________________
૪૮૨
ભગવઈ - ૨૫/-/૯૪૨ સ્થિતકલ્પમાં પણ હોય અને અસ્થિતકલ્પમાં પણ હોય. શું છેદોપસ્થાપનીય સંયત સ્થિતકલ્પમાં હોય, એ પ્રમાણે પરિહાર- વિશુદ્ધિક સંયતને પણ જાણવું. અને બાકીના બધા સામાયિક સંયતની પેઠે જાણવા. હે ભગવન્! શું સમાયિકસંયત જિનકલ્પમાં હોય,
વિરકલ્પમાં હોય કે કલ્પાતીત હોય? હે ગૌતમ! તે જિનકલ્પમાં હોય-ઇત્યાદિ બાકી બધુ કષાયકુશીલની પેઠે જાણવું. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિકની હકીકત બકુશની પેઠે જાણવી અને બાકી બધા નિગ્રંથની પેઠે સમજવા.
[૯૪૩]સામાયિકસંયત પુલાક પણ હોય, બકુશ પણ હોય, યાવતુ-કષાયકુશીલ હોય, પણ નિગ્રંથ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે છેદોપસ્થાપનીયસંયત સંબંધે પણ જાણવું.પરિહારવિશુદ્ધિકસંયત કષાયકુશીલ હોય. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સંયત પણ જાણવો. યથાખ્યાત- સંયત નિગ્રંથ હોય અથવા સ્નાતક હોય. હે ભગવન્! શું સામાયિકસંયત પ્રતિસેવક-ચારિત્રવિરાધક હોય કે અપ્રતિસેવક ? હે ગૌતમ ! બંને બાકી બધું ગુલાકની પેઠે જાણવું. સામાયિકસંયતની પેઠે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવો.પરિહારવિશુદ્ધિક સંયત અપ્રતિસેવક છે. એ પ્રમાણે યાવતુયથાખ્યાત સંયત સુધી જાણવું.
હે ભગવન્! સામાયિકસંયતને કેટલાં જ્ઞાન હોય? હે ગૌતમ! તેને બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. એ પ્રમાણે કષાયકુશીલની પેઠે ચાર જ્ઞાન ભજનાએ હોય છે. એ પ્રમાણે યાવતુ-સૂક્ષ્મસંપરાય સંયત સુધી જાણવું. તથા જ્ઞાનોદ્દેશકમાં કહ્યા પ્રમાણે યથાખ્યાત સંયતને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! સામાયિકસંયત કેટલું શ્રુત ભણે? હે ગૌતમ ! તે જઘન્ય આઠ પ્રવચનમાતા રૂપ મૃતનું અધ્યયન કરે-ઈત્યાદિ બધી હકીકત કષાયકુશીલની પેઠે જાણવી. તથા એજ રીતે છેદોપસ્થાપનીયસંયતને પણ સમજવું. પરિહારવિશુદ્ધિકસંયત જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ સુધી, અને ઉત્કૃષ્ટ અપૂર્ણ દસ પૂર્વે ભણે. તથા સૂક્ષ્મસંપરાય સંયત સામાયિકસંયતની પેઠે જાણવો. યથાખ્યાતસંયત જઘન્ય આઠ પ્રવચનમાતા રૂપ ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ ભણે અથવા ઋતરહિત (કેવલી) હોય. હે ભગવન્! શું સામાયિક સંયત તીર્થમાં હોય કે તીર્થના અભાવમાં હોય? હે ગૌતમ! બંનેમાં ઈત્યાદિ બધી હકીકત કષાયકુશીલની પેઠે જાણવી. છેદોપસ્થાપનીય અને પરિહાર- વિશુદ્ધિક પુલાકની પેઠે જાણવા, અને બાકી બધા સામાયિકસંયતની પેઠે જાણવા.
- હે ભગવન્! શું સામાયિકસંયત સ્વલિંગ-સાધુના લિંગમાં હોય, અન્ય-તાપ સાદિના લિંગમાં હોય કે ગૃહસ્થના લિંગમાં હોય? તે સંબંધી બધી હકીકત પુલાકની પેઠે જાણવી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત માટે પણ જાણવું. પરિહારવિશુદ્ધિક સંયત તે દ્રવ્યલિંગ અને ભાવલિંગ આશ્રયી સ્વલિંગમાં હોય, બાકી બધું સામાયિકસંયતની પેઠે જાણવું. હે ભગવન્! સામાયિક સંયતને ત્રણ, ચાર, કે પાંચ શરીર હોય-ઇત્યાદિ બધું કષાયકુશીલની પેઠે જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત વિષે પણ જાણવું બાકીના બધા સંયતો પુલાકની પેઠે સમજવા. સામાયિક સંયત જન્મ અને સદ્ભાવ બન્નેની અપેક્ષાએ કર્મભૂમિમાં થાય, ઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ રીતે છેદોપસ્થાપનીય સંયતને પણ સમજવું. પરિહારવિશુદ્ધિકને પુલાકની પેઠે જાણવું અને બાકી બધા સંતો સામાયિકસંયતની પેઠે જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org