________________
૪૨૦
ભગવઈ - ૨૩/૧ થી ૫/-I૮૨૯ (શતક-૨૩)
કા વર્ગ-૧ થી પ ક [૮૨૯-૮૩૪શ્રી મૃતદેવતા ભગવતીને નમસ્કાર આલુક, લોહી, અવક, પાઠા, માષપર્ટી, એ પ્રમાણે પાંચ વર્ગના દસ દસ ઉદ્દેશકો મળીને પચાસ ઉદેશકો છે. હે ભગવન્! આલુક,મૂળા, આદુ, હળદર, રુર, કંડરિક, જીરું, ક્ષીરવિરાલી કિકિ, કુંદુ કૃષ્ણ, કડસુ, મધુ, પયલઈ, મધુસિંગી, નિરુહા, સર્પસુ- ગંધા, છિન્નરુહા અને બીજા રુહા-એ બધા વૃક્ષોના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? અહિં વંશવર્ગની પેઠે મૂળાદિક દશ ઉદ્દેશકો કહેવો. વિશેષ એ કે તેઓનું પરિમાણ જઘન્યથી એક સમયે એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા આવીને ઉપજે છે. તેઓનો અપહાર આ પ્રમાણે છે-જો તે અનંત જીવો, સમયે સમયે અપહરીએ તો અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે અપહરાય, પણ એ પ્રમાણે અપહરાતા. નથી. વળી તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની છે. હે ભગવનું ! લોહી, નિહ, થીહ, થિમગા, અશ્વદળ, સિંહકણ, સીઉંઢી અને સુંઢી સંબંધે પ્રશ્ન આલુવર્ગની પેઠે અહિં પણ મૂળાદિક દશ ઉદ્દેશકો કહેવા. પરંતુ વિશેષ એ કે, અવગાહના તાડવર્ગની પેઠે જાણવી. હે ભગવન્! આય, કાય, કુટુળા, કંદુકક, અÒહલિય, સફા, સેજ્જા, છત્રા, વંશાનિકા અને કુમારી-સંબંધે પ્રશ્ન બધું આલુવર્ગની પેઠે કહેવું. અને એ પ્રમાણે દશે ઉદ્દેશકો કહેવા. વિશેષ એ કે અવગાહના તાડવર્ગની પેઠે કહેવી. હે ભગવનું ! પાઠા, મગવાલુંકી, મધુરરસા, રાજવલ્લી, પવા, મોઢરી, દંતી, અને ચંડી-સંબંધે પ્રશ્ન આલુ વર્ગની પેઠે અહિં પણ મૂલાદિક દસ ઉદ્દેશકો કહેવા. વિશેષ એ કે શરીરનું પ્રમાણ વલ્લી ની પેઠે જાણવું. હે ભગવન્! માષપર્ટી, મુદ્રપર્ણી, જીવક, કરેણુક, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, મહી, કૃમિરાશિ, ભદ્ર-લાંગલી, પીય કિષ્ણાપુલય, પાઢ હરેણુકા અને લોહીસંબંધે પ્રશ્ન આલુવર્ગની પેઠે અહિં પણ મૂળાદિક દશ ઉદ્દેશકો કહેવો. એ પ્રમાણે અહિં આ પાંચ વગોંમાં બધા મળીને પચાસ ઉદ્દેશકો કહેવા. બધે સ્થાને દેવો ઉપજતા નથી, તેથી દરેક સ્થાન પ્રથમની ત્રણ જ વેશ્યાઓ હોય છે.
શતક ૨૩ગુર્જરછાયાપૂર્ણ
( શતકઃ૨૪)
ક ઉદ્દે સો ૧ ક [૮૩૫-૮૩૭]ઉપપાત, પરિમાણ, સંઘયણ, ઉંચાઈ, સંસ્થાન-લેશ્યા, વૃષ્ટિ, જ્ઞાન અજ્ઞાન, યોગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય, સમુધાત, વૈદના, વેદ, આયુ, અધ્ય વસાય, અનુબંધ, અને કાયસંવેધ એ રીતે ચોવીશ ઉદ્દેશકો છે.
[૮૩૮] ભગવન્! નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, શું નૈરયિકોથી યાવતુ દેવોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! નૈરયિકો નૈરયિકોથી કે દેવોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ તિર્યંચયોનિકોથી અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. હે ભગવન્! જો તિર્યંચયોનિકોથી આવે તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે કે થાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી હે ગૌતમ ! એકેન્દ્રિય યાવતુ ચઉરિન્દ્રિય તિર્યંચયોનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org