________________
શતક-૧૮, ઉદેસો-૭
૩૮૯ પાંચ હજાર વર્ષે હેઠલા રૈવેયકના દેવો એક લાખ વર્ષે. વચલાગૈવેયકના દેવો બે લાખ વર્ષે, ઉપરનારૈવેયકના દેવો ત્રણ લાખ વર્ષે, વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતના દેવો ચારલાખ વર્ષે, અને સવથિસિદ્ધના દેવો પાંચ લાખ વર્ષે અનંત કમfશોને ખપાવે છે. શતકઃ ૧૮-ઉદેસી ૭નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકઃ૮ ) ૭૪૯|ગૌતમ બોલ્યા કે, હે ભગવન્! આગળ અને બાજુએ યુગ પ્રમાણે ભૂમિને જોઈને ગમન કરતાં ભાવિતાત્મા અનગારના પગ નીચે કુકડીનું બચ્ચું, બતકનું બચ્યું કે કુલિંગચ્છાય આવીને મરણ પામે તો તે અનગારનને શું એયપિથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? એયપિથિકી ક્રિયા લાગે, પણ સાંપરાયિકી ક્રિયા ન લાગે. એમ શા હેતુથી કહો છો-ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર સાતમા શતકના સંવૃત્ત ઉદ્દેશક કહ્યા પ્રમાણે જાણશો. યાવતુ-અર્થનો નિક્ષેપ-નિગમન કરવો. ત્યાર પછી શ્રમણ ભગવંત. મહાવીર બહારના દેશોમાં વિહાર કરે છે. તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું. યાવતુપૃથિવીશિલાપટ્ટ હતો. તે ગુણસિલક ચેત્યની આસપાસ ઘણા અન્યતીથિંકો રહેતા હતા. ત્યાં શ્રમણ ભગવંત મહાવીર સમોસય. યાવતુ-પર્ષદા વાંદીને પાછી ગઈ. તે કાળે તે સમયે શ્રમણ ભગવત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિઅનગાર યાવતુ-ઢીંચણ ઉંચા રાખી સંયમથી આત્માને ભાવિત કરતા વિહરે છે. ત્યારે અન્યતીર્થિકો જ્યાં ભગવંત ગૌતમ છે ત્યાં આવ્યા, અને હ્યું- હે આય! તમે ત્રિવધે અસંયત- અને યાવતું એકાંત બાલ-વિરતિરહિત છો.'
[૭૫૦]ત્યારપછી ભગવંત ગૌતમે અન્યતીર્થકોને આ પ્રમાણે કહ્યું,-હે આયો ! ક્યા કારણથી અમે ત્રિવિધે અસંયત વાવત એકાંત. બાલ છીએ' ? ત્યારે તે અન્યતી ર્થિકોએ કહ્યું, “હે આર્યો! તમે ગમન કરતાં જીવોને આક્રાન્ત કરોછો દબાવો છો, મારો છો, યાવતુ-ઉપદ્રવ છો, માટે તમે ત્રિવિધ ત્રિવિધે સંયમરહિત અને એકાંત બાલ છો.' ત્યાર ભગવંત ગૌતમે કહ્યું- હે આય! અમે ગમન કરતાં પ્રાણોને કચરતા નથી, યાવતુતેને પીડા કરતા નથી. પણ અમે ગમન કરતા કાય, સંયમયોગ અને ગમનને આશ્રયી જોઈ જોઈને, ચાલીએ છીએ, તે માટે પ્રાણોને નહિ કચરતા તેમ યાવતુ-નહિ પીડા કરતા અમે ત્રિવિધ યાવતુ એકાંત પંડિત વિરતિસહિત છીએ. હે આય તમે પોતેજ ત્રિવિધે ત્રિવિધ યાવતું એકાંત બાલવિરતિરહિત છો.' ત્યારબાદ તે અન્યતીથિકોએ કહ્યું કે, હે આર્યો ! અમે શા હેતુથી ત્રિવિધ ત્રિવિધે અસંયત યાવતું એકાંત બાલવિરતિરહિત છીએ ? હે આય! તમે હાલતાં ચાલતાં જીવોને કચરો છો, યાવતુ-તેને ઉપદ્રવ કરો છો તેથી. એ પ્રમાણે ભગવંત ગૌતમે તે અન્યતીથિકોને નિરુત્તર કર્યો. ત્યાર પછી તેમણે
જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવી ચાવતુ-પર્યાપાસના કરી. શ્રમણ ભગવંત મહાવીર કહ્યું કે, હે ગૌતમ ! તે તે અન્યતીથિંકોને ઠીક કહ્યું, હે ગૌતમ ! તેં તે અન્યતીર્થિકોને એ પ્રમાણે સારું કહ્યું, હે ગૌતમ ! મારા ઘણાં શિષ્યો શ્રમણ નિગ્રંથો છદ્મસ્થ છે, જેઓ તારી પેઠે એ પ્રમાણે ઉત્તર દેવાને સમર્થ નથી, ત્યારે પ્રસન્ન અને સંતુષ્ટ થઈ પૂજ્ય ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી આ પ્રમાણે કહ્યું
[૭પ૧)હે ભગવન્! શું છબસ્થ મનુષ્ય પરમાણુપુલને જાણે અને જુએ કે ન જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org