________________
૩૮૪
ભગવઇ - ૧૮/-/૫/૭૩૬
અલંકૃત અને વિભૂષિત હોય અને એક પુરુષ અલંકૃત અને વિભૂષિત ન હોય. એ બન્ને પુરુષોમાં ક્યો પુરુષ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને મનોહર હોય અને ક્યો પુરુષ અપ્રસન્નતા કરનાર યાવતુ-અમનોહર હોય, હે ભગવન્ ! તેમાં જે પુરુષ અલંકૃત વિભૂષિત હોય છે તે પુરુષ પ્રાસાદીય યાવ-મનોહર છે અને જે પુરુષ અલંકૃત વિભૂ ષિત નથી હોતો તે પુરુષ પ્રાસાદીય યાવત્મનોહર નથી. તે માટે હેગૌતમ ! તે અસુરકુમાર યાવત્મનોહર નથી. હે ભગવન્ ! બે નાગકુમારદેવો એક નાગકુમારાવાસમાં નાગકુમાર દેવ પણે ઉત્પન્ન થયા-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે સમજવું. એ પ્રમાણે યાવત્- સ્તનિતકુમારો સુધી જાણવું. વ્યાનવ્યંતર,જ્યોતિષિક અને વૈમાનિક સંબંધે પણ એજ પ્રમાણે જાણવું.
[9૩૭]હે ભગવન્ ! એક નરકાવાસમાં બે નૈયિકો નૈયિકપણે ઉત્પન્ન થાય, તેમાંનો એક મહાકર્મવાળો યાવત્-મહાવેદનાવાળો હોય, અને એક અલ્પ કર્મવાળો યાવત્-અલ્પવેદનાવાળો હોય એમ કેવી રીતે હોય ? નૈરયિકો બે પ્રકારના માયી મિથ્યા દૃષ્ટિ અાયિસમ્યગ્દષ્ટિ જે માયિમિથ્યાવૃષ્ટિ છે, તેઓ મહાકર્મવાળા, યાવત્-મહાવેદ નાવાળા હોય જે સમાયી સમ્યગ્દષ્ટિ છે તેઓ અલ્પકર્મવાળા, યાવત્-અલ્પવેદના વાળા હોય બે અસુરકુમારો સંબંધે પ્રશ્ન. એ પ્રમાણે એમ એકેંદ્રિય અને વિકલેંદ્રિય સિવાય યાવત્ વૈમાનિકો સુધી જાણવું.
[૭૩૮]હે ભગવન્ ! જે નૈયિક મરીને તુરત જ પછીના સમયે પંચદ્રિય તિર્યંત યોનીકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ક્યા આયુષનો અનુભવ કરે ? હે ગૌતમ ! તે નૈયિક આયુષનો અને પંચેનિયતિર્યંચયોનિકનું આયુષ આગળ કરેછે ઉદયાભિમુખ કરે છે. એ પ્રમાણે મનુષ્ય વિષે પણ સમજવું. વિશેષ એ કે, તે મનુષ્યનું આયુષ ઉદયાભિમુખ કરે છે. જે અસુરકુમાર મરીને પછીના સમયે તુરત જ પૃથિવીકાયિક જીવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જે અસુકુમારના આયુષનો અનુભવ કરે છે અને પૃથિવીકાયિકનું આયુષ ઉદયાભિમુખ કરે છે. એમ જે જીવ જ્યાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તેનું આયુષ ઉદયાભિમુખ કરે છે અને જ્યાં રહેલો છે તેનું આયુષ અનુભવે છે. એ પ્રમાણે યાવત્-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે, જે પૃથિવીકાયિક જીવ પૃથિવી કાયિકમાં જ ઉત્પન્ન થવાને યોગ્ય છે તે પૃથિવીકાયિકનું આયુષ અનુભવે છે અને બીજું પૃથિવીકાયિકનું આયુષ ઉદયાભિમુખ કરે છે. એમ યાવત્-મનુષ્યો સુધી સ્વસ્થાનમાં ઉત્પાદ સંબંધે કહેવું. પરસ્થાનમાં પણ પૂર્વ પ્રકારે કહેવું.
[૭૩૯]હે ભગવન્ ! એક અસુરકુમારાવાસમાં બે અસુકુમારો અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થાય, તેમાંથી એક અસુરકુમારદેવ ઋજુ સરલ રુપ વિકુર્વવા ધારે તો તે ૠજુ વિકુર્તી શકે છે અને વાકું રુપ વિકુર્વવા ધારે તો તે વાંકું વિકુર્તી શકે છે અને એક અસુરકુમારદેવ ઋજુ વિકુર્વવા ધારે તો તે વાંકું રુપ વિકુર્તી શકે છે અને જો વાંકુ વિકુર્વવા ધારે તો તે ૠજુરુપ વિકુર્તી શકે છે. તેનું શું કારણ ? હે ગૌતમ ! અસુરકુમારદેવો બે પ્રકારના કહ્યા છે, માયી મિથ્યાવૃષ્ટિ, અમાયી સમ્યગ્દષ્ટિ . તેમાં જે માયી મિથ્યાદૃષ્ટિ છે તે ઋજુરુપ વિકુર્વવા ધારે તો વાંકુ કરે છે, જેવું રુપ વિકુર્વવા ધારે છે તેવું રુપ વિકુર્તી શકતો નથી. અને જે અમાયી સમ્યગ્દષ્ટિ અસુરકુમાર છે તે ૠજુરુપ વિકુર્વવા ધારે તો તે તેવું રુપ યાવવિકુર્તી શકે છે. હે ભગવન્ ! બે નાગકુમારો-ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર પૂર્વ પ્રમાણે જાણવા. એ પ્રમાણે યાવત્-સ્તનિતકુમારો સુધી જાણવું. વાનવ્યંતરો, જ્યોતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org