________________
શતક-૧૫,
૩૫૧
જીવિતવ્યનું ફળ પ્રાપ્ત કર્યું,’-એવી ઉદ્દઘોષણા થઈ. હવે તે સિંહઅનગાર ભગવંત પાસે આવીને તે સર્વ સારી રીતે મૂકે છે ત્યારે તે ભગવંત મહાવીર મૂર્છા-રહિત, યાવતુ તૃષ્ણારહિતપણે સર્પ જેમ બિલમાં પેસે તેમ પોતે તે આહારને શરીરરુપ કોષ્ઠમાં નાંખે છે. પછી શ્રમણ ભગવંત મહાવીરનો તે મહાન્ પીડાકારી રોગ તુરત જ શાન્ત થયો. તે હૃષ્ટ,રોગરહિત અને બલવાનશરીરવાળા થયા. શ્રમણો તુષ્ટ થયા, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, દેવો, દેવીઓ, અને દેવ, મનુષ્ય અને અસુરો સહિત સમગ્ર વિશ્વ સંતુષ્ટ થયું કે 'શ્રમણ ભગવાન્ મહાવીર હૃષ્ટ-રોગરહિત થયા.’
[૫૬]ભગવાન ગૌતમે ‘ભગવન્! એમ કહી શ્રમણ ભગવાન્ મહાવી૨ને વંદન અને નમસ્કાર કરી એ પ્રમાણે કહ્યું-એ પ્રમાણે ખરેખર દેવાનુપ્રિય એવા આપના અન્તવાસી પૂર્વદેશમાં ઉત્પન્ન થયેલા સર્વાનુભૂતિ નામે અનગાર પ્રકૃતિના ભદ્ર હતા, યાવ-વિનીત હતા, હે ભગવન્ ! જ્યારે તેને મંખલિપુત્ર ગોશાલકે તપના તેજથી ભસ્મ રાશિરુપ કર્યા ત્યારે તે મરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા ? “એ પ્રમાણે ખરેખર હે ગૌતમ! તે સહસ્રાર કલ્પમાં દેવરુપે ઉત્પન્ન થયા. ત્યાં તેની અઢાર સાગરોપમની સ્થિતિ છે. તેની તે દેવલોકથી આયુષનો ક્ષય થવાથી અને સ્થિતિ ક્ષય થતા યાવત્-મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવત્-સર્વ દુઃખોનો અન્ત ક૨શે. એ પ્રમાણે ખરેખર દેવાનુપ્રિય એવા આપના શિષ્ય કોશલ દેશમાં ઉત્પન્ન થયેલા સુક્ષત્ર નામે અનગાર વિષયક પ્રશ્ન હે ગૌતમ! એ પ્રમાણે ખરેખર મારો શિષ્ય સુનક્ષત્ર અનગાર અચ્યુત દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની બાવીશ સાગરોપમની સ્થિતિ છે. બાકી બધું સર્વાનુભૂતિ સંબન્ધે કહ્યું છે તેમ અહિં જાણવું, યાવત્-સર્વ દુઃખોનો અન્ન ક૨શે.
[૫૭]એ પ્રમાણે ખરેખર આપનો અન્નેવાસી કુશિષ્યમંખલિપુત્ર ગોશાલક મરણ સમયે કાળ કરીને ક્યાં ગયો, ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ! તે મરણસમયે કાળ કરીને યાવત્-અચ્યુત કલ્પને વિષે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની બાવીશ સાગરોપમની સ્થિતિ છે. તે આયુષના ક્ષય થવાથી યાવત્-ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! આ જંબૂદ્રીપ નામે દ્વીપમાં ભરત ક્ષેત્રને વિષે વિન્ધ્યાચલ પર્વતની તળેટીમાં પુંડનામે દેશને વિષે શતદ્વારનામે નગરમાં સંમુતિ નામે રાજાને ભદ્રા નામે ભાર્યાની કુક્ષિને વિષે પુત્રરુપે ઉત્પન્ન થશે. તે ત્યાં નવ મારા બરોબર પૂર્ણ થયા બાદ અને સાડા સાત દિવસ વીત્યા પછી યાવત્-સુન્દર બાળકને જન્મ આપશે.
જે રાત્રિને વિષે તે બાળકનો જન્મ થશે, તે રાત્રિને વિષે શતદ્વાર નામે નગરમાં અંદર અને બહાર અનેક ભારપ્રમાણ અને અનેક કુંભપ્રમાણ વૃષ્ટિરુપ પદ્મની વૃષ્ટિ અને રત્નની વૃષ્ટિ થશે. તે વખતે તે બાળકના માત-પિતા અગીયારમો દિવસ વીત્યા પછી બારમે દિવસે આવા પ્રકારનું ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન ‘મહાપદ્મ’ એવું નામ પડશે. ત્યાર પછી તે મહાપદ્મ બાળકને માતાપિતા કઈંક અધિક આઠ વર્ષનો થયેલો જાણીને સારા તિથિ, કરણ, દિવસ નક્ષત્ર અને મુહૂર્તને વિષે અત્યન્ત મોટા રાજ્યાભિષેકવર્ડ અભિષેક કરશે. હવે તે રાજા થશે, તે મહાહિમવાન્ આદિ પર્વતની જેમ બળવાળો થશેઈત્યાદિ વર્ણન જાણવું, હવે અન્ય કોઈ દિવસે તે મહાપદ્મ રાજાનું મહર્ધિક યાવત્ મહાસુખવાળા બે દેવો સેનાકર્મ ક૨શે.-પૂર્ણભદ્ર અને માણિભદ્ર. તે વખતે તે મહાપદ્મ રાજાનું ‘દેવસન’ એવું બીજું નામ થશે. ત્યારબાદ તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org