________________
૪૦૮
ભગવઈ - ૨૦-૫૭૮૩ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, અથવા સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશો રુક્ષ હોય, અથવા સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત, અનેક દેશો સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, અથવા સર્વ કર્કશ, સર્વ ગુરુસ સર્વ શીત, અનેક દેશો નિગ્ધ અને અનેક દેશો રુક્ષ હોય, અથવા કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, (અહિં ઉપર પ્રમાણે ચાર ભાંગા જાણવા.) યાવતુ એ પ્રમાણે બધાં સ્પર્શ ને એક તથા બહુવચન આશ્રીને બધાં મળીને પાંચ સ્પર્શનો એક સૌને અઠ્યાવીશ ભાંગા થાય છે.
હવે જો તે છે સ્પર્શવાળો હોય તો સર્વ કર્કશ, સર્વ ગુરુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશો રુક્ષ હોય, એ પ્રમાણે યાવતુયાવતુ-કદાચ સર્વ ઉષ્ણ, સર્વ રુક્ષ અનેક દેશો કર્કશ, અનેક દેશો મૃદુ, અનેક દેશો ગુરુ અને અનેક દેશો લઘુ હોય. એ પ્રમાણે અહિં પણ ચોસઠ ભાંગા જાણવા. તે બધા મળીને છ સ્પર્શ સંબંધે કુલ ૩૮૪ ભાંગા થાય છે.
હવે જો તે સાત સ્પર્શવાળો હોય તો સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશો સ્નિગ્ધ અને અનેક દેશો રુક્ષ હોય. (એ પ્રમાણે ચાર ભાંગા કરવા.) યાવત્ એ પ્રમાણે એક દેશ તથા અનેક દેશને આશ્રીને સોળ ભાંગા અહિં પણ કહેવા. કદાચ સર્વ કર્કશ, અનેક દેશો ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. અહિં પણ સોળ ભાંગા કહેવા. કદાચ સર્વ કર્કશ, અનેક દેશો ગુરુ, અનેક દેશો લઇ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. એ પણ સોળ ભાંગા. કહેવા. એ પ્રમાણે એ ચોસઠ ભાંગા “કર્કશ” સાથે કહ્યાં. એ રીતે દરેક સ્પર્શ સાથે ગણતા. યાવતુ-સર્વ રુક્ષ, અનેક દેશો મૃદુ, અનેક દેશો ગુરુ, અનેક દેશો લઘુ, અનેક દેશો શીત. અને અનેક દેશો ઉષ્ણ હોય. એ રીતે બધા મળીને સાત સ્પર્શના પાંચસોને બાર ભાંગા થાયછે.
જો તે આઠ સ્પર્શવાળો હોય તો કદાચ એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ, હોય. (અહિં ચાર ભાંગા કરવા.) એ પ્રમાણે ચાર ચતુષ્કના સોળ ભાંગા કરવા. કદાચ એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેવ ગરુ, અનેક દેશો લઘુ. એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. એ પ્રમાણે “ગુરુ” ને એક વચનમાં અને ‘લઘુને બહુવચનમાં રાખી (ઉપરના જ) સોળ ભાંગા કરવા. પ્રમાણે એ બધા મળીને ચોસઠ ભાંગા “કર્કશ અને મૃદુ ને એક વચનમાં રાખવાથી થાય. તેમાં કર્કશને એક વચનમાં અને મૃદુને અનેક વચનમાં રાખી એજ પ્રમાણે બીજા ચોસઠ ભાંગા કરવા. વળી તેમાં કર્કશને બહુવચનમાં અને મૃદુને એક વચનમાં રાખી પુનઃ ચોસઠ ભાંગા કરવા. વળી પણ કર્કશ અને મૃદુ બંન્નેને બહુસંખ્યામાં રાખી બીજા ચોસઠ ભાંગા કરવા. એ બધા મળીને આઠ સ્પર્શને બસો ને છપ્પન્ન ભાંગા થાય છે. એ પ્રમાણે બાદર પરિણામવાળા અનંતપ્રદેશિક સ્કંધમાં સ્પર્શના સર્વ સંયોગોને આશ્રયી બધા મળીને ૧૨૯૬ ભાંગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org