________________
૪૦૬
ભગવઈ - ૨૦/-/પ/૭૮૬ કની પેઠે જાણવા. જો ત્રણ વર્ણવાળો હોય તો કદાચ કાળો, લીલો અને રાતો હોય, એ પ્રમાણે પંચ પ્રદેશિક સ્કંધના સાત ભાંગા કહ્યા છે તેમ અહિં કહેવા. યાવતુ એક ત્રિકસંયોગના આઠ ભાંગા જાણવા. એવા દશ ત્રિક સંયો- ગના એંશી ભાંગા થાય. જો તે ચાર વર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો અને પીળો હોય,એ પ્રમાણે સર્વ વર્ણના એક તથા બહુવચન આશ્રીને ચતુઃસંયોગી અગીયાર ભાંગા થયા. એવા પાંચ ચતુઃસંયોગ ના પંચાવન ભાંગા થાય છે. હવે જો તે પાંચવર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો અને ધોળો હોય, એ પ્રમાણે એક તથા બહુવચનને આશ્રીને છ ભાંગા સમજવા. એ પ્રમાણે (અસંયોગી, દ્વિસંયોગી, ત્રિકસંયોગી, ચતુઃ સંયોગી અને પંચસં-યોગી-સર્વ મળીને વર્ણને આશ્રયી) ભાંગા થાય છે. ગંધ સંબંધે પંચપ્રદેશિકની પેઠે ભાંગા જાણવા, રસો વર્ષોની પેઠે જાણવા. અને સ્પર્શના ચતુષ્પદે શિક સ્કંધની પેઠે ભાંગા જાણવા.
હે ભગવન્! સાત પ્રદેશવાળો સ્કંધ કેટલા વર્ણવાળો હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેમ પંચપ્રદેશિક ધ સંબંધે કહ્યું તેમ અહિં પણ કહેવું. યાવતુ-કદાચ ચાર સ્પર્શવાળો.” ને તે એક વર્ણવાળો-ઈત્યાદિ હોય તો એક વર્ણ, બે વર્ષ અને ત્રણ વર્ષના ભાંગા છ પ્રદેશિક સ્કંધની પેઠે જાણવા. હવે જો તે કદાચ ચાર વર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો અને પીળો હોય. એ પ્રમાણે એક તથા બહુવચનને આશ્રીને ચતુષ્કસંયોગમાં પંદર ભાંગા કહેવા, પાંચ ચતુષ્કસંયોગ થઈને કુલ પંચોતેર ભાંગા થાય છે. જો તે પાંચવર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો, અને ધોળો હોય, એ રીતે એક તથા બહુ વચનને આશ્રીને સોળ ભાંગાઓ થાય છે. અસંયોગી, દ્વિકસંયોગીત્રિકસંયોગિ, ચતુષ્કસંયોગી અને પંચસંયોગી સોળ. બધા મળીને વર્ણને આશ્રયી બસો ને સોળ ભાંગા થાય છે. ગંધ સંબંધે ચતુuદેશિક સ્કંધની પેઠે જાણવું. અહિં જેમ વર્ણના કહ્યા તેમ રસના ભાંગા જાણવા અને સ્પર્શના ભાંગા ચતુષ્પદેશિક સ્કંધની પેઠે જાણવા.
હે ભગવન્! આઠ પ્રદેશવાલો અંધ કેટલા વર્ણવાળો હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે કદાચ એક વર્ણવાળો હોય-ઈત્યાદિ સપ્તપ્રાદેશિક સ્કંધની પેઠે યાવતુ-કદાચ ચાર સ્પર્શવાળો હોય વગેરે કહેવું.” હવે જો તે એક વર્ણવાળો-ઈત્યાદિ હોય તો તેના એક વર્ણ, બે વર્ણ અને ત્રણ વર્ષના ભાંગાઓ સપ્તપ્રદેશિક સ્કંધની પેઠે સમજવા. જો તે ચારવર્ણવાળો હોય તો, કદાચ તેનો એક દેશ કાળો, લીલો, રાતો અને પીળો હોય. કદાચ તેનો એક દેશ કાળો, લીલો, રાતો અને અનેક દેશો પીળા હોય. એ પ્રમાણે સપ્તપ્રદેશિક સ્કંધની પેઠે પંદર ભાંગા જાણવા, સોળમો ભંગ-કદાચ અનેક દેશો કાળા, લીલા, રાતા અને પીળા હોય. એક ચતુષ્કસંયોગમાં સોળ ભાંગાઓ થાય છે. બધા મળીને પાંચ ચતુષ્કસંયોગના સોળ એંશી ભાંગા થાય છે. હવે જે તે પાંચ વર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો, અને ધોળો હોય, કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો અને અનેક દેશો ધોળા હોય. એ પ્રમાણે અનુક્રમે ભાંગાઓ કહેવા, એ પ્રમાણે એ પંચ સંયોગના પૂવક્ત છવ્વીસ ભાંગાઓ થાય છે. અને પૂર્વોપર બધા મળીને અસંયોગી, દ્વિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુઃસંયોગી અને પંચસંયોગી-એમ વર્ણના બસો ને એકત્રીશ ભાંગાઓ થાય છે. ગંધ સંબંધે સપ્તપ્રાદેશિકની પેઠે ભાંગાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org