંબંધે સમજવું. અને યથાખ્યાત સંયત સંબંધે સ્નાતકની પેઠેજાણવું.
હે ભગવન્ ! શું સામાયિકસંયત સાકાર-જ્ઞાનઉપોયગવાળો હોય કે અનાકારદર્શન ઉપયોગવાળો હોય ? હે ગૌતમ ! સાકારઉપયોગવાળો હોય-ઇત્યાદિ બધું પુલાક ની પેઠે જાણવું. એ રીતે યાવત્યથાખ્યાત સંયત સંબંધે સમજવું. વિશેષ એ કે સૂક્ષ્મ સંપરાય સંયત સાકાર ઉપયોગવાળો હોય, પણ અનાકાર ઉપયોગવાળો ન હોય. સામ યિક સંયત તે કષાયવાળો હોય, ઇત્યાદિ કષાયકુશીલની પેઠેજાણવું. એ પ્રમાણે છેદોપ સ્થાપનીય પણ જાણવો. પરિહારવિશુદ્ધિક સંયતને પુલાકની પેઠે જાણવું. સૂક્ષ્મસંપાય સંયત કષાયવાળો હોય, તેને માત્ર એક સંજ્વલ લોભ હોય. યથાખ્યાત સંયત સંબંધે નિગ્રંથની પેઠે જાણવું. સામાયિક સંયત લેશ્યાસહિત હોય-ઇત્યાદિ બધું કષાયકુશીલની પેઠે જાણવું.છેદોપસ્થાપનીયને પણ એ પ્રમાણે જાણવું.પુલાકની પેઠ પરિહારવિશુદ્ધિકને સમજવું. સૂક્ષ્મસં૫રાય સંયત નિથની પેઠે જાણવો. અને સ્નાતકની પેઠે યથાખ્યાત સંયત વિષે જાણવું. પરન્તુ જો લેશ્યાસહિત હોય તો તે એક શુલ્કલેશ્યાવાળો હોય.
[૯૪૮] હે ભગવન્ ! શું સામાયિક સંયત ચઢતા પરિણામવાળો હોય, હીયમાન કે સ્થિર પરિણામવાળો હોય ? હે ગૌતમ ! તે ચઢતા પરિણામવાળો હોય-ઇત્યાદિ બધું પુલાકની પેઠેજાણવું. એ પ્રમાણે યાવતૃ-પરિહારવિશુદ્ધિક સંયત સુધી સમજવું. શું સૂક્ષ્મસં૫રાયસંયત ચઢતા પરિણાવાળો હોય, પડતા પરિણામવાળો હોય, યથાખ્યાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org