________________
૪૭૪
ભગવાઈ - ૨૫-/દ૯૦૪ [૯૦૪] હે ભગવન્! શું પુલાક સામાયિક સંયમમાં હોય, છેદોપસ્થાનીય સંયમમાં હોય, પરિહારવિશુદ્ધ સંયમમાં હોય, સૂક્ષ્મસંપરાય સંયમમાં હોય કે યથાખ્યાત સંયમમાં હોય? હે ગૌતમ ! તે સામાયિક સંયમમાં અને છેદોપસ્થાપનીય સંયમમાં હોય, એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ સમજવો. કષાયકુશીલ કયા સંયમમાં હોય?સામાયિકસંયમ, અનેયાવતુ-સૂક્ષ્મસંપરામસંયમમાંહોય,પણયથાખ્યાત સંયમ માં ન હોય. નિગ્રંથ યથાખ્યાત સંયમમાં હોય. એ પ્રમાણે સ્નાતક વિષે પણ સમજવું.
[૯૦૫ હે ભગવનું ! શું પુલાક ચારિત્રી પ્રતિસેવક (સંયમવિરાધક) હોય કે અપ્રતિસેવક સંયમારાધક હોય ? હે ગૌતમ ! તે પ્રતિસેવક હોય, પણ અપ્રતિસેવક ન હોય. તે મૂલગુણનો પ્રતિસેવકવિરાધક હોય અને ઉત્તરગુણનો પણ પ્રતિસેવક હોય. મૂલગુણની વિરાધના કરતો પાંચ આસવોમાંના કોઈ પણ આસવને સેવે. તથા ઉત્તર ગુણની વિરાધના કરતો દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનને વિરાધે. બકુશ વિરાધક હોય, પણ અવિરાધક ન હોય. તે મૂલગુણનો વિરાધક ન હોય, પણ ઉત્તરગુણનો વિરાધક હોય. ઉત્તરગુણને વિરાધતો દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનને વિરાધે. પુલાકની પેઠે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાય કુશીલ વિરાધક ન હોય, પણ આરાધક હોય. એ પ્રમાણે નિગ્રંથ અને સ્નાતક વિષે પણ સમજવું.
૯૦૬] હે ભગવન્! પુલાક કેટલા જ્ઞાનોમાં વર્તે? હે ગૌતમ! બે જ્ઞાનોમાં હોય કે ત્રણ જ્ઞાનોમાં હોય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ બે જ્ઞાનોમાં હોય, ત્રણ જ્ઞાનોમાં હોય, અથવા ચાર જ્ઞાનોમાં પણ હોય. જ્યારે તે બે જ્ઞાનોમાં હોય ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં હોય. જ્યારે તે ત્રણ જ્ઞાનમાં હોય ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં હોય, અથવા મતિ, મૃત અને મન:પર્યવ જ્ઞાનમાં હોય, અને જ્યારે તે ચાર જ્ઞાનમાં હોય ત્યારે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાનમાં હોય. એ પ્રમાણે નિગ્રંથવિષે પણ જાણવું.નાતક એક કેવલજ્ઞાનમાં હોય.
[૯૦૭] હે ભગવન્! પુલાક કેટલું કૃત ભણે? હે ગૌતમ ! પુલાક જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી ભણે અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ નવ પૂર્વેને ભણે. બકુશ જઘન્ય આઠ પ્રવચન માતા સુધી અને ઉત્કૃષ્ટ દશ પૂર્વે ભણે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ જઘન્ય આઠ પ્રવચન માતા ભણે અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વો ભણે. એ પ્રમાણે નિગ્રંથ વિષે પણ જાણવું. સ્નાતક શ્રુતરહિત હોય.
[]હે ભગવન્!શું પુલાક તીર્થમાં હોય કે તીર્થના અભાવમાં હોય? હે ગૌતમ! તે તીર્થમાં હોય, પણ તીર્થના અભાવમાં ન હોય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ તીર્થમાં હોય અને અતીર્થમાં પણ હોય. તે તીર્થંકર પણ હોય કે પ્રત્યેકબુદ્ધ પણ હોય. એ પ્રમાણે નિગ્રંથ અને સ્નાતક વિષે પણ જાણવું.
[૯૦૯ હે ભગવન્! શું પુલાક સ્વલિંગમાં હોય, અન્યલિંગમાં હોય કે ગૃહસ્થ લિંગમાં હોય ? હે ગૌતમહોય ભાવલિંગને આશ્રયી અવશ્ય સ્વલિંગમાં હોય. એ પ્રમાણે યાવતુ સ્નાતક સુધી જાણવું.
[૧૦] હે ભગવન્! પુલાક કેટલા શરીરોમાં હોય? હે ગૌતમ! દારિક, તૈજસ અને કાશ્મણ-એ ત્રણ શરીરોમાં હોય. બકુશ ત્રણ શરીર કે ચાર શરીરમાં હોય. ઔદારિક, તેજસ અને કામણ શરીરમાં અથવા ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org