________________
શતક-૨૪, ઉદેસો-૨૧
૪૪૯ કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે જઘન્ય માસપૃથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યચયો નિકના ઉદ્દેશકમાં જે વક્તવ્યતા કહી છે તે વક્તવ્યતા અહિં પણ કહેવી. પણ વિશેષ એ કે જેમ ત્યાં જઘન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિવાળા તિર્યંચમાં ઉત્પન્ન થવાનું કહ્યું છે તેમ અહીં માસથકત્વની સ્થિતિવાળામાં ઉત્પન્ન થવાનું કહેવું. પરિમાણ-જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-ઈશાનદેવો સુધી વક્તવ્યતા કહેવી. જેમ પંચેન્દ્રિયતિર્યંચયોનિકઉદ્દેશકમાં કહ્યું છે તેમ સનકુમારથી માંડી યાવતુ-સહસ્ત્રારસુધીના દેવો સંબંધે કહેવું. પણ વિશેષ એ કે પરિમાણ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેઓ જઘન્ય વર્ષપૃથકત્વ સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે કહેવું. સંવેધ જધન્ય વર્ષપૃથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી વડે કરવો. હે ભગવન્! જે આનતદેવ, મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય. હે ગૌતમ ! જઘન્ય વર્ષપૃથકત્વની અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય.
હે ભગવન! તે મનુષ્યો) એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ સહસ્ત્રાર દેવની વક્તવ્યતા કહી છે તેમ કહેવી.પણ અવગાહના,સ્થિતિ અને અનુબંધની વિશેષતા જાણવી. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ તથા કાળાદેશથી જઘન્ય વર્ષ પૃથકત્વ અધિક અઢાર સાગરોપમ, અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક સત્તાવન સાગ રોપમ એ પ્રમાણે નવે ગમકોમાં જાણવું. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ અને સંવેધ ભેદપૂર્વક જાણવો. એ પ્રમાણે યાવતુ-અશ્રુત દેવ સુધી સમજવું. વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ અને સંવેધ ભિન્ન ભિન્ન જાણવા. પ્રાણત દેવની સ્થિતિ ત્રણગણી કરતાં સાઠ સાગરોપમ, આરણની ત્રેસઠ સાગરોપમ, અને અશ્રુતદેવની છાસઠ સાગ રોપમ સ્થિતિ થાય છે. હે ગૌતમ ! તેઓ રૈવેયક અને અનુત્તરોપ- પાતિક એ બન્ને પ્રકારના કલ્પાતીત દેવોથી આવી ઉત્પન્ન થાય. હે ગૌતમ ! તેઓ સૌથી નીચેના યાવતુસૌથી ઉપરના રૈવેયકકલ્પાતીત દેવોથી પણ ઉત્પન્ન થાય. હે ગૌતમ ! તે જઘન્ય વર્ષપૃથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. બાકી બધી, વક્તવ્યતા આનત દેવની પેઠે કહેવી. પરતુ હે ગૌતમ ! તેને એક ભવધારણીય શરીર હોય છે અને તેની અવગાહના જઘન્ય અંગુલનો અંસખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બે હાથની હોય છે. તેને એક ભવાધારણીય શરીર સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું હોય છે. પાંચ સમુઘાતો હોય છે, તે આ પ્રમાણે- વેદના સમુદ્રઘાત અને યાવતુ-તૈક્સ સમુદ્યાત. પણ તેઓએ વૈક્રિય કે તૈજસ સમુદ્ઘાત કર્યો નથી, કરતા નથી અને કરશે પણ નહિ. સ્થિતિ અને અનુબંધ જઘન્ય બાવશ સાગ- રોપમ તથા ઉત્કૃષ્ટ એકત્રીશ સાગરોપમ હોય છે. કાળાદેશથી જઘન્ય વર્ષપૃથકત્વ અધિક ત્રાણું સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક ત્રાણું સાગરોપમ બાકીના આઠે ગમતોમાં પણ એ પ્રમાણે જાણવું. વિશેષ એ કે સ્થિતિ અને સંવેધ (ભિન) જાણવો.
હે ગૌતમ ! તેઓ વિજય અનુત્તરોપપાતિકથી યાવતુ-સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપ પાતિકથી આવીને ઉત્પન્નથાય છે. હે ભગવન્! અનુત્તરીપપાતિક વિજય, વૈજયંત, 2િ9]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org