________________
૪૭૮
ભગવાઇ- ૨૫/-Jદ૯૧૯ વાળો તે વેશ્યાવાળો હોય, તેને છ લેશ્યા હોય. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા યાવતુ- શુક્લ લેશ્યા.નિગ્રંથ લેશ્યાવાળો હોય, તેને એક શુક્લલેશ્યા હોય. સ્નાતક લેશ્યાવાળો હોય અને લેક્ષારહિત પણ હોય. જો તે લેશ્યાવાળો હોય તો તેને એક પરમશુલ્ક વેશ્યા હોય.
[૨૦] હે ભગવન્! પુલાક વધતા પરિણામવાળો હોય, ઘટતા પરિણામવાળો હોય કે સ્થિર પરિણામવાળો હોય? હે ગૌતમ! ત્રણે હોય એ પ્રમાણે વાવતુ-કષાયકુશીલા સુધી જાણવું.નિગ્રંથ તે વધતા પરિણામવાળો હોય સ્થિરપરિણામવાળો હોય એ પ્રમાણે સ્નાતક સંબધે પણ જાણવું. હે ભગવન્! પુલાક કેટલા કાળ સુધી વધતા પરિ રામવાળો હોય? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી મુલાક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી હીયમાનપરિણામવાળો હોય. કેટલા કાળ સુધી સ્થિર પરિણામવાળો હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાત સમય સુધી સ્થિર પરિણામવાળો હોય. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સંબધે પણ સમજવું.નિગ્રંથજઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વધતા પરિણામવાળો હોય. જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી સ્થિર પરિણામવાળો હોય. સ્નાતક જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વધતા પરિણામ- વાળો હોય. સ્નાતક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ સુધી તે સ્થિર પરિણામવાળો હોય.
[૯૨૧] હે ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે? હે ગૌતમ! તે એક આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓને બાંધે.બકુશ સાત કે આઠ કર્મપ્રકૃતિઓને બાંધે. જો સાત કમને બાંધે તો આયુષ સિવાયના સાત કમને બાંધે, અને જો આઠ પ્રકૃતિઓ બાંધે તો સંપૂર્ણ આઠ પ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાય- કુશીલ સાત આઠ કે છ કર્મપ્રકૃતિઓને બાંધે, જો સાતને બાંધે તો આયુષ સિવાયની સાત બાંધે, તો પ્રતિપૂર્ણ આઠ પ્રકૃતિઓને બાંધે અને છને બાંધે તો આયુષ અને મોહનીય સિવાયની છ કમપ્રકૃતિઓને બાંધે. નિગ્રંથ માત્ર એક વેદનીય કર્મને બાંધે. સ્નાતક એક કર્મપ્રકૃતિને બાંધે, અથવા ન બાંધે. જે એકને બાંધે તો એકવેદનીયકર્મને બાંધે.
[૯૨૨] હે ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિને વેદ-અનુભવે? હે ગૌતમ ! તે અવશ્ય આઠે કર્મપ્રકૃતિઓને વેદ. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સંબધે જાણવું. નિગ્રંથ મોહનીય સિવાયની સાત કર્મપ્રકૃતિઓને વેદે.સ્નાતક વેદનીય, આયુષ, નામ અને ગોત્ર-એ ચાર કર્મપ્રકૃતિઓને વેદ.
[૯૨૩] હે ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓને ઉદીરે? હે ગૌતમ ! આયુષ અને વેદનીય સિવાય છ કર્મપ્રકતિઓને ઉદીરે. બકુશ સાત, આઠ કે છ કર્મપ્રવૃતિઓને ઉદીરે. જો તે સાતને ઉદીરે તો આયુષ સિવાયની સાત કમપ્રકૃતિઓને ઉદીરે, જો આઠ પ્રકતિઓને ઉદીરે તો સંપૂર્ણ આઠે કર્મપ્રકતિઓને ઉદીરે, અને જો છને ઉદીરે તો આયુષ અને વેદનીય સિવાયની છ કર્મપ્રકૃતિઓને ઉદીરે. પ્રતિસેવનાકુશીલ પણ એજ પ્રમાણે સમજવો. કષાયકુશીલ સાત, આઠ, છ કે પાંચ કર્મપ્રકૃતિઓને ઉદીરે. સાતને ઉદીરતો આયુષ સિવાયની સાત કમપ્રકતિઓને ઉદીર, આઠને ઉદીરતો સંપૂર્ણ આઠ કર્મપ્રકૃતિ
ઓને ઉદીરે, છને ઉદારતો આયુષ અને વેદનીય સિવાયની છ પ્રકૃતિઓને ઉદીરે, અને પાંચને ઉદીરતો આયુષ, વેદનીય તથા મોહનીય સિવાયની પાંચ કર્મપ્રકૃતિઓને ઉદીરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org