________________
ભગવઇ - ૨૫/-૨૪[૮૮૮
FEE
છે. એ પ્રમાણે યાવતુ-અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો કરતાં અનંતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થપણે ઘણાં છે. એ પ્રમાણે પ્રદેશાર્થપણે પણ સર્વત્ર પ્રશ્ન ક૨વો. જેમ કર્કશ સ્પર્શ સંબંધે કહ્યું છે તેમ બધાં સ્પર્શ સંબંન્ધે વર્ણની પેઠે કહેવું.
હે ગૌતમ ! દ્રવ્યાર્થરૂપે સૌથી થોડા અનંતપ્રદેશિક સ્કંધો છે. તેથી પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે અનંતગુણ છે, તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થરૂપે સંખ્યાત ગુણ છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણ છે. પ્રદેશાર્થરૂપે-અનંત પ્રદેશવાળા સ્કંધો પ્રદેશાર્થરૂપે સૌથી થોડા છે, તેથી પરમાણુપુદ્ગલો અપ્રદેશાર્થરૂપે અનંતગુણ છે,તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણછે,તેથી અસંખ્યાત પ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થરૂપે અસંખ્યાત- ગુણ છે, દ્રવ્યાર્થરૂપે-અનંતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થરૂપે સૌથી થોડા છે, અને તેજ સ્કંધો પ્રદેશાર્થરૂપે અનંતગુણ છે; તેથી પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થરૂપે અનંતગુણ છે, તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણ છે, અને તેથી તેજ સ્કંધો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે, તેથી અસંખ્યાત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાત ગુણ છે, અને તેથી તે જ સ્કંધો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણ છે. હે ગૌતમ ! એક પ્રદેશમાં રહી શકે તેવા પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે સૌથી થોડાં છે, તેથી સંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવા પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણ છે, તેથી અસંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવા પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણ છે. પ્રદેશાર્થરૂપેએક પ્રદેશમાં રહી શકે તેવા પુદ્ગલો અપ્રદેશાર્થપણે સૌથી થોડાં છે, તેથી સંખ્યાતા પ્રદેશમાં રહી શકે તેવા પુદ્ગલો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે, તેથી અસંખ્યાત પ્રદેશમાં રહેલાપુદ્ગલો પ્રદેશાર્થરૂપેઅસંખ્યાતગુણછે.દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે-એજ પ્રમાણે જાણવું હે ભગવન્ ! એક સમયની સ્થિતિવાળા, સંખ્યાત સમયની સ્થિતિવાળા અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા એ પુદ્ગલોમાં કયાં કોનાથી યાવવિશેષાધિક છે ? જેમ અવગાહના સંબંધે અલ્પબહુત્વ કહ્યું છે, તેમ સ્થિતિ સંબન્ધે પણ અલ્પબહુત્વ કહેવું.
હે ભગવન્ ! એકગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાતગુણ કાળા અને અનંતગુણ કાળા એ પુદ્ગલોમાં વ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપે અને કયા પુદ્ગલો કોનાથી યાવવિશેષાધિક છે ? જેમ પરમાણુપુદ્ગલોનું અલ્પબહુત્વ કહ્યું છે તેમ એઓનું પણ અલ્પબહુત્વ કહેવું. એમ કાળા સિવાયના બાકીના વર્ણ, ગંધ અને ૨સ સંબંધે પણ જાણવું. હે ગૌતમ ! એકગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે સૌથી થોડાં છે, તેથી સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણા છે,તેથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાત- ગુણ છે, તેથી અનંતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થ રૂપે અનંતગુણ છે. પ્રદેશાર્થરૂપે પણ એ જ રીતે જાણવું. પરન્તુ વિશેષ એ કે, સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો પ્રદેશાર્થરૂપે અસંખ્યાત- ગુણા છે. બાકી બધું પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપે-એજ રીતે મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શોનું પણ અલ્બ બહુત્વ કહેવું. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શોનું અલ્પબહુત્વ વર્ણોની પેઠે જાણવું.
[૮૮૯] હે ભગવન્ ! શું પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થરૂપે કૃતયુગ્મ છે, જ્યોજ છે, દ્વાપર યુગ્મ છે કે કલ્યોજ છે ? હે ગૌતમ ! પણ કલ્યોજરૂપ છે. એ પ્રમાણે યાવત્-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. શું પરમાણુપુગલો દ્રવ્યાર્થપણે કદાચ સામાન્યા- દેશથી કૃતયુગ્મ હોય, યાવત્-કદાચ કલ્યોજ રૂપ હોય. અને વિશેષાદેશથી કલ્યોજરૂપ હોય છે. એ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org