________________
૪૦૮
ભગવઇ - ૧૩/-૪/૫૭૦
અધઃસપ્તમ પૃથિવીના નારકો સંબંધે જાણવું, એ રીતે (અનિષ્ટ અને પ્રતિકૂળ) પાણીના સ્પર્શને યાવત્-વનસ્પતિના સ્પર્શન(અનુભવતા વિહરે છે.)
[૫૭૧]ભગવન્
રત્નપ્રભાપૃથિવીબીજીશર્કરાપ્રભાપૃથિવીનીઅપેક્ષાએ
જાડાઈ
માં સર્વ કરતાં મોટી છે. અને ચારે દિશાએ લંબાઈ પહોળાઈમાં સર્વથી નાની છે ? હે ગૌતમ ! ઈત્યાદિ જીવાભિગમના નૈરયિક ઉદ્દેશક મુજબ જાણવું.
[૫૭૨]હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીના નરકાવાસોની આસપાસ જે પૃથિ વીકાયિક યાવત્-વનસ્પતિકાયિક જીવો છે તે મહાકર્મવાળા અને મહાવેદનાવાળા છે ? હા ગૌતમ ! ઈત્યાદિ-પૂર્વવત્.
[૫૭૩]હે ભગવન્ ! લોકના આયામ-લંબાઈનો મધ્ય ભાગ ક્યાં કહેલો છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના આકાશના ખંડનો અસંખ્યાતમો ભાગ ઉલ્લંઘન કર્યા પછી અહીં લોકના આયામનો મધ્યભાગ કહેલો છે. હે ભગવન્ ! ક્યાં અધોલોકના આયામ-લંબાઈનો મધ્યભાગ કહ્યોછે ? હે ગૌતમ ! ચોથી પંકપ્રભા પૃથિવીના આકાશ ના ખંડનો કંઈક અધિક અરધો ભાગ ઉલ્લંધન કર્યા પછી અહિં અધોલોકાના આયામ નો મધ્ય ભાગ કહેલો છે. હે ભગવાન્ ! ક્યાં ઉર્ધ્વલોકની લંબાઈનો મધ્યભાગ કહેલો છે? હે ગૌતમ ! સનત્કુમાર અને માહેન્દ્ર દેવલોકના ઉપર અને બ્રહ્મદેવલોકની નીચે રિષ્ટ નામે ત્રીજા પ્રત૨ને વિષે અહિં ઉર્ધ્વલોકના આયામનો મધ્ય ભાગ કહેલો છે.હે ભગવન્ ! તિર્થંગ્ લોકના આયામનો મધ્યભાગ ક્યાં કહેલો છે ? હે ગૌતમ ! જંબુદ્રીપમાં મેરુપ ર્વતમાં બરોબર મધ્યભાગને વિષે આ રત્નપ્રભા પૃથિવીના ઉપર અને નીચેના ક્ષુદ્રએવા બે પ્રતરો છે, તેને વિષે તિર્થંગલોકના મધ્યભાગરુપ આઠ પ્રદેશનો રુચક કહેલો છે, જ્યાંથી આ દશ દિશાઓ નીકળે છે, તે આ પ્રમાણે પૂર્વીદેશા, પૂર્વદક્ષિણા, ઈત્યાદિ જેમ દશમ શતકનાં કહ્યુ છે તે પ્રમાણે જાણવું.
[૫૭૪]હે ભગવન્ ! એન્ટ્રી(પૂર્વ) દિશાની આદિમાં શું છે ? તે ક્યાંથી નીકળે છે? તેની આદિમાં કેટલાં પ્રદેશો છે ? કેટલા પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે ? તે કેટલા પ્રદેશની છે ? તેનો અન્ત ક્યાં છે અને તે કેવા આકારે કહેલી છે ? હે ગૌતમ ! એન્ટ્રી દિશામાં રુચક છે, તે રુચક થકી નીકળે છે, તેની આદિમાં બે પ્રદેશો છે, બે પ્રદેશની ઉત્ત રોઉત્તર વૃદ્ધિ થાય છે, લોકને આશ્રયી. તે અસંખ્યાતપ્રદેશવાળી છે, અલોકને આશ્રયી અનન્તપ્રદેશાત્મક છે, લોકને આશ્રયી આદિ અને અન્તસહિત છે, અને અલોકને આ શ્રયી સાદિ અને અનન્ત છે,ઃ લોકને આશ્રયી-મૃદંગને આકારે છે, અને અલોકને આશ્રયી ગાડાની ઉધને આકારે કહેલી છે. હે ભગવન્ ! આગ્નેયી દિશાની આદિમાં શું છે ? ઇત્યાદિ પ્રશ્નો હે ગૌતમ ! આગ્નેયી દિશાની આદિમાં રુચક છે, તે રુચક થકી નીકળે છે, તેની આદિમાં એક પ્રદેશ છે, તે એક પ્રદેશના વિસ્તારવાળી છે, તે ઉત્તરોઉત્તર વૃદ્ધિરહિત છે, અને લોકને આશ્રયી અસંખ્યપ્રદેશાત્મક છે, અલોકને આશ્રયી અનન્ત પ્રદેશાત્મક છે, લોકને આશ્રયી આદિ અને અન્ન સહિત છે અને અલોકને આશ્રયી સાદિ અને અનન્ત છે. અને તે તૂટી ગએલી મોતીના માલામાં આકારે કહેલી છે. યામ્યા (દક્ષિણ) દિશા(પૂર્વ) દિશાની પેઠે જાણવી. નૈ ૠતી આગ્નેયી દિશાની પેઠે જાણવીઈત્યાદિ જેમ એન્દ્રી દિશા કહી, તેમ ચારે દિશાએ અને આગ્નેયી દિશા કહી તેમ ચારે વિદિશાઓ જાણવી. હે ભગવન્ ! વિમલા(ઉ) દિશામાં આદિમાં શું છે ? ઈત્યાદિ હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org