________________
શતક-૨૪, ઉદેસી-૧૮ થી ૧૯
૪૪૧ ઉદ્દેશકની પેઠે આ ઉદ્દેશક પણ કહેવો. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ (ભિત્ર) જાણવો-તથા તેજસ્કાયિકો દેવોથી આવી ઉત્પન્ન થતા નથી.વાયુકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ જેમ તેજસ્કાયિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવું. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ (ભિ4) જાણવો. વનસ્પતિકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાયઈત્યાદિ પૃથિવીકાયિકના ઉદ્દેશકની પેઠે આ ઉદ્દેશક કહેવો. પણ વિશેષ એ કે જ્યારે વનસ્પતિકાયિક વનસ્પતિકાયિકોમાં ઉત્પન્ન થાય ત્યારે પહેલાં, બીજા, ચોથા અને પાંચમાં આલાપકમાં પ્રતિસમય નિરન્તર અનંત જીવો ઉત્પન્ન થાય છે -એમ કહેવું. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અનંત ભવ તથા કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ બાકીના પાંચ આલાપકોમાં તેજ રીતે આઠ ભવ જાણવા. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ એ ભિન્ન ભિન્ન જાણવા. બેઈન્દ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ યાવતુ જે પૃથિવીકાયિક જીવ બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થાય? અહિં પૂર્વોક્ત પૃથિવીકાયિકની વક્તવ્યતા કહેવી, હે ભગવન્! તેઈન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ બેઈન્દ્રિયના ઉદ્દેશકની પેઠે ત્રીન્દ્રિયો સંબંધે પણ કહેવું. વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ (ભિન્ન ભિન્ન) જાણવો. તેજસ્કાયિકોની સાથે (તેઈન્દ્રિયોને સંવેધ) ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટ બસોને આઠ રાત્રિદિવસોનો હોય છે અને બેઈદ્રિયોની સાથે ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટ એકસો છન્ને રાત્રિદિવસ અધિક અડતાલીશ વર્ષ હોય છે. તેઈન્દ્રિયોની સાથે ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટ ત્રણસોને બાણું રાત્રિદિવસ જાણવો. એ પ્રમાણે યાવતુ-સંજ્ઞી મનુષ્ય સુધી સર્વત્ર જાણવું. ચઉરિદ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? જેમ તેઈન્દ્રિયોનો ઉદ્દેશક કહ્યો તેમ ચઉરિન્દ્રિયો સંબંધે પણ કહેવો. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો.
શતક-૨૪ ઉદ્દેશકઃ ૨૦ [૮૫]હે ભગવન ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ચારે ગતિથી.જો તેઓ નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી કે યાવતુ-અધસપ્તમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેસાતેથી રત્નપ્રભા પૃથિવીનો નૈરયિક જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા તિર્યંચોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? જેમ અસુરકુમારની વક્ત. વ્યતા કહી છે તેમ અહિં કહેવી. પણ વિશેષ એ કે સંઘયણમાં અનિષ્ટ અને અમનોજ્ઞ પુલો યાવતુ-પરિણમે છે. અવગાહના ભવધારણીય અને ઉત્તરક્રિય-એમ બે પ્રકારની છે. તેમાં જે ભવધારણીય શરીરની અવગાહના છે તે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ- ની અને ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ, અને છ અંગુલની છે. તથા જે ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના છે તે જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથની હોય છે. હે ભગવન્! તે જીવોનાં શરીરો કેટલાં સંસ્થાનવાળાં કહ્યાં છે? હુડકસંસ્થાન હોય છે, તેને એક કાપોતલેશ્યા છે. સમુદ્ધાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org