________________
૪૪૭
શતક-૨૪, ઉદેસો-૨૦ યાવતુ- હે ભગવન્! જે વાનવન્તર, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો.
જો તે જ્યોતિષિકોથી આવી ઉત્પન થાય તો તેને પૂર્વે કહ્યા પ્રમાણે પૃથિવી કાયિકમાં ઉત્પન્ન થતા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. યાવતુ- હે ભગવન્! જે જ્યોતિષિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા એ ૫ તિર્યંચમાં ઉત્પન્ન થાય ? એ જ પૂવક્ત વક્તવ્યતા જેમ પૃથિવીકાયિક ઉદેશકમાં કહેલી છે તેમ કહેવી. નવે ગમકમાં આઠ ભવો જાણવા. યાવતુકાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક પલ્યોપમએટલો કાળ યાવતુ-ગતિઆગતિ કરે. એ પ્રમાણે નવે ગમ કોમાં જાણવું. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. જે તેઓ વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, પણ કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ન ઉત્પન્ન થાય. જો કલ્યોપપન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો યાવતુ-સહસ્ત્રાર કલ્પોપ પનક વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, પણ આનત કલ્પોપન્નક, યાવતુ-અર્ચ્યુત કલ્પોપન્નકથી આવી ઉત્પન્ન ન થાય. હે ભગવન્! જે સૌધર્મ દેવ, પંચેન્દ્રિય તિર્યંચયો નિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી આયુષવળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. બાકી બધું નવું ગમકોને આશ્રયી પૃથિવીકાયિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. પણ વિશેષ એ કે નવે ગમકોમાં સંવેધ-ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવનો હોય છે. સ્થિતિ અને કાળાદેશ (ભિન્ન ભિન્ન) જાણવા. એ પ્રમાણે ઈશાન દેવ સંબંધે પણ જાણવું. તથા એ જ ક્રમવડે બાકી બધા દેવોના વાવ-સહસાર દેવ સુધી ઉપપાત કહેવો. પરન્તુ અવગાહના, અવગાહનાસંસ્થાન પદમાં કહ્યા પ્રમાણે જાણવી. લેશ્યા-સનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકમાં એક પધ લેશ્યા અને બાકી બધાને એક શુક્લલેશ્યા જાણવી. વેદમાં સ્ત્રીવેદવાળા અને નપુંસક વેદવાળા નથી, પણ પુરુષવેદવાળા હોય છે. સ્થિતિપદમાં કહ્યા પ્રમાણે આયુષ અને અનુબંધ જાણવો. બાકી બધું ઈશાન દેવોની પેઠે જાણવું, તેમજ અહિં કાયસંવેધ જુદો કહેવો. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે'. શતક ૨૪-ઉદેસાઃ ૨૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(-ઉદ્દેશકઃ ૨૧ - ) [૮૫૭] હે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નૈરયિકોથી, કે યાવતુ-દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તેઓ નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય, યાવતુ-દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. એ પ્રમાણે અહીં પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. યાવતુ-છઠ્ઠી તમા પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય, પણ સાતમી તમતમાં પૃથિવીના નૈરયિકોથી આવી ન ઉત્પન્ન થાય. હે ભગવનરત્નપ્રભાકૃથિવીનો નૈરયિક જે મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! તે જઘન્ય બે માસથી આરંભી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org