________________
૩૮૦
ભગવઈ-૧૮/૨/૭૨૭ પૂર્વ પર્યત અધ્યયન કર્યું, અને ઘણા ઉપવાસ, છઠ્ઠ તથા અક્રમોથી યાવત-આત્માને ભાવિત કરતા સપૂર્ણ બાર વરસ શ્રમણપયયિ પાળ્યો. ત્યારબાદ તે કાર્તિક શેઠ એક માસની સંલેખના તપ વડે શરીરને શોષવી સાઠ ભક્ત અનશનપણે વીતાવી, આલોચના કરી યાવતુ-કાળ કરી સૌધર્મકલ્પમાં સૌધમાંવસંતક વિમાનમાં આવેલી ઉપપાતસભામાં દેવશયનીય વિષે વાવતુ-શક-દેવેન્દ્રપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી હમણાં ઉત્પન્ન થયેલ શક સ્થિતિ બે સાગરોપમની છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. “હે ભગવન્!તે એમજ છે, | શતક:૧૮-ઉદ્દેસોર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ઉદ્દેશક ૩). [૭૨૮]તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણસિલક ચૈત્ય હતું. યાવતુપપૈદા પાછગઈ. તે કાળે, તે સમયે શ્રમણભગવંતમહાવીરના અંતેવાસી યાવતુભદ્રપ્રકૃતિવાળા માંકંદીપુત્ર અનગારે, મંડિતપુત્ર અનગારની જેમ પર્યાપાસના કરતાં પ્રશ્ન કર્યો-હે ભગવન્! કાપોતલેશ્યાવાળો, પૃથિવીકાયિક જીવ, કાપોતલેશ્યાવાળા પૃથિ વીકાયિકોમાંથી મરણ પામી તુરતજ મનુષ્યના શરીરને પ્રાપ્ત કરી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યારબાદ સિદ્ધ થાય, યાવતુ-સર્વદુઃખોનો નાશ કરે ? હે માકંદિપુત્ર ! હા, કરે. હે ભગવન્! કાપોતલેશ્યાવાલો અખાયિક, કાપોતલેશ્યાવાળા અષ્કાયિકોમાંથી મરણ પામી તુરતજ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાર બાદ સિદ્ધ થાય, થાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે ? હે માકંદિકપુત્ર ! હા, કરે. કાપોતલેશ્યાવાળો વનસ્પતિ કાયિક જીવ, વનસ્પતિકાયિકમાંથી નીકળી-ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર પૂર્વ પ્રમાણે જાણવા. માકંદિકપુત્ર અનગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી જ્યાં શ્રમણ નિર્ગળ્યો છે ત્યાં આવી તે શ્રમણ નિર્ઝન્થોને તેણે આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! કાપોત લેશ્યાવાળો પૃથિવીકાયિક અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવ પણ યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે.' એ પ્રમાણે કથન કરતા યાવતુ-પ્રરુપણા કરતા માકંદિકપુત્ર અને ગારની આ વાતને તે શ્રમણ નિર્ઝન્થોએ માન્ય ન કરી અને તેઓ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા, યાવતુ તેઓ આ પ્રમાણે બોલ્યા-કાપોતલેયા. વાળો અપ્લાયિક અને કાપોતલેશ્યાવાળો વનસ્પતિકાયિક યાવતુ-સર્વદુઃખોનો નાશ કરે છે. તો હે ભગવન! તે એમ કેવી રીતે હોય? હે આયો!' માકંદિકપુત્ર અનગારે તમને જે કહ્યું છે, યાવતુ જે પ્રરુપ્યું છે તે વાત સત્ય છે, હે આય! પણ એજ પ્રમાણે કહું છું કે કૃણાલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકાયિકોથી નીકળી તુરત યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે, એ પ્રમાણે અપ્લાયિક તથા વનસ્પતિકાયિક પણ યાવતુસર્વ દુઃખોનો નાશ કરે.-એમ કહી તે શ્રમણનિર્ગથી શ્રમણભગવંતમહાવીરને વાંદી નમી, જ્યાં માકંદિકપુત્ર અનગાર છે ત્યાં આવ્યા, ત્યાં આવીને તેઓને માકંદિકપુત્ર અનગારને વાંદી નમી એ બાબત સમ્યગ રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા.
[૭૨૯]ત્યાર પછી માકંદિકપુત્ર અનગાર શ્રમણ ભગવંત મહાવીર પાસે આવીને ભગવંતને વાંદી નમી આ પ્રમાણે કહ્યું-બધા કર્મને વેદતા, બધાકર્મને નિર્જરતા, સર્વમરણે મરતા અને સર્વશરીરને છોડતા, તથા ચરમ- કર્મને વેદતા, ચરમકર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org