________________
શતક-૧૯, ઉદેસો-૯
૪૦૧ કષાય, સમુધાત, સંજ્ઞા, વેશ્યા, દ્રષ્ટિ, છેદ પ્રાણાતિપાતકરણ, પુદ્ગલકરણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન-આટલી વસ્તુ કહી. શતક ૧૯-ઉદેસી ર૯ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
( ઉદ્દેશકઃ૧૦) [૭૭૭-૭૭૮]બધા વાનવ્યન્તરો સમાનઆહારવાળા હોય છે-ઈત્યાદિ પ્રશ્ન. સોળમાં શતકમાં દ્વીપકુમારોદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ-અલ્પર્ધિક સુધી જાણવું. શતક ૧૯-ઉદેસઃ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ '
શતકઃ ૧૯-ગુર્જરછાયાપૂર્ણ |
(શતક ૨૦ )
-: ઉસ:૧:[૭૭]બેઈન્દ્રિય, આકા, પ્રાણાતિપાતિ, ઈન્દ્રિયોપચય, પરમાણું, અન્ત, બન્ધ, ભૂમિ, ચારણા,અને સોપક્રમ એ દશ ઉદ્દેશકો છે.
૭િ૮૦] હે ભગવનું ! કદાચિત-બે યાવત-ચાર કે પાંચ બેઈદ્રિય જીવો એકઠા થઈને એક સાધારણ શરીર બાંધે, ત્યાર પછી આહાર કરે, તેને પરિણભાવે અને પછી વિશિષ્ટ શરીર બાંધે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. કારણ કે બેઈન્દ્રિય જીવો જુદા. જુદા આહાર કરનારા અને તેના ભિન્ન ભિન્ન પરિણામ કરનારા હોય છે, બેઈન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ કહી છે ? કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાપોતલેશ્યા, એ પ્રમાણે જેમા ઓગણીશમાં શતકમાં તેજસ્કાયિક જીવો વિષે કહ્યું છે, તેમ અહિં પણ યાવત-ઉદ્વિતે ત્યાં સુધી કહેવું. વિશેષ એ કે, બેઈન્દ્રિય જીવો સમ્યવૃષ્ટિ પણ હોય છે અને મિથ્યાવૃષ્ટિ પણ હોય છે, પણ સમ્યુગ્મિથ્યાદ્રષ્ટિ હોતા નથી. તેઓને અવશ્ય બે જ્ઞાન કે બે અજ્ઞાન હોય છે, તેઓને મનોયોગ નથી, પણ વચનયોગ અને કાયયોગ હોય છે. તેઓને અવશ્ય છ દિશાનો આહાર હોય છે. હે ભગવન્! તે જીવોને “અમે ઈષ્ટ અને અનિષ્ટ રસને તથા ઈષ્ટ અને અનિષ્ટ સ્પર્શને અનુભવીએ છીએ એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોય છે? એ અર્થ સમર્થ નથી, તેઓની જઘન્ય સ્થિતિ-અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાર વરસ ની છે. બાકીનું બધું પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો સંબંધે પણ કહેવું. માત્ર સ્થિતિમાં અને ઈન્દ્રિયોમાં વિશેષ છે, બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. સ્થિતિ પ્રજ્ઞાપનના સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવી.
હે ભગવન્! કદાચિતું યાવતુ-ચાર પાંચ પંચેન્દ્રિયો ભેગા મળીને એક સાધારણ શરીર બાંધે ? બધું બેઈન્દ્રિયોની પેઠે કહેવું. વિશેષ એ કે તેઓને છ એ વેશ્યાઓ હોય છે, સમ્યગુ, મિથ્યાત્વ અને મિશ્ર એ ત્રણે દ્રષ્ટિ હોય છે, ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ-વિકલ્પ હોય છે અને યોગ ત્રણે હોય છે. હે ભગવન્! તે જીવોને “અમે આહાર કરીએ છીએ'-એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોય છે? હે ગૌતમ ! કેટલાક જીવોને હોય છે, અને કેટલાંક જીવોને ન હોય. હે ભગવન્! તે જીવોને “અમે ઈષ્ટ કે અનિષ્ટ રુપ, ગંધ, રસ અને સ્પર્શીને અનુભવીએ છીએ'-એવી સંજ્ઞા, 'વતુ-વચન હોય છે ? હે ગૌતમ 2િ6]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org