________________
૪૯૪
ભગવાઈ - ૨૪-૩ થી ૧૧/૮૪૫ થાય? હે ગૌતમ! કનિષ્ઠ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમની.ઈત્યાદિ જેમ અસુર- કુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય મનુષ્યની વક્તવ્યતા કહી છે તેમ અહીં પણ નવે ગમતોમાં બધી કહેવી. પણ વિશેષ એ કે અહીંઆ નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો. સુવર્ણકુમારથી સ્વનિતકુમારસુધીના આઠે ઉદ્દેશકો નાગકું મારોની પેઠે કહેવા. શતક-૨૪, ઉદ્દેસા-૩થી ૧૧ નીદીપરત્નસાગરે કરેલગુર્જર છાયાપૂર્ણ |
(ઉદ્દેશકઃ ૧૨ થી ૧૯) [૮૪૬]પૃથિવીકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે. ? હે ગૌતમ ! તિર્યચ. મનુષ્ય અને દેવોથી આવી ઉત્પન્ન થાય છે. જો તેઓ તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેમ વ્યુત્કાન્તિપદમાં કહ્યું છે તે પ્રમાણે અહિં ઉપપાત કહેવો, યાવતુ હે ભગવન્! જો તેઓ બાદર પૃથિવીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકથી કે અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકથી આવી યાવતુ-ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! બંને થી હે ભગવનું જે પૃથિવીકાયિક પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળઆ પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની ઉત્કૃષ્ટ બાવીશહારવર્ષની. તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય?હે ગૌતમ! તેઓ સમયે સમયે નિરંતર અસંખ્યાતા ઉત્પન્ન થાય. તેઓ છેવટ્ટ સંઘય ણવાળા હોયછે. તેઓનું શરીર જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. તેઓનું સંસ્થાન-મસુરની દાળ જેવું છે. ચાર લેશ્યાઓ હોય છે. મિથ્યા દ્રષ્ટિ હોય છે. અજ્ઞાની હોય છે, તેઓને અવશ્ય મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હોય છે. તેઓ કાયયોગી છે. ઉપયોગ બન્ને પ્રકારનો છે, ચાર સંજ્ઞાઓ અને ચારે કષાયો હોય છે. એક સ્પર્શેન્દ્રિય હોય છે. આદિના ત્રણ સમુદ્ધાતો અને વેદના બન્ને પ્રકારની હોય છે. તેઓને નપુંસક વેદ હોય છે. સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની હોય છે. અધ્યવસાયો બન્ને પ્રકારના હોય છે. અનુબંધ સ્થિતિ પ્રમાણે જાણવો.
હે ભગવનું ! તે પૃથિવીકાયિક મરીને પૃથિવીકાયકપણે ઉત્પન્ન થાય, પુનઃપૃથિવિકાયિક થાય-એમ કેટલા કાળ સુધી સેવે-કેટલા કાળ સુધી ગમનાગમન કરે ? હે ગૌતમ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવો, કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા વર્ષ. જો તે પૃથિવીકાયિક જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્ત મુહૂર્તની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે બધી વક્તવ્યતા કહેવી. જો તે પૃથિવીકાયિક ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાયતો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ બાવીશહજારવર્ષની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય. .બાકી બધું અનુબંધ સુધી પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને છોતરે હજાર વર્ષ એટલો કાળ યાવતુ- ગમનાગમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org