________________
શતક-૨૪, ઉદ્દેસો-૧
જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વવત્ જાણવી.
હે ભગવન્ ! તે (પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો) એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વની જાણવી. તે જઘન્યસ્થિતિવાળો પર્યાપ્ત અસંશી તિર્યંચયોનિક થઈ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈયિકોમાં ઉત્પન્ન થાય અને પાછો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલા કાળ સુધી યાવત્-ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-ઉત્કૃષ્ટ આયુષવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, વિશે પ્રશ્ન જઘન્યથી દસ હજા૨વર્ષની અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા સામાન્ય પાઠમાં કહ્યા પ્રમાણે જાણવી. પરન્તુ સ્થિતિ અને અનુબંધ એ બે બાબત વિશેષતા છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષની છે અને અનુબંધ પણ એ પ્રમાણે જ જાણવો. તે ઉત્કૃષ્ટસ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ રત્નપ્રભામાં નૈરયિક પણ ઉપજે અને પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિવાળો અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલા કાળ સુધી યાવત્-ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવસુધી અને કાળની અપેક્ષાએ જઘન્ય દશ હજારવર્ષ અધિક પૂર્વકોટી, અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જે જઘન્યસ્થિતિવાળા સંબંધે પ્રશ્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકમોમાં ઉત્પન્ન થાય.
હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? બાકી બધું યાવત્ અનુબંધ સુધી સાંતમા ગમમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્ ! તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્ય સ્થિતિવાળો રત્નપ્રભાવૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પુનઃ ઉત્કૃષ્ટસ્થિતિવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલો કાળ યાવત્-ગમનાગમન કરે ? ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ સુધી અને કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક દસ હજાર વર્ષ-ઉત્કૃષ્ટ સ્થિતિ વાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરિય કોમાં ઉપજવાને યોગ્ય છે તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ સાતમાં ગમમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્ ! તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ ઉત્કૃષ્ટસ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં યાવત્-ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-એ પ્રમાણે ઔધિક-સામાન્ય ત્રણ ગમ, જઘન્યકાળની સ્થિતિવાળા સંબંધે ત્રણ ગમ અને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંબંધે ત્રણ ગમ-એ બધા મળીને નવ ગમો થાય છે. હે ભગવન્ ! જો (નૈરયિકો) સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી ? સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી
Jain Education International
૪૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org