________________
૩૯
ભગવઈ - ૧૮/૧૦/૭૫૬ ભગવંત મહાવીરની થોડે દૂર પાસે બેસી તેણે તેમને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! તમને યાત્રા, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર છે? હે સોમિલ ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યકાદિક યોગોમાં જે મારી પ્રવૃત્તિ છે તે મારી યાત્રા છે. હે ભગવન્! તમને યાપનીય એ શું છે ? હે સોમિલ ! યાપનીય બે પ્રકારનું છે, ઈન્દ્રિયયા પનીય અને નોઈદ્રિયયાપનીય. શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેદ્રિય, જિન્દ્રિય અને ” સ્પર્શનેન્દ્રિય-એ પાંચે ઈન્દ્રિયો ઉપઘાત રહિત મારે અધીન વર્તે છે તે મારે ઈન્દ્રયયા પનીય છે.
હે ભગવન્! નોઈદ્રિયયાપનીય એ શું? હે સોમિલ ! જે મારા ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયો વ્યચ્છિન્ન થયેલા છે અને ઉદયમાં આવતા નથી તે નોઈદ્રિય યાપનીય છે. હે ભગવન્! તમને અવ્યાબાધ એ શું છે? જે મારા વાત, પિત્ત, કફ અને સંનિપાતજન્ય અનેક પ્રકારના શરીરસંબંધી દોષો-રોગાતકો ઉપશાંત થયા છે અને ઉદયમાં આવતા નથી તે અવ્યાબાધ છે. તમારે પ્રાસુકવિહાર એ શું છે ? હે સોમિલ ! આરામો, ઉદ્યાનો, દેવકુલો, સભાઓ, પરબો તથા સ્ત્રી, પશું અને નપુંસકરહિત વસતિ ઓમાં નિર્દોષ અને એષણીય પીઠ, ફલક, શય્યા અને સંથારાને પ્રાપ્ત કરીને હું વિહરું છું તે પ્રાસુક વિહાર છે. સરિસવો આપને ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે? હે સોમિલ ! સરિસવ મારે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. તારા બ્રાહ્મણના નયોમાં-શાસ્ત્રોમાં બે પ્રકારના સરિસવ કહ્યા છે, મિત્રસરિસવ અને ધાન્યસરિસવ. તેમાં જે મિત્રસરિયસર છે તે ત્રણ પ્રકારના કહ્યા છે, સહજાત-સાથે ઉછરેલા અને સાથે ધૂળમાં રમેલા. તે ત્રણ પ્રકારના સરિસવા સમાનવયસ્કમિત્રો શ્રમણ નિર્ચન્થને અભક્ષ્ય છે. અને જે ધાન્યસરિસવ છે તે બે પ્રકારના કહ્યા છે. -શસ્ત્રપરિણત અને અશસ્ત્રપરિણત. તેમાં જે અશસ્ત્રપરિણતતે શ્રમણનિગ્રન્થોને અભક્ષ્ય છે. અને શસ્ત્રપરિણત બે પ્રકારના કહ્યા છે, એષણીયઅને અષણીય- તેમાં જે અષણીય છે તે શ્રમણ નિગ્રંથોને અભક્ષ્ય છે. વળી જે એષણીય સરિસવો છે તે બે પ્રકારના કહ્યા છે, યાચિત-અયાચિત- તેમાં જે અયાચિત સરિસવ છે, તે શ્રમણ નિર્ચન્હોને અભક્ષ્ય છે, અને જે યાચિત સરિસવ છે, તે બે પ્રકારના છે, મળેલા અને નહિ મળેલા. તેમાં જે નહિ મળેલા છે તે અભક્ષ્ય છે, અને જે મળેલા છે તે શ્રમણ નિર્મન્થોને ભક્ષ્ય છે.
હે ભગવન્! માસ તમારે ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે? હે સોમિલ ! માસ મારે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. તારા બ્રાહ્મણના નયોમાં માસ બે પ્રકારના કહ્યા, દ્રવ્યમાસ અને કાલમાસ. તેમાં બે કાળમાસ છે તે શ્રાવણથી માંડી અષાઢ માસ સુધી બાર પ્રકારના છે, તે શ્રમણનિર્મન્થોને અભક્ષ્ય છે. તેમાં જે દ્રવ્યમાસ છે તે બે પ્રકારે છે, અર્થમાસ અને ધાન્ય માસ. તેમાં જે અર્થમાસ છે તે બે પ્રકારના સુવર્ણ માસ અને રોપ્યમાસ. તે શ્રમણ નિર્ચન્થને અભક્ષ્ય છે. વળી જે ધાન્યમાસ છે તે બે પ્રકારના છેશસ્ત્રપરિણત અને અશસ્ત્રપરિણત છે-ઈત્યાદિ જેમ ધા સરસવ સંબંધે કહ્યું તેમ ધાન્યમા સંબધે પણ જાણવું.
[૭પ૭]હે ભગવન્! આપને કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે? હે સોમિલ ! બને. તારા બ્રાહ્મણશાસ્ત્રમાં કુલત્થાબે પ્રકારે છે સ્ત્રીકુલત્થા અને ધાન્યકુલત્થા તેમાં જે સ્ત્રી કુલત્થા છે તે ત્રણ પ્રકારે કુલકન્યકા, કુલવધૂ અને કુલમાતા. તે શ્રમણનિન્યોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org