________________
૪૪૨
ભગવઈ - ૨૪-૨૮૫૬ ચાર છે. નપુંસક વેદ છે. સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સાગરોપમની પ્રમાણે છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ, તથા કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ.
જો તે (રત્નપ્રભા નૈરયિક) જઘન્ય કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિ તિર્યંચમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે કહેવું. પણ વિશેષ એ કે કાળની અપેક્ષાએ જઘન્ય ઉપર પ્રમાણે અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતુગતિઅગતિ કરે. એ પ્રમાણે બાકીના સાત ગમો જેમ નૈરયિકઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિયો સાથે કહ્યા છે તેમ અહિં પણ જાણવા. વચ્ચેના ત્રણ ગમકો અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિની વિશેષતા છે. બધે ઠેકાણે સ્થિતિ અને સંવેધ ભિન્ન ભિન્ન વિચારીને કહેવો. હે ભગવનું ! શર્કરપ્રભાનો નૈરયિક જે પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છેઈત્યાદિ જેમ રત્નપ્રભા સંબંધે ગમકો કહ્યા છે તેમ શર્કરપ્રભા સંબંધે પણ નવ ગમકો કહેવા. પરન્તુ વિશેષ એ કે શરીરની અવગાહના-સંસ્થાનપદમાં કહ્યા પ્રમાણે જાણવી. તેને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. સ્થિતિ અને અનુબંધ પૂર્વે કહેલ છે. એ પ્રમાણે નવે ગમો વિચારપૂર્વક કહેવા. એમ યાવતુ-છઠ્ઠી નરકમૃથિવી સુધી જાણવું. પણ વિશેષ એ કે અહીં અવગાહના, વેશ્યા, સ્થિતિ, અનુબંધ અને સંવેધ ભિન્ન ભિન્ન જાણવા. હે ભગવન્! અધસતમ નરકમૃથિવીનો નૈરયિક જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય? પૂર્વ પ્રમાણે નવે ગમકો કહેવો. વિશેષ એ કે અહીં અવગાહના, વેશ્યા, સ્થિતિ અને અનુબંધ ભિન્ન ભિન્ન જાણવા. સંવેધ-ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ, તથા કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. પહેલા છ એ ગમકોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ, તથા પાછળના ત્રણે ગમ કોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ ચાર ભવ જાણવા. નવે ગમકોમાં પ્રથમ ગમકની પેઠે વક્તવ્યતા કહેવી. પણ બીજા ગમમાં સ્થિતિ વિશેષતા છે. તથા કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોમપ-એટલો કાળ યાવતુ-ગમનાગમ કરે. ત્રીજા ગમમાં જઘન્ય પૂર્વકોટી અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ, ચોથા ગમમાં જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ, પાંચમાં ગમમાં જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ સાગ રોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ, છઠ્ઠા ગમમાં જઘન્ય પૂર્વકોટી અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગ રોપમ, સાતમાં ગમમાં જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ, આઠમાં ગમમાં જઘન્ય અન્તર્મુહૂત અધિક તેત્રીશ સાગ- રોપમ, અને ઉત્કૃષ્ટ બે અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ, તથા નવમા ગમમાં જઘન્ય પૂર્વ કોટી અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org