________________
શતક-૨૫, ઉદેસો-૪
૪૬૭ વાવત્ અનંત પ્રદેશિક સ્કંધો સુધી જાણવું. પરમાણુપુલ પ્રદેશાર્થરૂપે કલ્યોજરૂપ છે. ઢિપ્રદેશિક સ્કંધ દ્વાપરયુગ્મ છે. ત્રિપ્રદેશિક સ્કંધ વ્યોજ છે. ચાર પ્રદેશવાળા સ્કંધ કૃત યુગ્મ છે, પરમાણુમુદ્દગલની પેઠે પાંચ પ્રદેશવાળો સ્કંધ, દ્વિપ્રદેશિક સ્કન્ધની પેઠે ષટ્રપ્રદે શિક સ્કંધ, ત્રિપ્રદેશિક સ્કન્ધની પેઠે સપ્ત પ્રદેશિક સ્કંધ, ચતુઃ- પ્રદેશિકની પેઠે આઠ પ્રદેશવાળો સ્કંધ, પરમાણુપુદ્ગલની પેઠે નવ પ્રદેશિક સ્કંધ અને દ્વિપ્રદેશિક સ્કન્ધની પેઠે દશપ્રદેશિક સ્કંધ જાણવો.
( સંખ્યાતપ્રદેશિક સ્કંધ કદાચ કૃતયુગ્મ હોય અને યાવતુ-કદાચ કલ્યોજરૂપ હોય. એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશિક તથા અનંતપ્રદેશિક સ્કંધ સંબંધે જાણવું. હે ભગવન્! પરમાણુપુદ્ગલો પ્રદેશાર્થપણે સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ છે, અને યાવતુ-કદાચ કલ્યોજ છે. તથા વિશેષાદેશની અપેક્ષાએ પણ કલ્યોજ છે. દ્વિપ્રદેશિક સ્કંધો સામાન્ય દેશની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ હોય અને કદાચ દ્વાપરયુગ્મ હોય, વશેષની અપેક્ષાએ દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય. ત્રિપ્રદેશિક સ્કંધો સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ, યાવતુંકદાચ કલ્યોજ હોય, વિશેષાદેશથી જ હોય. ચતુષ્પદેશિક સ્કન્ધો સામાન્યાદેશ અને વિશેષાદેશની અપેક્ષાએ કૃતયુગ્મરૂપ છે, પંચપ્રદેશિક સ્કન્ધો પરમાણુપુદ્ગલની. પેઠે જાણવા. છપ્રદેશિક સ્કન્ધોને દ્વિપ્રદેશિક સ્કન્ધોની પેઠે જાણવું. સપ્તપ્રદેશિક સ્કન્ધો ત્રપ્રદેશિક સ્કન્ધોની પેઠે અષ્ટપ્રદેશિક સ્કન્ધો ચતુષ્પદેશિકની પેઠે, નવપ્રદેશિક સ્કન્ધો પરમાણુપુદ્ગલોની જેમ અને દશપ્રદેશિક સ્કન્ધો દ્વિઅદેશિક સ્કન્ધોની પેઠે જાણવા. સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો સામાન્યાદેશથી અને વિશેષાદેશથી પણ કદાચ કૃતયુગ્મરૂપ યાવતુ-કદાચ કલ્યોજરૂપ પણ હોય. એમ અંસખ્યાત પ્રદેશિક અને અનન્તપ્રદેશિક સ્કન્ધો જાણવા.
[૮૯૦] પરમાણુપુદ્ગલ કલ્યોજપ્રદેશાવગાઢ હોય. ઢિપ્રદેશિક સકંધ પણ કદાચ દ્વાપરયુગ્મ કે કદાચ કલ્યોજ પ્રદેશાશ્રિત છે. ત્રિપ્રદેશિક સ્કંધ કદાચ ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. ચતુ:પ્રદેશિક સ્કંધ તે કદાચ કતયુગ્મપ્રદેશા શ્રિત હોય છે અને યાવતુ-કદાચ કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. એ પ્રમાણે યાવતુ-અનંત પ્રદેશિક સ્કંધ સુધી જાણવું.
[૮૯૧]પરમાણુપુગલો સામાન્યાદેશથી કૃતયુગ્મ પ્રદેશાશ્રિત હોય છે, વિશેષાદેશથી કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. દ્વિઅદેશિક સ્કંધો સામાન્યાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, વિશેષાદેશથી દ્વાપરયુગ્મ પ્રદેશાશ્રિત અને કલ્યોજપ્રદેશિત છે. ત્રિપ્રદે શિક સ્કન્ધ સામાન્યાદેશથી કૃતયુગ્મપ્રદેશાશ્રિત છે, વિશેષાદેશથી કૃતયુગ્મપ્રદેશા શ્રિત નથી, પણ સ્ત્રોજ, દ્વાપર કે કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. ચતુઃપ્રદેશિક સ્કંધો સામાં ન્યાદેશથી કૃતયુગ્મપ્રદેશાશ્રિત હોય છે, તથા વિશેષાદેશથી કૃતયુગ્મપ્રદેશાશ્રિત હોય છે,યાવતુ-કલ્યોજપ્રદેશાશ્રિતપણહોય છે. એ પ્રમાણેયાવતુ-અનંતપ્રદેશિકઢંધો જાણવું. શું પરમાણુપર્શલ કદાચ કૃતયુગ્મસમયની સ્થિતિવાળું હોય છે, યાવતુ-કદાચ કલ્યો સમયની સ્થિતિવાળું હોય છે. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું.
પરમાણુપુદ્ગલો સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કલ્યો સમયની સ્થિતિવાળાં હોય. તથા વિશેષાદેશથી કૃતયુગ્મ- સમયની યાવતુ-કલ્યો સમયની સ્થિતિવાળાં પણ હોય. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધો સુધી જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org