________________
૪૪૮
ભગવાઈ - ૨૪-૨૧૮૫૭ નવ માસ સુધીની અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. બાકી બધી વક્તવ્યતા પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થતા રત્નપ્રભાનૈરયિકની પેઠે કહેવી. પરન્ત પરિમાણ-જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. જેમ ત્યાં અન્તર્મુહૂર્તવડે સંવેધ કર્યો છે તેમ અહીં માસપૃથકત્વવડે સંવેધ કરવો. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, રત્નપ્રભાની વક્તવ્યતાની પેઠે શર્કરપ્રભાની પણ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે જઘન્ય વર્ષપૃથકત્વની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. તથા અવગાહના લશ્યા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ અને સંવેધ અને તેની વિશેષતા તિર્યંચયોનિકના ઉદેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. એ પ્રમાણે યાવતુતમા પૃથિવીના નૈરયિક સુધી જાણવું. જો તેઓ તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચોયનિકોથી કે યાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! હે ગૌતમ ! એકેન્દ્રિય તિર્યંચયો નકોથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ વક્તવ્યતા પંચેન્દ્રિયતિર્યંચયોનિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. પણ વિશેષ એ કે, તેજસ્કાય અને વાયુકાયને નિષેધ કરવો. ત્યાંથી આવી મનુષ્યમાં ઉત્પન્ન ન થાય.] બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. યાવતુ
હે ભગવન્! જે પૃથિવીકાયિક, મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કાટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે (પૃથિવી કાયિકો) એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઇત્યાદિ પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થતા પૃથિવીકાયિકની પેઠે અહીં મનુષ્યમાં ઉત્પન્ન થનાર પૃથિવીકાયિકની વક્તવ્યતા નવે ગમકોમાં કહેવી. વિશેષ એકે ત્રીજા, છઠ્ઠા, અને નવમા ગમકમાં પરિમાણ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. જ્યારે પૃથિવીકાયિક) પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય ત્યારે મિધ્યમના ત્રણ ગમકમાંના પ્રથમ ગમકમાં અધ્યવસાયો પ્રશસ્ત અને અપ્રશસ્ત અને પ્રકારના હોય છે. બીજા ગમકમાં અપ્રશસ્ત અને ત્રીજા ગમકમાં પ્રશસ્ત હોય છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! જો તેઓ (મનુષ્યો) અપ્પાયિકોથી આવી ઉત્પન્ન થાય તો અખાયિકોને તથા વનસ્પતિ કાયિકોને પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, અસંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી મનુષ્ય એ બધાને પંચેન્દ્રિય તિર્યંચયોનિક- ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. પરન્તુ એ કે બધાને પરિમાણ અને અધ્યવસાયોની ભિન્નતા પ્રથિવીકાયિકને આજ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. બાકી બધું પૂર્વોક્ત જાણવું. હે ભગવન્! જો તેઓ તેમનુષ્યો) દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ભવનવાસી, વ્યાનવ્યન્તર, જ્યોતિષિક કે વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓ ભવનવાસી દેવોથી, યાવતુ-વૈમાનિક દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. હે ભગવન્! જો તે ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-સ્તનિતકુમારોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તેઓ અસુરકુમારોથી, યાવત્ સ્વનિતકુમારોથી પણ આવી ઉત્પન્ન થાય.
હે ભગવન્! અસુરકુમારદેવ, જે મનુષ્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org