________________
૩૯૪
ભગવદ- ૧૯-૩૭૬૧ અને શ્રુતઅજ્ઞાન. હે ભગવનું ! શું તે પૃથિવીકાયિક જીવો મનોયોગી, વચનયોગી કે કાયયોગી છે? હે ગૌતમ ! તેઓ કાયયોગવાળા છે. હે ભગવન્! શું તે જીવોને સાકારજ્ઞાનોપયોગ હોય છે કે નિરાકાર-દર્શનોપયોગ ઉપયોગ હોય છે? હે ગૌતમ ! બંને. હે ભગવન્! તે જીવો કેવો આહાર કરે છે? હે ગૌતમ ! તેઓ દ્રવ્યથી અનંત પ્રદેશવાળાં પુદ્ગલોનો આહાર કરે છે-ઈત્યાદિ બધું પ્રજ્ઞાપનાસ્ત્રના પ્રથમ આહારોદેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! તે જીવો જે આહાર કરે છે તેનો ચય થાય છે અને આહાર નથી કરતા તેનો ચય નથી થતો, તથા જે આહારનો ચય થયેલો હોય છે તે આહાર બહાર નીકળે છે અને શરીર-ઈન્દ્રિયપણે પરિણમે છે? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવનું ! તે જીવોને “અમે આહાર કરીએ છીએ” એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન છે? એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્! તે જીવોને “અમે ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શને અનુભવીએ છીએ એની સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન છે ? એ અર્થ સમર્થ યથાર્થ નથી. હે ભગવન્! તે પૃથિવી- કાયિક જીવો પ્રાણાતિપાત યાવતુ-મિથ્યાદર્શન શલ્યમાં રહેલ એમ કહેવાય છે ? હે ગૌતમ! તે જીવો જે બીજા પૃથિવીકાયિકાદિ જીવોની હિંસાદિ કરે છે એમ કહેવાય છે તે જીવોને એવો ભેદ જ્ઞાત નથી.
હે ભગવન્! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય?-ઈત્યાદિ. જેમ વ્યુત્કાન્તિ પદમાં પૃથિવીકાયિકોનો ઉત્પાદ કહેલ છે તેમ અહિં કહેવો. તે પૃથિવીકાયિક જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાવીશ હજાર. હે ભગવન્! તે જીવોને કેટલા સમુદુઘાત કહ્યા છે? હે ગૌતમ! ત્રણવેદના સમુદુઘાત, કષાય સમુદ્દાત અને મારાન્તિક સમુદ્યાત. હે ભગવન્! શું તે જીવો મારણાન્તિક સમુદ્ર ઘાત કરીને મરે કે મારણાન્તિક સમુદ્દાત કર્યા સિવાય મરે? બંને હે ભગવન્! તેઓ મરીને તુરત ક્યાં જાય, ક્યાં ઉત્પન્ન થાય ? વ્યુત્કાન્તિ પદમાં કહ્યા પ્રમાણે. હે ભગવન્! કદાચ બે, ત્રણ કે પાંચ અપ્લાયિકો ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે અને પછી આહાર કરે ? પૃથિવીકાયિકોને આશ્રયી જે પાઠ કહેવામાં આવેલ છે તે અહિં ઉદ્વર્તના દ્વાર સુધી કહેવો. પરન્તુ અપ્નાયિકોની સ્થિતિ ઉત્કૃષ્ટથી સાત હજાર વર્ષની જાણવી. હે ભગવન્! યાવતુ-ચાર કે પાંચ અગ્નિકાયિક જીવો ભેગા થઈ એક સાધારણ શરીર બાંધે ઈિત્યાદિ પૂર્વવતુ પ્રશ્ન અને ઉત્તર કહેવો. પરન્તુ વિશેષ એ છે કે તેઓનો ઉપપાત, સ્થિતિ
અને ઉદ્વર્તના પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવા, વાયુકાયિકોને પણ એ પ્રમાણે જાણવું, પરન્તુ એટલો વિશેષ કે તેઓને ચાર સમુદ્યાત હોય છે. હે ભગવન્! કદાચ યાવતુ-ચાર કે પાંચ વનસ્પતિકાયિકો ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે ? ઈત્યાદિ પ્રશ્ન: હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. પણ અનંતવનસ્પતિકાયિક જીવો ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે છે, ઈત્યાદિ બધું અગ્નિકાયિકોની પેઠે યાવતુ-“ઉદ્વર્તે છે ત્યાંસુધી’ કહેવું. વિશેષ એ કે તેઓને આહાર અવશ્ય છ દિશાનો હોય છે, વળી તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્તની હોય છે.
[૭૬૨] હે ભગવન્! સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા પૃથિવીકાયિકો, યાવતુવનસ્પતિકાયિકોની કોની અવગાહનાકોનાથીયાવવિશેષાધિક છે?હે ગૌતમ ! અપર્યાપ્તસૂક્ષ્મનિગોદની જઘન્યઅવગાહના સૌથી થોડીછે, અપર્યાપ્તસૂક્ષ્મ વાયુકાયિક ની જઘન્ય અવગાહના તેથી અસંખ્યગુણ છે, અપર્યાપ્તસૂક્ષ્મ અગ્નિકાયની જઘન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org