________________
-
-
-
શતક-૧૬, ઉસો-૩
૩૫૯ (ઉદ્દેશકઃ૩) [૭૦]રાજગૃહમાં (ભગવાનું ગોતમ) યાવતુ આ પ્રમાણે બોલ્યા કે- ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમી આઠ - જ્ઞાનાવરણીય, યાવતુ-અંતરાય એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું જ્ઞાનાવરણીય કર્મને વેદતો જીવ બીજી કેટલી કમપ્રકૃતિઓ વેદે છે? હે ગૌતમી આઠે કમપ્રકૃતિઓને વેદે છે. એ પ્રમાણે અહીં પ્રજ્ઞાપનસૂત્રમાં કહેલ ‘વેદાવેદ, વેદાબંધ’ બંધાવેદ,' તથા બંધાબંધ' નામનો. ઉદ્દેશક પણ કહેવો. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું.
[૭૧]ત્યારબાદ શ્રમણ ભગવંત મહાવીરે અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરના ગુણસિલકચૈત્યથી નીકળી બહારના બીજા દેશોમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે ઉલ્લુ કતીરનગર હતું. તે ઉત્સુકતીરનગરની બહાર ઈશાન કોણમાં એકબૂજક ચૈત્ય હતું. ત્યાર પછી અનુક્રમે વિચરતા શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે એકજબૂક ચૈત્યમાં સમોસ, યાવતુ-સભા પાછી ગઈ. ત્યાર પછી આ પ્રમાણે બોલ્યા. હે ભગવનું છઠ્ઠ છઠ્ઠના તાપૂર્વક યથાવતુનિરંતર આતાપના લેતા ભાવિતાત્મા એવા અનગારને દિવસના પૂર્વાર્ધ ભાગમાં પોતાના હાથ, પગ, યાવતુ-ઉ-સાથળને સંકોચવા કે પહોળા કરવા કલ્પતા નથી, અને દિવસના પશ્ચિમાર્ધ ભાગમાં પોતાના હાથ, પગ, યાવતુ-ઉરુને સંકોચવા અને પોહળા કરવા કહ્યું છે. હવે તે અનગારને અશ લટકતા હોય અને તે અશને કોઈ વૈદ્ય જુએ. જોઈને તે અર્શોને કાપવાને તે ઋષિને ભૂમિ ઉપર સૂવાડીને તેના અશ કાપે તો હે ભગવાન્ ! તે કાપનાર વૈદ્યને ક્રિયા લાગે કે જેના અર્થો કપાય તેને ધમતરાય રુપ ક્રિયા સિવાય બીજી પણ ક્રિયા લાગે ? હે ગૌતમ હા, જે કાપે છે, તેને (શુભ) ક્રિયા લાગે છે, અને જેના અર્થો કપાય છે તેને ધમતરાય સિવાય બીજી ક્રિયા નથી લાગતી | શતકઃ ૧દની ઉદેસો હનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ |
( ઉદેશક ૪ ) [૭૨]રાજગૃહમાં યાવતુ આ પ્રમાણે બોલ્યા કે-હે ભગવનું . અન્નગ્લાયક શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે તેટલું કર્મ નૈરયિક જીવો નરકમાં એક વરસે, અનેક વરસે કે સો વરસે ખપાવે? હે ગૌતમ! એ અર્થ સમર્થ-નથી! ચતુર્થભક્ત કરનાર શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે તેટલું ધર્મ નૈરયિક જીવો નરકમાં સો વરસે, અનેક સો વરસે કે હજાર વરસે ખપાવે? હે ગૌતમ! એ અર્થ સમર્થનથી. છઠ્ઠ ભક્ત સંબંધ પ્રશ્ન હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. અષ્ટમ ભક્ત કરી શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે તેટલું કર્મ નૈરયિકો નરકમાં એક લાખ વરસે, અનેક લાખ વરસે કે એક કરોડ વરસે ખપાવે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! દશમ ભક્ત કરનારો શ્રમણ નિગ્રન્થ જેટલું કર્મ અપાવે તેટલું કર્મ નૈરયિક જીવો નરકમાં એક કરોડ વરસે, અનેક કરોડ વરસે કે કોટાકોટી વરસે ખપાવે? હે ગૌતમી એ અર્થ સમર્થ નથી.
હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! જેમ કોઈ એક ઘરડો, ઘડપણથી જર્જરિત શરીરવાળો, ઢીલા પડી ગયેલા અને ચામડીના વળીયા વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org