________________
૪૪૦
ભગવઇ - ૨૪/-/૧૨ થી ૧૯/૮૪૮ વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમની હોય છે. એ પ્રમાણે અનુબંધે પણ જાણવો. કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમ સહિત બાવીશ હજાર વર્ષ નવે આલાપકો અસુરકુમારના આલાપકની પેઠે જાણવા. પણ વિશેષ એ કે અહિં સ્થિતિ અને કાળાદેશ ભિન્ન) જાણવો. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો સુધી જાણવું. જો તેઓ વાનવ્યન્તરોથી આવી ઉત્પન્ન થાય તો શું પિશાચ વાનવ્યન્તરોથી, કે યાવત્-ગાંધર્વવ્યાનવ્યન્તરોથી આવી ઉત્પન્ન થાય ? હૈ ગૌતમ ! સર્વેથી વાનવ્યન્તરદેવ જે પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકોમાં આવી ઉત્પન્ન થાય ? અહિં પણ અસુરકુમારોની પેઠે નવે ગમકો કહેવા. પણ વિશેષ એ કે અહિં સ્થિતિ તથા કાળાદેશ (ભિન્ન) જાણવો. સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમની હોય છે. જો તેઓ જ્યોતિષ્મ દેવોથી આવી ઉત્પન્ન થાય તો કયા જ્યોતિષ્ક દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સર્વેથી જે જ્યોતિષ્મદેવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? અહિં અસુરકુમારોના લબ્ધિ-વક્તવ્ય તાની પેઠે સઘળી વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે તેઓને એક તેજોલેશ્યા હોય છે. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. (સંવેધ) કાળની અપેક્ષાએ જધન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ બાવીશ હજાર વર્ષ અધિક એક પલ્યોપમએ પ્રમાણે બાકી ના આઠ ગમો પણ જાણવા. પણ વિશેષ એ કે અહિં સ્થિતિ અને કાળાદેશ (પૂર્વ કરતાં ભિન્ન) જાણવો.
જો તેઓ વૈમાનિકો દેવોથી આવી ઉત્પન્ન થાય, તો શું કલ્પોપપત્રક વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, કે કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તેઓ કલ્પોપપત્રક વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, તેઓ કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું સૌધર્મકલ્પોપપન્ન કે યાવત્-અચ્યુત કલ્પોપપત્ર વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સૌધર્મ અને ઈશાન કલ્પોપપન્ન દેવોથી આવી ઉત્પન્ન થાય, જે સૌધર્મકલ્પોપપન્ન વૈમાનિક દેવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? અહિં જ્યોતિ ષિકના ગમકની પેઠે કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જઘન્ય પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે સાગરોપમ હોય છે. (સંવેધ) કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ અધિક બે સાગરોપમ બાકીના આઠે ગમો જાણવા. પરન્તુ વિશેષ એ કે અહિં સ્થિતિ અને કાળાદેશ (પૂર્વ કરતાં ભિન્ન) જાણવો. હે ભગવન્ ! જે ઈશાનદેવ, પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ સંબંધે પણ નવે ગમો કહેવા. પણ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ જઘન્ય સાધિક, પલ્યોપમ, અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમ.
[૮૪૯-૮૫૫]હે ભગવન્ ! અપ્લાયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય-ઈત્યાદિ જેમ પૃથિવીકાયિકના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું, પરન્તુ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ જુદો જાણવો. તેજસ્કાયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org