________________
શતક-૨૪, ઉદેસી-૧
૪૨૭. જ વક્તવ્યતા અને સંવેધ સાતમા ગમકની પેઠે કહેવો. જો તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્કૃષ્ટસ્થિતિવાળા સપ્તમ નરકમૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો એ જ પૂર્વોક્ત વક્તવ્યતા યાવદુ-અનુબંધ સુધી કહેવી. સંવેધ-ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ તથા કાળની અપેક્ષા એ જઘન્યથી બે પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમએટલો કાળ યાવતુ-ગમનાગમન કરે.
[૮૪૧]જો તે (નારક) મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી મનુષ્યોથી? હે ગૌતમ! તે સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, હે ભગવન! જે તે સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી? હે ગૌતમ ! તે સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, જો તે સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષવાળા હે ગૌતમ! તે પર્યાપ્ત, સંખ્યાતા વર્ષના આયુષ વાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, હે ભગવનું ! સંખ્યાતા વર્ષના આયુષવાળો પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યો જે નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન્! કેટલી નરકપૃથિવીઓમાં ઉત્પન્ન થાય? તે સાતે.
હે ભગવન્! સંખ્યાતા વર્ષના આયુષવાળો પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય, જે રત્નપ્રભાના નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન્! કેટલા કાળની સ્થિતિવાળા નૈરવિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે જઘન્યથી દસ હજાર આયુષવાળા અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમના આયુષવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તેઓ એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા. તેઓને છએ સંઘયણ હોય છે. શરીર ઉંચાઈ જઘન્ય બેથી નવ આંગળ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ પ્રમાણે હોય છે. બાકી બધું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પેઠે યાવતુ-ભવાદેશ સુધી કહેવું. પણ વિશેષ એકે મનુષ્યોને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. કેવલિસમુદુધાત સિવાય છ સમુદુધાત હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસપૃથકત્વ-અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીનો હોય છે. સંવેધકાળની અપે ક્ષાએ જઘન્યથી માસપૃથક્વ અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વમોટી અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતું ગમનાગમન કરે તે મનુષ્ય કાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને ઉપર કહેલી સર્વ વક્તવ્યતા કહેવી. પણ. વિશેષ એ છે કે કાળની અપેક્ષાએ જઘન્ય માસપૃથર્વ અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક ચાલીશ હજાર વર્ષ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે જ પૂર્વોક્ત. વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી માસપૃથકત્વ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ અને પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે મનુષ્ય પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય અને રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્તવ્યતા કહેવી. એમાં આ પંચ બાબતની વિશેષતા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org