________________
૪૮૫
શતક-૨૫, ઉદેસો-૭ સંયતને નિગ્રંથની પેઠે જાણવું.સામાયિક સંયત જઘન્ય એક સમય સુધી ચઢતા પરિણામવાળો હોય ઈત્યાદિ બધું મુલાકની પેઠે જાણવું તથા એ પ્રમાણે યાવતુ-પરિહાર વિશુદ્ધિક સંબંધે પણ સમજવું.સૂક્ષ્મસંપરાયસંયતજઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી ચઢતા પરિણામવાળો હોય. તે કેટલા કાળ સુધી પડતા પરિણામવાળો હોય? પૂર્વની પેઠે જાણવું. યથાખ્યાત સંયત તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી ચઢતા પરિણામવાળો હોય. તે જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અંશતઃ ન્યૂન પૂર્વકોટિ સુધી સ્થિર પરિણામવાળો હોય.
[૯૪૯] હે ભગવન્! સામાયિક સંયત કેટલી કમપ્રકૃતિઓને બાંધે? હે ગૌતમ! તે સાત કે આઠ કર્મ પ્રકૃતિઓને બાંધે-ઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુપરિહારવિશુદ્ધિક સંયત સુધી સમજવું.સૂક્ષ્મસંપરાયસંયત આયુષ અને મોહનીય સિવાય છ કર્મપ્રવૃતિઓને બાંધે. યથાખ્યાત સંયત સંબંધે સ્નાતકની પેઠે જાણવું. સામાયિક સંયત અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓને વેદ. એ પ્રમાણેયાવતુ-સૂક્ષ્મસંપરાય સુધી જાણવું યથાખ્યાત સંયત સાત કમપ્રકૃતિઓને વેદ કે ચાર કર્મપ્રકૃતિઓને વેદ. જ્યારે તે સાત કર્મને વેદતો હોય ત્યારે મોહનીય સિવાયના સાત કર્મને વેદે, અને જ્યારે તે ચાર પ્રકારનાં કર્મને વેદતો હોય ત્યારે વેદનીય, આયુષ, નામ અને ગોત્રને વૈદે. સામાં યિક સંયત સાત કર્મપ્રકૃતિઓને ઉદીરે-ઈત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. યાવતુપરિહારવિશુદ્ધિક એ પ્રમાણે જાણવો. સૂક્ષ્મસંપરાય છે અથવા પાંચ કર્મપ્રવૃતિઓની ઉદીરણા કરે. જો છ કર્મની ઉદીરણા કરે તો આયુષ અને વેદનીય સિવાય બાકીનાં છ કર્મની ઉદીરણા કરે. જો પાંચ કર્મની ઉદીરણા કરે તો આયુષ, વેદનીય અને મોહનીય કર્મ સિવાય બાકીનાં પાંચ કર્મની ઉદીરણા કરે. યથાખ્યાતસંયત તે પાંચ કે બે કર્મપ્રકૃતિ ઓને ઉદીરે, અથવા કોઈ કમની ઉદીરણા ન કરે. જો પાંચ કર્મની ઉદીરણા કરે તો આયુષ, વેદનીય અને મોહનીય કર્મ સિવાય બાકીનાં પાંચ કમની ઉદીરણા કરે-ઇત્યાદિ બધું નિગ્રંથની પેઠે જાણવું.
[] હે ભગવન્! સામાયિક સંયત સામાયિકસંતપણાનો ત્યાગ કરતો શું છોડે, શું પ્રાપ્ત કરે ? હે ગૌતમ ! સામાયિકસંતપણાનો ત્યાગ કરે અને છેદોપસ્થાપનિયસયતપણું, સૂક્ષ્મસંપરાયસંયતપણું, અસંયમ કે સંયમસંયમ-દેશવિરતિપણું પ્રાપ્ત કરે. છેદોપસ્થાપનીય સંયત છેદોપસ્થાપનીયસંતપણાનો ત્યાગ કરે અને સામાયિક સંયતપણું, પરિહારવિશુદ્ધિક સંયતપણું, સૂક્ષ્મસંપરયસંતપણું, અસંયમ કે દેશવિર તિપણું પ્રાપ્ત કરે. પરિહારવિશુદ્ધિક પરિહારવિશુદ્ધિકસંતપણાનો ત્યાગ કરે અને છેદોપસ્થાપનીયસંતપણું કે અસંયમ પ્રાપ્ત કરે. સૂક્ષ્મસંપરાય સૂક્ષ્મસંપરાય સંતપણાનો ત્યાગ કરે અને સામાયિક સંમતપણું, છેદોપસ્થાપનીયસંતયપણું, યથા
ખ્યાત સંતપણું કે અસંયમ પ્રાપ્ત કરે. યથાખ્યાત સંયત યથાખ્યાત સંતપણાનો ત્યાગ કરે અને સૂક્ષ્મસંપરાય સંયમ, અસંયમ કે સિદ્ધિગતિને પ્રાપ્ત કરે.
[૫૧] હે ભગવન્! શું સામાયિક સંયત સંજ્ઞોપયુક્ત હોય કે નોસંજ્ઞોપયુક્ત? તે સંજ્ઞોપયુક્ત હોય-ઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ-પરિહાર વિશુદ્ધિક સંયત સુધી જાણવું. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંબન્ધ પુલાકની પેઠે જાણવું.સામાયિક સંયત આહારક હોય કે અનાહારક હોય? પુલાકની પેઠેજાણવું. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org