________________
૪૦૭
શતક-૨૦, ઉદેસો-૫ સમજવા. વર્ષોની પેઠે રસો કહેવો, અને સ્પર્શના ભાંગા ચતુષ્પદેશિકની પેઠે કહેવા.
હે ભગવન્! નવ પ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! અષ્ટપ્રદેશિક સ્કંધની પેઠે કદાચ એક વર્ણવાળો વાવતુ-કદાચ ચાર સ્પર્શવાળો હોય છે.” જે તે એક વર્ણવાળો ઈત્યાદિ હોય તો એક, બે, ત્રણ અને ચાર વર્ણના ભાંગાઓ અષ્ટપ્રદેશિક સ્કંધની પેઠે જાણવા. હવે જો તે પાંચવર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો અને ધોળો હોય, એ પ્રમાણે ક્રમ પૂર્વક એકત્રીશ ભાંગાઓ કહેવો. એમ વર્ણને આશ્રયી અસંયોગી, દ્ધિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુઃસંયોગી અને પંચસંયોગી-બધા મળીને બસો ને છત્રીસ ભાંગા થાય છે. ગંધસંબંધે અષ્ટપ્રદેશિકની જેમ કહેવું. રસ સંબંધે પોતાના વર્ણની જેમ જાણવું અને સ્પર્શ સંબંધે ચતુષ્પદેશિક સ્કંધની પેઠે કહેવું.
હે ભગવન્! દશપ્રદેશિક સ્કંધ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! નવપ્રદેશિક સ્કંધની પેઠે કદાચ એક વર્ણવાળો હોય, યાવતુ-કદાચ ચાર સ્પર્શવાળો હોય. જો તે એક વર્ણવાળો ઈત્યાદિ હોય તો, એક, બે, ત્રણ અને ચાર વર્ણ સંબંધે નવપ્રદેશિક કંધની જેમ કહેવું. જો તે પાંચ વર્ણવાળો હોય તો પણ નવપ્રદેશિકની પેઠે જ જાણવું. પણ વિશેષ એ કે, અહિં બત્રીશમો ભાંગો અધિક કહેવો. એ પ્રમાણે અસંયોગી, દ્વિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુઃસંયોગી અને પંચસંયોગી-બધા મળીને બસોને સાડત્રીશ ભાંગા થાય છે. ગંધ સંબંધે નવપ્રદેશિક કંમ્પની પેઠે ભાંગા કહેવા. રસના ભાંગા પોતાના વર્ણની પેઠે જાણવા. અને સ્પર્શ સંબંધી ભાંગા ચતુષ્પદેશિક પેઠે જાણવા. જેમ દશપ્રદેશિક સ્કંધ કહ્યો તેમ સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને સૂક્ષ્મ- પરિણામવાળો અનંત પ્રદેશિક સ્કંધ પણ જાણવો.
૭િ૮૭ હે ભગવન્! બાદરપરિણામવાળો (ધૂળ) અનંતપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો હોય?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! અઢારમાં શતકમાં કહ્યા પ્રમાણે યાવતુતે કદાચ આઠ સ્પર્શવાળો પણ કહ્યો છે ત્યાં સુધી જાણવું. તેના વર્ણ, ગંધ અને રસના. ભાંગાઓ દશપ્રદેશિક સ્કંધની પેઠે જાણવા. હવે જો તે ચારસ્પર્શવાળો હોય તો, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ સર્વ સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુ-કોમળ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય. કદાચ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ ઉણ અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ નિષ્પ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ રુક્ષ હોય. એ સોળ ભાંગાઓ જાણવા.
હવે જો તે પાંચસ્પર્શવાળો હોય તો સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત, એક દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org