________________
શતક-૨૪,
ઉદ્દેસો-૧૨ થી ૧૯
કરે. જો તે પૃથિવીકાયિક પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય અને પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે પૂર્વોક્ત પ્રથમ ગમક કહેવો. વિશેષ એ કે અહીં ત્રણ લેશ્યાઓ હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની હોય છે. અધ્યવસાય અપ્રશસ્ત હોય છે. અનુબંધ સ્થિતિ સમાન જાણવો.
જો તે પૃથિવીકાયિક જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તેને પૂર્વોક્ત ચોથા ગમકમાં કહેલી વક્તવ્યત કહેવી. જો તે પૃથિવીકાયિક ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે જઘન્ય એક, બે અને ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય. યાવત્-ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ તથા કાળની અપેક્ષા એ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાર અન્તર્મુહૂર્ત અધિક અધ્યાશી હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને એ પ્રમાણે ત્રીજા ગમકના સમાન આખો ગમક કહેવો. પણ વિશેષ એ કે તેની પોતાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની હોય છે. જો તે જીવ જઘન્યકાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય-એ પ્રમાણે અહીં સાતમાં ગમકની વક્તવ્યતા યાવત્-ભવાદેશ સુધી કહેવી. કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવી શહજારવર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક અઠ્યાવીશ હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે. જો તે જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની સ્થિતિ વાળા પૃથિવીકા યિકમાં ઉત્પન્ન થાય. અહીં બધી સપ્તમ ગમકની વક્તવ્યતા યાવત્-ભવાદેશ સુધી કહેવી. કાળાદેશથી જઘન્ય ચુમ્માલીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને છોતેર હજા૨ વર્ષ-એટલો યાવત્-ગમનાગમન કરે.
જો તે (પૃથિવીકાયિક) અાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ અપ્લાયિકથી કે બાદર અપ્કાયિકથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિકની પેઠે સૂક્ષ્મ, બાદર, પયિા, અપર્યાપ્તા-એ ચાર ભેદ કહેવા. હે ભગવન્ ! જે અપ્લાયિક પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની એ પ્રમાણે પૃથિવીકાયિકની પેઠે અહિં અપ્લાય સંબંધે પણ નવે ગમકો કહેવા. પણ વિશેષ એ કે અપ્લાયિકના શરીરનું સંસ્થાન સ્તિબુકપાણીના પરપોટા આકારે છે. સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની. હોય છે. અનુબંધ પણ એ પ્રમાણે જાણવો. એ રીતે ત્રણે ગમમાં જાણવું. ત્રીજા, છઠ્ઠા, સાતમાં, આઠમાં અને નવમાં ગમમાં સંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ હોય છે, તથા બાકીના ચારે ગમમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતાભવો હોયછે. ત્રીજા ગમમાં કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી એક લાખ અને સોળ હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે. છટ્ઠા ગમમાં કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશહજારવર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક અઠ્યાવીસ હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે. સાતમાં ગમમાં
Jain Education International
For Private & Personal Use Only
૪૩૫
www.jainelibrary.org