________________
૪૧૮
ભગવાઈ- ૨૧/૧/૨ થી ૧૦૮૧૪ એ દશ ઉદ્દેશકો જાણવા. શતક ૨૧-વર્ગ-૧ ઉદેસોર થી ૧૦ની મુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ
(વર્ગ-ર થી ૮) [૮૧૫-૮૨૧]હે ભગવન્! કલાય-વટાળા, મસુર, તલ, મગ, અડદ, વાલ, કલથી, આલિસંદક, સટિન અને પલિમંથક-ચળા-એ બધાના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે તે. ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વ કહ્યા પ્રમાણે મૂળાદિક દશ ઉદ્દેશકો અહિં કહેવા હે ભગવન્! અળસી, કુટુંબ, કોદ્રવ, કાંગ, રાગ, તુવેર, કોદૂસા, સરળ, સરસવ અને મૂળક બીજ-એ વનસ્પતિના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે?
અહિં પણ શાલિઉદ્દેશકની પેઠે જાણવુ. હે ભગવન્! વાંસ, વેણુ, કનક, કવિંશ, ચારુ વંશ, દંડા, કુડા, વિભા, ચંડ, વેણુકા અને કલ્યાણી-એ બધી વનસ્પતિના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે? પૂર્વ પ્રમાણે. વિશેષ એ કે અહિં કોઈ પણ ઠેકાણે દેવો ઉત્પન્ન થતા નથી. ત્રણ લેશ્યાઓ તથા તે સંબંધે છવ્વીસ ભાંગા કહેવા. હે ભગવન્! ઈક્ષ-શેલડી, ઈશુવાટિકા, વીરણ, ઈકકડ, માસ, સુંઠ, વેત્ર (દ) તિમિર, સતપોરગ અને નડએ બધી વનસ્પતિના મૂળપણે જે જીવો ઉપજે છે તેઓ ક્યાંથી આવીને ઉપજે છે? જેમ વંશવર્ગસંબંધે કહ્યું છે તેમ અહિં પણ મૂળાદિક દશ ઉદ્દેશકો કહેવા. વિશેષ એ કે સ્કંધોદ્દેશકમાં દેવો પણ ઉત્પન્ન થાય છે અને તેઓને ચાર લેયાઓ હોય છે એમ કહેવું, હે ભગવનું ! સેડિય, ભંતિય દર્ભ કોતિય, દર્ભકુશ, પર્વક, પોદેઈલ અર્જુનઆષાઢક,રોહિતક, સમુ,વખીત,ભૂસ,એરંડ,કુરુકુંદ, કરકર,સુંઠ, વિભંગ, મધુરણ થરગ, શિલ્પિક અને સંકલિતૃણ-એ બધાના મૂળ તરીકે જે જીવો ઉપજે છે, તેઓ ક્યાંથી આવીને ઉપજે છે ? એ પ્રમાણે સમગ્ર વંશવર્ગની પેઠે જાણવું હે ભગવન્! અબ્રહ, વાવણ, હરિતક, તાંદળજો, તૃણ, વત્થલ, પોરક, મારક, બિલ્લી પાલ્લક, દગપિપ્પલી, દધ્વિ-દર્દી, સ્વસ્તિક, શાડમંડુક, મૂલક, સરસર, અંબિલશાક, જિયતંગ, એ બધાના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વોક્ત વંશવર્ગની પેઠે.કહેવા.હે ભગવન્!તુલસી, કૃષ્ણ,દરાલ, ફળેજા, અજ્જા, ચૂતળા, ચોરા, જીરા, દમણાં, મરુયા, ઈદીવર, અને શતપુષ્પ-એ બધાના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે? વંશવર્ગની પેઠે કહેવું. એ પ્રમાણે એ બધા મળીને આઠ વર્ગના એંશી ઉદ્દેશકો જાણવા. [ શતક ૨૧-વર્ગ-૨ થી ૮નીમુનિદીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ
શતક-૨૧-ગુર્જરછાયાપૂર્ણ
(શતક-૨૨)
- વર્ગઃ૧ પર [૮૨૨-૮૨૩)તાલ, એકબીજાવાળુ વૃક્ષ, બહુબીજ, ગુચ્છ, ગુલ્મ, વલ્લિ, પ્રમાણે દશ દશ ઉદ્દેશકના છ વર્ગ છે. હે ભગવન્! તાડ, તમાલ, તકલિ, તેતલિ, સાલ, સરલદેવાદાર, સારગલ, વાવ-કેતકી કેલ, કંદકી, ચર્મવૃક્ષ, ગુંદવૃક્ષ, હિંગવૃક્ષ, લવંગવૃક્ષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org