________________
૪૭૨
ભગવાઈ- ૨૫/-પ૮૯૪ પલ્યોપમો તે સંખ્યાતી આવલિકારૂપ નથી, પણ કદાચ અસંખ્યાતી અને કદાચ અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે યાવતુ-ઉત્સર્પિણીઓ સુધી જાણવું. હે ભગવન્! પુદ્ગ પરિવર્તે શું સંખ્યાતી આવલિકારૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. અનંત આવલિકારૂપ છે. તો શું સંખ્યાતા આનપ્રાણરૂપ છે કે અસંખ્યાતા આનપ્રાણરૂપ છે.ત્યાદિ પ્રશ્ન. આવલિકા ની જેમ આનપ્રાણ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એ પૂવક્ત ગમ-પાઠવડે યાવતુ-શીર્ષપ્રહેલિકા સુધી સમજવું. હે ભગવન્! સાગરોપમ શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે સંખ્યાતા પલ્યોપમરૂપ છે, એ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણી સંબધે પણ જાણવું.
હે ભગવન્! પુદ્ગલપરિવર્ત શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! અનંત પલ્યોપમરૂપ છે. એ પ્રમાણે યાવતુ-સદ્ધિા સુધી જાણવું. સાગરોપમનો કદાચ સંખ્યાતા પલ્યોપમરૂપ હોય છે, કદાચ અસંખ્યાતા પલ્યોપમરૂપ હોય છે અને કદાચ અનંત પલ્યોપમરૂપ પણ હોય છે. એ પ્રમાણે યાવતુ-અવસર્પિણી તથા ઉત્સર્પિણી સંબંધે પણ જાણવું. હે ભગવન્! પુદ્ગલપરિવર્તે શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. તે અનંત પલ્યોપમરૂપ છે. હે ભગવન્! અવસર્પિણી શું સંખ્યાતા સાગરોપમો છેઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પલ્યોપમની જેમ સાગરોપમની પણ વક્તવ્યતા કહેવી. હે ભગવન્! પુદ્ગલપરિવર્ત શું સંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે. એ પ્રમાણે યાવતુ-સદ્ધિા સુધી જાણવું. પુદ્ગલપરિવત હે ગૌતમ ! તે અનંત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ છે. હે ભગવન્! અતીતાદ્ધા-ભૂતકાળ એ શું સંખ્યાતા પુદ્ગલપરિવતો છે-ઇત્યાદિ પ્રશ્ન. તે અનંત પુલપરિવત છે. એ પ્રમાણે અનાગત કાળ અને સદ્ધિા વિશે પણ જાણવું.
[૮૯૫] હે ભગવન્! અનાગતાદ્ધા-ભવિષ્યકાળ શું સંખ્યાતા અતીતાદ્ધારૂપ છે, અસંખ્યાતા અતીતાદ્ધારૂપ છે કે અનંત તીતાદ્ધારૂપ છે? હે ગૌતમ ! ભવિષ્યકાળ અતી તાદ્ધા-ભૂતકાળથી અનાગતાદ્ધા-ભવિષ્યકાળ એક સમય અધિક છે અને ભવિષ્ય કાળ કરતાં ભૂતકાળ એક સમય ન્યૂન છે.અતીતાદ્ધા-ભૂતકાળ કરતાં સવદ્ધા કાંઈક અધિક બમણો છે, અને અતીતાદ્ધા-ભૂતકાળ સવદ્ધા કરતાં કાંઈક ન્યૂન અર્ધભાગરૂપ છે. ભવિષ્યકાળ કરતાં સવદ્ધિા કાંઈક ન્યૂન બમણો છે, અને અનાગતાદ્ધા સવદ્ધા કરતાં કાંઇક અધિક અરધો છે.
[૮૯૬) હે ભગવન્! નિગોદો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! બે પ્રકારનાનિગોદો અને નિગોદજીવો. નિગોદો બે પ્રકારના સૂક્ષ્મનિગોદ અને બાદરનિગોદ. એ પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે બધા નિગોદો કહેવા.
[૮૯૭] હે ભગવન્! નામ-ભાવ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! નામ-ભાવ છ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે-ઔદયિક, યાવતુ-સાંનિપાતિક. હે ભગવનું ! ઔદયિક નામ-ભાવ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું ઉદય ઉદયનિષ્પન્ન. એ પ્રમાણે બધું સત્તરમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં ભાવ સંબધે કહ્યું છે તે પ્રમાણે અહિં પણ કહેવું. પણ તેમાં વિશેષ પ્રમાણે છે ત્યાં ભાવ સંબધે કહ્યું છે અને અહીં નામ સંબંધે યાવતુ-સંનિપાતિક સુધી કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org