________________
ભગવઇ - ૧૬/-/૪/૬૭૨
350
વ્યાપ્ત થયેલા ગાત્રવાળો, થોડા અને પડી ગયેલા દાંતવાળો, ગરમીથી વ્યાકુળ થયેલો, તરસથી પીડાએલ, દુઃખી ભૂખ્યો તરસ્યો, દુર્બલ અને માનસિક ક્લેશવાળો પુરુષ હોય અને તે એક મોટા કોલંબ નામના વૃક્ષની સૂકી, વાંકી ચૂકી ગાંઠોવાળી, ચિકણી, વાંકી અને નિરાધાર રહેલી ગંડિકા ઉપર મુંડ પરશું વડે પ્રહાર કરે, તો તે પુરુષ મોટા મોટા શબ્દો કરે પણ મોટા મોટા કકડા ન કરી શકે. એજ પ્રમાણે હે ગૌતમ! નૈરયિકોએ પોતાના પાપ કર્મો ગાઢ કર્યા છે, ચિકણા કર્યા છે- યાવત્ તેથી તે નૈરયિકો નિર્વાણરુપ ફળવાળા થતા નથી. વળી જેમ કોઈ એક પુરુષ એરણ ઉપર ઘણ મારતો મોટા શબ્દ કરે યાવત્મહાપર્યવસાનવાળા થઈ. તથા જેમ કોઈ એક તરુણ, બલવાનુ, યાવત્-મેઘાવી અને નિપુણ કારીગરી પુરુષ એક મોટા શિમળાના વૃક્ષની લીલી, જટાવિનાની, ગાંઠો વિનાની, ચિકાશ વિનાની, સીધી અને આધારવાળી ગંડિકા ઉપર તીક્ષ્ણ કુડાહાવડે પ્રહાર કરે તો તે પુરુષ મોટા મોટા શબ્દો કરતો નથી પણ મોટા મોટા દળને ફાડે છે, એજ પ્રમાણે હે ગૌતમ! જે શ્રમણ નિગ્રંથોએ પોતાના કર્મોને યથાસ્થૂલ, શિથિલ યાવત્ નિષ્ઠિત કરેલાં છે, યાવ-તે કર્મો શીધ્ર જ નાશ પામે છે અને યાવત્-તેઓ મહાપર્યવ સાનવાળા થાય છે. વળી જેમ કોઈ એક પુરુષ સૂકા ઘાસના પૂળાને યાવત્-અગ્નિમાં ફેંકે તથા પાણીના ટીપાને તપાવેલ લોઢાના કઢાયામાં નાખે તો તે જલદી નાશ પામે એ પ્રમાણે શ્રમણ નિગ્રન્થના કર્મ શીધ્ર વિધ્વસ્ત થાય છે-ઈત્યાદિ માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે કે ‘અન્નગ્લાયક શ્રમણ નિગ્રન્થ જેટલું કર્મ ખપાવે' ઈત્યાદિ બધું પૂર્વ પ્રમાણે કહેવું-યાવત્ તેટલું કર્મ કોટાકોટી વ૨સે પણ નૈરિયક જીવ ન ખપાવે.
શતકઃ૧૬-ઉદ્દેસાઃ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૫ )
[૭૩]તે કાળે, તે સમયે ઉલ્લુકતીર નગર હતું. એકજંબૂક ચૈત્ય હતું. તે કાળે તે સમયે સ્વામી સમોસર્યા યાવત્-સભા પર્વપાસના કરે છે. તે કાળે તે સમયે શક્ર દેવેન્દ્ર દેવરાજ વજ્રપાણિ-ઈત્યાદિ જેમ બીજા ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે તેમ દિવ્ય વિમાન વડે અહીં આવ્યો, અને યાવત્-જે તરફ શ્રમણ ભગવંત મહાવીર હતા તે તરફ જઈ યાવત્નમી આ પ્રમાણે બોલ્યો. હે ભગવન્ ! મોટી ઋદ્ધિવાળો યાવ-મોટા સુખવાળો દેવ બહારના પુદ્દગલોને ગ્રહણ કર્યા સિવાય અહીં આવવા સમર્થ છે ? હે શક્ર! ના, એ અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! મોટી ઋદ્ધિવાળો દેવ યાવત્-એજ પ્રમાણે બહારના પુદ્દગલોને ગ્રહણ કરીને અહીં આવવા સમર્થ છે ? હે શક્ર! હા સમર્થ છે. હે ભગવન્ ! મોટી ઋદ્ધિવાળો દેવ યાવત્-એજ પ્રમાણે બહારના પુદ્દગલોને ગ્રહણ કરીને જવાને, બોલવાને, ઉત્તરદેવોને, આંખઉઘાડવાને કે આંખમીંચવાને, શરીરના અવયવોને સંકોચવાને કે પહોળાં કરવાને સ્થાન શય્યા કે નિષદ્યાને ભોગવવાને, વિકુર્વવાને અને પરિચારણાકરવાને સમર્થ છે ? હા, યાવત્-સમર્થ છે. તે દેવેન્દ્ર દેવરાજ પૂર્વોક્ત સંક્ષિપ્ત આઠ પ્રશ્નો પૂછી અને ઉત્સુકતા- પૂર્વક ભગવંત મહાવી૨ને વાંદી તેજ દિવ્ય વિમાન ઉપ૨ ચઢી જ્યાંથી આવ્યો હતો ત્યાં તે પાછો ચાલ્યો ગયો.
'
[૭૪] ગૌતમ આ પ્રમાણે બોલ્યા કે-હે ભગવન્ ! અન્ય દિવસે દેવેન્દ્ર દેવરાજ શક્ર દેવાનુપ્રિય આપને વંદન, નમન, સત્કાર યાવ-પર્યુપાસના કરે છે, પણ હે ભગવન્ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org